HomeNastaJhol Maggi Recipe in Gujarati | નેપાળી ઝોલ મેગી | Nepali Style...

Jhol Maggi Recipe in Gujarati | નેપાળી ઝોલ મેગી | Nepali Style Soupy Maggi

મેગી એક એવી વાનગી છે જે ભારતના દરેક ઘરમાં નાના બાળકોથી લઈને મોટાઓ સૌની ફેવરિટ છે. સામાન્ય રીતે આપણે ઘરમાં સૂકી મસાલા મેગી, ચીઝ મેગી કે વેજીટેબલ મેગી બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે મેગીને એક અદભૂત અને આંતરરાષ્ટ્રીય ટ્વિસ્ટ આપીશું – Jhol Maggi (નેપાળી ઝોલ મેગી).

નેપાળી ભાષામાં ‘ઝોલ’ એટલે મસાલેદાર તીખો રસ અથવા સૂપ (Soup). નેપાળ અને તિબેટના પહાડી વિસ્તારોમાં કાળઝાળ ઠંડીથી બચવા માટે આ ગરમાગરમ તીખી ઝોલ મેગી ખૂબ જ હોંશે-હોંશે ખાવામાં આવે છે. ટામેટાં, લસણ, આદુ અને સફેદ તલની ખાસ પેસ્ટ બનાવીને આનો સૂપ તૈયાર થાય છે, જે સામાન્ય મેગી કરતા સાવ અલગ અને અત્યંત રિચ ટેસ્ટ આપે છે. ચોમાસાના વરસાદમાં આ ગરમાગરમ સૂપી મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. ચાલો જોઈએ નેપાળી સ્ટાઈલ ઝોલ મેગી બનાવવાની રીત.

Ingredients

  1. મેગી 1 પેકેટ
  2. સિંગદાણા ¼ કપ
  3. સફેદ તલ 3-4 ચમચી
  4. લીલા ધાણા ની ડાળી 10-12
  5. સુકા લાલ મરચા 1-2
  6. સુધારેલ ડુંગળી 1 મોટી
  7. લસણ ની કણી 5-7
  8. સુધારેલ ટામેટુ 1 મોટું
  9. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  10. ચીલી ઓઈલ જરૂર મુજબ
  11. લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
  12. લીંબુનો રસ 1 ચમચી
  13. તેલ 1-ચમચી 
  14. સ્વાદ મુજબ મીઠું
  15. પાણી જરૂર મુજબ

Jhol Maggi banavani rit

નેપાળી ઝોલ મેગી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં સિંગદાણા, સફેદ તલ અને સુકા લાલ મરચા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. સિંગદાણા શેકાઈ જાય એટલે શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ને ઠંડી કરવા મુકો. હવે એક ગેસ પર તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી બાફી લ્યો. દસ મિનીટ પછી મેગી બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી ઉઅપર એક ચમચી તેલ નાખી એક બાજુ મુકો.

હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી શેકો. ડુંગળી શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે એમાં સુધારેલ ટામેટા અને લીલા ધાણા ની ડાળી નાખી મિક્સ કરી ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ટામેટા નરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. અને ઘટ્ટ જોલ બનાવી લ્યો.

તૈયાર જોલ ને ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ ફરી ગેસ પર મૂકી એમાં મેગી મસાલો નાખી ફરી એક વખત ગરમ કરી લ્યો. જોલ બરોબર ગરમ થઇ જાય એટલે સર્વિંગ બોલ લ્યો એમાં તૈયાર કરેલ જોલ નાખો એના પર બાફી રાખેલ મેગી મુકો ઉપર થી જરૂર મુજબ ચીલી ઓઈલ અને લીલા ધાણા અને લીંબુનો રસ નાખી મજા લ્યો. તો તૈયાર છે જોલ મેગી. 

નેપાળી ઝોલ મેગી બનાવવાની રીત

Jhol Maggi Recipe in Gujarati - નેપાળી ઝોલ મેગી

Jhol Maggi Recipe in Gujarati | નેપાળી ઝોલ મેગી | Nepali Style Soupy Maggi

મેગી એક એવી વાનગી છે જે ભારતનાદરેક ઘરમાં નાના બાળકોથી લઈને મોટાઓ સૌની ફેવરિટ છે. સામાન્ય રીતે આપણે ઘરમાં સૂકીમસાલા મેગી, ચીઝમેગી કે વેજીટેબલ મેગી બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે આપણે મેગીને એક અદભૂત અને આંતરરાષ્ટ્રીયટ્વિસ્ટ આપીશું – Jhol Maggi (નેપાળીઝોલ મેગી). નેપાળી ભાષામાં 'ઝોલ' એટલેમસાલેદાર તીખો રસ અથવા સૂપ (Soup). નેપાળઅને તિબેટના પહાડી વિસ્તારોમાં કાળઝાળ ઠંડીથી બચવા માટે આ ગરમાગરમ તીખી ઝોલ મેગી ખૂબજ હોંશે-હોંશે ખાવામાં આવે છે. ટામેટાં, લસણ, આદુ અને સફેદ તલની ખાસ પેસ્ટ બનાવીને આનો સૂપતૈયાર થાય છે, જેસામાન્ય મેગી કરતા સાવ અલગ અને અત્યંત રિચ ટેસ્ટ આપે છે. ચોમાસાના વરસાદમાં આ ગરમાગરમસૂપી મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. ચાલો જોઈએ નેપાળી સ્ટાઈલ ઝોલ મેગી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

  • 1 પેકેટ મેગી
  • ¼ કપ સિંગદાણા
  • 3-4 ચમચી સફેદ તલ
  • 1-2 સુકા લાલ મરચા
  • 1 મોટી સુધારેલ ડુંગળી
  • 1 મોટું સુધારેલ ટામેટુ
  • 10-12 લીલા ધાણા ની ડાળી
  • 5-7 લસણ ની કણી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ચીલી ઓઈલ જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

Jhol Maggi banavani rit

  • નેપાળી ઝોલ મેગી બનાવવા સૌથી પહેલા ગેસ પર એક કડાઈમાં સિંગદાણા, સફેદ તલ અને સુકા લાલ મરચા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. સિંગદાણા શેકાઈ જાય એટલે શેકેલ સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ને ઠંડી કરવા મુકો. હવે એક ગેસ પર તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય એટલે એમાં મેગી નાખી બાફી લ્યો. દસ મિનીટ પછી મેગી બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી ઉઅપર એક ચમચી તેલ નાખી એક બાજુ મુકો.
  • હવે ઠંડા થયેલા મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં સુધારેલ ડુંગળી અને લસણ ની કણી નાખી શેકો. ડુંગળી શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે એમાં સુધારેલ ટામેટા અને લીલા ધાણા ની ડાળી નાખી મિક્સ કરી ટામેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટામેટા નરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી ઢાંકી પાંચ મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો. અને ઘટ્ટ જોલ બનાવી લ્યો.
  • તૈયાર જોલ ને ગરણી વડે ગાળી લ્યો અને ત્યાર બાદ ફરી ગેસ પર મૂકી એમાં મેગી મસાલો નાખી ફરી એક વખત ગરમ કરી લ્યો. જોલ બરોબર ગરમ થઇ જાય એટલે સર્વિંગ બોલ લ્યો એમાં તૈયાર કરેલ જોલ નાખો એના પર બાફી રાખેલ મેગી મુકો ઉપર થી જરૂર મુજબ ચીલી ઓઈલ અને લીલા ધાણા અને લીંબુનો રસ નાખી મજા લ્યો. તો તૈયાર છે જોલ મેગી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular