જય શ્રી કૃષ્ણ આજ આપણે ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત – onion uttapam banavani rit gujarati ma શીખીશું, Please subscribe Saladnfood by Shubhra YouTube channel If you like the recipe , જ્યારે પણ હેલ્થી ને ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય ત્યારે સાઉથ ઈન્ડિયન વાનગીઓ સૌથી પહેલા યાદ આવે કેમ કે એમાં ભરપૂર માત્રા માં દાળ ચોખાનો ઉપયોગ સાથે શાકભાજી નો ઉપયોગ કરી બાફી, શેકી કે વઘારી ને તૈયાર કરવામાં આવે છે તો આજ આપણે એવીજ એક સાઉથ ઇન્ડિયન વાનગી જે બહાર તો ઘણી વખત ઓડર કરીએ છીએ પણ આજ ઘરે તૈયાર કરીશું તો ચાલો ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત – onion uttapam recipe in gujarati શીખીએ.
ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા ચોખા / ઉસના ચોખા 1 કપ
- અડદ દાળ 1 કપ
- ચણા દાળ 1 ચમચી
- મેથી દાણા ¼ ચમચી
ઉત્તપમ ઉપર નાખવાની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- ઝીણા સમારેલા લીલાં મરચા 4-5
- તેલ/ માખણ / ઘી જરૂર મુજબ
onion uttapam banavani rit gujarati ma | ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત
ઓનિયન ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે દાળ ચોખા પલાળી લેશું ત્યાર બાદ પીસી ને આથો આવવા દેશું આથો બરોબર આવી જાય એટલે ઓનિયન ઉત્તપમ તૈયાર કરીશું.
ઓનિયન ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ ઉસના ચોખા / બાફેલા ચોખા લ્યો એમાં સાફ કરેલ અડદ દાળ, ચણા દાળ અને મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધસી ને ધોઇ લ્યો દાળ ચોખા ને બરોબર ધોઇ લીધા બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ઓછામાં ઓછા ચાર કલાક પલાળી મૂકો.
દાળ ચોખા બરોબર પલાળી લીધા બાદ એનું પની નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ. થોડું પાણી નાખી દર્દરી પીસી લ્યો આમ બધા દાળ ચોખા ને મિક્સર માં દરદરા પીસી એક વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને આખી રાત અથવા ઓછા માં ઓછું સાત થી આઠ કલાક આથો આવવા મૂકો.
મિશ્રણ માં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને પા કપ પાણી / જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત
હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો ને એના પર તેલ કે ઘી લગાવી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી ને તૈયાર કરેલ મિશ્રણ નાખી જે સાઇઝ નો ઉત્તપમ બનાવવો હોય એ સાઇઝ માં ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા છાંટી ને હળવા હાથે બાફવી લ્યો,
હવે નીચે થી ગોલ્ડન થઈ ગયો હોય ને ઉપર ની બાજુ ચડી ગયો હોય એવો લાગે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ડુંગળી થોડી ગોલ્ડન શેકાય ત્યાં સુંધી ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે સાઉથ ઇન્ડિયન સાંભાર અને નારિયળ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઓનિયન ઉત્તપમ.
onion uttapam recipe in gujarati notes
- અહી અમે એક ભાગ ચોખા ને એક ભાગ દાળ નાખેલ છે તમે ત્રણ ભાગ ચોખા ને એક ભાગ દાળ પલાળી ને પણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
- દાળ ચોખા ને પીસવા સમયે થોડું પની નાખી પિસવું ને આથો આવી જાય પછી જરૂર મુજબ પાણી નાખી મિશ્રણ તૈયાર કરવું.
- અહી ડુંગળી ને મરચા નાખી તૈયાર કરેલ છે તમે તમારી પસંદ ની ટોપિંગ કરી શકો છો.
ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત | Recipe Video
Youtube પર Saladnfood by Shubhra ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
onion uttapam recipe in gujarati
ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | onion uttapam banavani rit | onion uttapam recipe in gujarati | ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત
Equipment
- 1 તવી
- 1 મિક્સર જાર
Ingredients
ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ બાફેલા ચોખા / ઉસના ચોખા
- 1 કપ અડદ દાળ
- 1 ચમચી ચણા દાળ
- ¼ ચમચી મેથી દાણા
ઉત્તપમ ઉપર નાખવાની સામગ્રી
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 4-5 ઝીણા સમારેલા લીલાં મરચા
- તેલ/ માખણ / ઘી જરૂર મુજબ
Instructions
ડુંગળી ઉત્તપમ | ઓનિયન ઉત્તપમ | onion uttapam banavani rit gujarati ma | onion uttapam recipe in gujarati
- ઓનિયન ઉત્તપમ બનાવવા માટે સૌ પ્રથમ આપણે દાળ ચોખા પલાળી લેશું ત્યારબાદ પીસી ને આથો આવવા દેશું આથો બરોબર આવી જાય એટલે ઓનિયન ઉત્તપમ તૈયાર કરીશું.
ઓનિયન ઉત્તપમ માટેનું મિશ્રણ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક મોટા વાસણમાં સાફ કરેલ ઉસના ચોખા / બાફેલા ચોખા લ્યો એમાં સાફ કરેલ અડદ દાળ, ચણા દાળ અને મેથી દાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધસી ને ધોઇ લ્યો દાળ ચોખા ને બરોબર ધોઇ લીધા બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ઓછામાં ઓછા ચાર કલાક પલાળી મૂકો.
- દાળ ચોખા બરોબર પલાળી લીધા બાદ એનું પની નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી જરૂર મુજબ. થોડું પાણી નાખી દર્દરી પીસી લ્યો આમ બધા દાળ ચોખા ને મિક્સર માં દરદરા પીસી એક વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને આખી રાત અથવા ઓછા માં ઓછું સાત થી આઠ કલાક આથો આવવા મૂકો.
- મિશ્રણમાં આથો આવી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠુ અને પા કપ પાણી /જરૂર મુજબ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | ડુંગળી ઉત્તપમ બનાવવાની રીત
- હવે ગેસ પર ઢોસા તવી ગરમ કરવા મૂકો ને એના પર તેલ કે ઘી લગાવી ગ્રીસ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી ને તૈયાર કરેલ મિશ્રણ નાખી જે સાઇઝ નો ઉત્તપમ બનાવવો હોય એ સાઇઝ માં ફેલાવી લ્યો ત્યાર બાદ એના પર ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા છાંટી ને હળવા હાથે બાફવી લ્યો,
- હવે નીચે થી ગોલ્ડન થઈ ગયો હોય ને ઉપર ની બાજુ ચડી ગયો હોય એવો લાગે ત્યાં સુંધી ચડાવો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ડુંગળી થોડી ગોલ્ડન શેકાય ત્યાં સુંધી ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે સાઉથ ઇન્ડિયન સાંભાર અને નારિયળ ની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઓનિયન ઉત્તપમ.
onion uttapam recipe in gujarati notes
- અહી અમે એક ભાગ ચોખા ને એક ભાગ દાળ નાખેલ છે તમે ત્રણ ભાગ ચોખા ને એક ભાગ દાળ પલાળી નેપણ મિશ્રણ તૈયાર કરી શકો છો.
- દાળ ચોખા ને પીસવા સમયે થોડું પની નાખી પિસવું ને આથો આવી જાય પછી જરૂર મુજબ પાણી નાખી મિશ્રણ તૈયાર કરવું.
- અહી ડુંગળી ને મરચા નાખી તૈયાર કરેલ છે તમે તમારી પસંદ ની ટોપિંગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કચ્છી દાબેલી બનાવવાની રીત | kacchi dabeli banavani rit | kacchi dabeli recipe in gujarati
પાલક પનીર પરોઠા બનાવવાની રીત | Palak paneer parotha banavani rit
હાંડવો | handvo recipe in gujarati | handvo banavani rit
મઠરી બનાવવાની રીત | gujarati mathri recipe | mathri in gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.