HomeDessert & DrinksDesi Chana nu Soup in Gujarati | દેશી ચણાનું સૂપ | Healthy...

Desi Chana nu Soup in Gujarati | દેશી ચણાનું સૂપ | Healthy Kala Chana Soup

દેશી કાળા ચણા (Black Chickpeas) ને આયુર્વેદમાં ઘોડા જેવી તાકાત આપનાર અને પ્રોટીન તથા આયર્નનો પાવરહાઉસ માનવામાં આવે છે. આપણે ઘરમાં ચણાનું શાક કે ચણા-પૌંઆ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ચોમાસા ની ઋતુ માં જ્યારે શરદી-ખાંસી થઈ હોય, વજન ઘટાડવું હોય કે શરીરમાં નબળાઈ લાગતી હોય, ત્યારે Desi Chana nu Soup (દેશી ચણાનું સૂપ) દવા સમાન કામ કરે છે. બાળકોથી લઈને વડીલો સૌના સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ છે. ચાલો જોઈએ દેશી ચણાનું સૂપ બનાવવાની સાચી રીત.

Ingredients

  1. ચણા 1 કપ
  2. મરી પાઉડર ½ ચમચી
  3. સંચળ ½ ચમચી
  4. ચાર્ટ મસાલા 1 ચમચી
  5. શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  6. લીંબુનો રસ જરૂર મુજબ 
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ઝીણી ડુંગળી સુધારેલ જરૂર મુજબ
  9. ઝીણા લીલા મરચા સુધારેલ જરૂર મુજબ
  10. લીલા ધાણા સુધારેલ જરૂર મુજબ

Desi Chana nu Soup banavani rit

દેશી ચણાનું સૂપ બનાવવા સૌથી પહેલા ચણા ને ધોઈ સાફ કરી પાંચ થીસાત કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ફરી એક વખત પલાળેલા ચણા ને ધોઈ લ્યો અને કુકરમાં નાખો સાથે જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચણા ને ચારણી માં નાખી પાણી અલગ વાસણમાં કાઢી લ્યો. હવે અલગ કરેલ પાણી ને ફરી કડાઈમાં નાખી ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકળે ત્યાર સુંધીમાં બાફેલા ચણા માંથી અડધા ચણા લઇ મિક્સર જારમાં નાખી થોડું પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને ઉકળતા પાણીમાં નાખી અને બરોબર મિક્સ કરી ઉકાળો.

મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને બાકી રાખેલા બાફેલા ચણા નાખી બીજી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી તૈયાર દયો સર્વિંગ વાટકામાં તૈયાર કરેલ સૂપ નાખો ઉપર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને જરૂર મુજબ લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે દેશી ચણા નો સૂપ.  

દેશી ચણાનું સૂપ બનાવવાની રીત

Desi Chana nu Soup banavani rit - દેશી ચણાનું સૂપ

Desi Chana nu Soup in Gujarati | દેશી ચણાનું સૂપ | Healthy Kala Chana Soup

દેશી કાળા ચણા (Black Chickpeas) નેઆયુર્વેદમાં ઘોડા જેવી તાકાત આપનાર અને પ્રોટીન તથા આયર્નનો પાવરહાઉસ માનવામાં આવેછે. આપણે ઘરમાં ચણાનું શાક કે ચણા-પૌંઆ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ચોમાસા ની ઋતુ માં જ્યારે શરદી-ખાંસી થઈ હોય, વજન ઘટાડવું હોય કે શરીરમાં નબળાઈ લાગતી હોય, ત્યારે Desi Chana nu Soup (દેશી ચણાનું સૂપ) દવાસમાન કામ કરે છે. બાળકોથી લઈને વડીલો સૌના સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ છે. ચાલો જોઈએ દેશી ચણાનું સૂપ બનાવવાની સાચી રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ ચણા
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • લીંબુનો રસ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઝીણી ડુંગળી સુધારેલ જરૂર મુજબ
  • ઝીણા લીલા મરચા સુધારેલ જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલ જરૂર મુજબ

Instructions

Desi Chana nu Soup banavani rit

  • દેશી ચણાનું સૂપ બનાવવા સૌથી પહેલા ચણા ને ધોઈ સાફ કરી પાંચ થીસાત કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ફરી એક વખત પલાળેલા ચણા ને ધોઈ લ્યો અને કુકરમાં નાખો સાથે જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચણા ને ચારણી માં નાખી પાણી અલગ વાસણમાં કાઢી લ્યો. હવે અલગ કરેલ પાણી ને ફરી કડાઈમાં નાખી ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકળે ત્યાર સુંધીમાં બાફેલા ચણા માંથી અડધા ચણા લઇ મિક્સર જારમાં નાખી થોડું પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને ઉકળતા પાણીમાં નાખી અને બરોબર મિક્સ કરી ઉકાળો.
  • મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને બાકી રાખેલા બાફેલા ચણા નાખી બીજી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી તૈયાર દયો સર્વિંગ વાટકામાં તૈયાર કરેલ સૂપ નાખો ઉપર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને જરૂર મુજબ લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે દેશી ચણા નો સૂપ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular