HomeNastaPauva premix banavani recipe | પૌવા પ્રિમિક્ષ બનાવવાની રેસીપી

Pauva premix banavani recipe | પૌવા પ્રિમિક્ષ બનાવવાની રેસીપી

આપણે બધા સવાર ના નાસ્તા માં અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખ ને સંતોષવા અવાર નવાર પૌવા તો બનાવ્યા જ હોય છે અને એ પૌવા માં પણ આપણે અલગ અલગ સ્વાદમાં અને શાક સાથે બનાવતા હોઈએ જેમાં આપણે થોડો સમય લાગે છે પણ આજ આપણે પહેલેથી તૈયાર કરી રાખેલ Pauva premix – પૌવા પ્રિમિક્ષ માં માત્ર ગરમ પાણી નાખી પાંચ મિનિટ માં તૈયાર કરી શકીશું. તો ચાલો પૌવા પ્રિમિક્ષ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • રેગ્યુલર જાડા પૌવા 500 ગ્રામ
  • સીંગદાણા ½ કપ
  • લીલા મરચા સુધારેલ  8-10
  • મીઠા લીમડાના પાંદ 20-25
  • રાઈ 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • હીંગ 1 ચમચી
  • હળદર 3 ચમચી
  • પીસેલી ખાંડ 3-4 ચમચી
  • સૂંઠ પાઉડર ½  ચમચી
  • તેલ 5- 7 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • આલુ ભુજિયા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ ગરમ પાણી

Pauva premix banavani recipe

પૌવા પ્રિમિક્ષ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી કડાઈ મ પૌવા નાખી મીડિયમ તાપે આઠ દસ મિનિટ હલાવતા રહી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો. પૌવા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એક વખત ચારણીમાં નાખી ચાળી લઈ એક બાજુ મૂકો.

હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હીંગ, મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ નાખી બધા ને ધીમા તાપે હલાવતા રહો ક્રિસ્પી થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને પણ શેકી લ્યો.

સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સૂંઠ પાઉડર અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે પૌવા પ્રિમિક્ષ.

પૌવા બનાવવા એર ટાઈટ ડબ્બામાં એક કપ તૈયાર કરેલ પૌવા પ્રિમિક્ષ લઈ એમાં અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લઈ ડબ્બો બંધ કરી પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ડબ્બા ને ખોલી એમાં સુધારેલ ડુંગળી, આલુ ભુજીયા, લીંબુનો રસ નાખી મિક્સ કરી મજા લ્યો પૌવા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

પૌવા પ્રિમિક્ષ બનાવવાની રેસીપી

Pauva premix - પૌવા પ્રિમિક્ષ

Pauva premix banavani recipe

આપણે બધા સવાર ના નાસ્તા માં અથવા સાંજ ની હલકી ફુલકીભૂખ ને સંતોષવા અવાર નવાર પૌવા તો બનાવ્યા જ હોય છે અને એ પૌવા માં પણ આપણે અલગ અલગસ્વાદમાં અને શાક સાથે બનાવતા હોઈએ જેમાં આપણે થોડો સમય લાગે છે પણ આજ આપણે પહેલેથીતૈયાર કરી રાખેલ Pauva premix – પૌવા પ્રિમિક્ષ માં માત્ર ગરમ પાણી નાખી પાંચ મિનિટ માંતૈયાર કરી શકીશું. તો ચાલો પૌવા પ્રિમિક્ષ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 500 ગ્રામ રેગ્યુલર જાડા પૌવા
  • ½ કપ સીંગદાણા
  • 8-10 લીલા મરચા સુધારેલ
  • 20-25 મીઠા લીમડાના પાંદ
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી હીંગ
  • 3 ચમચી હળદર
  • 3-4 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી સૂંઠ પાઉડર
  • 5-7 ચમચી તેલ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • આલુ ભુજિયા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ
  • ગરમ પાણી

Instructions

Pauva premix banavani recipe

  • પૌવા પ્રિમિક્ષ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મોટી કડાઈ મ પૌવા નાખી મીડિયમ તાપે આઠ દસ મિનિટ હલાવતા રહી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો. પૌવા શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એક વખત ચારણીમાં નાખી ચાળી લઈ એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હીંગ, મીઠા લીમડાના પાંદ અને લીલા મરચા સુધારેલ નાખી બધા ને ધીમા તાપે હલાવતા રહો ક્રિસ્પી થાય એટલે એમાં સીંગદાણા નાખી સીંગદાણા ને પણ શેકી લ્યો.
  • સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સૂંઠ પાઉડર અને પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો અને બધી સામગ્રી ને બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે પૌવા પ્રિમિક્ષ.
  • પૌવા બનાવવા એર ટાઈટ ડબ્બામાં એક કપ તૈયાર કરેલ પૌવા પ્રિમિક્ષ લઈ એમાં અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લઈ ડબ્બો બંધ કરી પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. સાત મિનિટ પછી ડબ્બા ને ખોલી એમાં સુધારેલ ડુંગળી, આલુ ભુજીયા, લીંબુનો રસ નાખી મિક્સ કરી મજા લ્યો પૌવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular