શ્રાદ્ધ પક્ષમાં દરેક ઘરે ચોખાની ખીર બનાવી પિતૃ ને અર્પણ કરી બધા મજા લેતા હોય છે તો આ રીતે ચોખા ની ખીર ખૂબ ઝડપથી અને ખૂબ જ ટેસ્ટી બનાવી અને પરિવાર સાથે મજા લ્યો તો ચાલો Chokha ni kheer banavani rit શીખીએ.
Kheer ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
- ચોખા 2-3 ચમચી
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- ગુલાબજળ ½ ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
Chokha ni kheer banavani rit
ચોખા ની ખીર બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી નાખી દસ થી વીસ મિનિટ પલાળી મુકો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચોખાનું પાણી નિતારી લ્યો અને નીતારેલ ચોખા ઉકળતા દૂધ માં નાખો અને મિક્સ કરી લ્યો.
દૂધ માં ચોખા ને થોડી થોડી વારે હલાવતા રહો અને ચોખા બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચોખા ચડી જાય એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને બીજી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
ખાંડ સાથે બરોબર ઉકાળી લીધા બાદ એમાં ગુલાબજળ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઉકાળી લ્યો છેલ્લે એમાં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી દસ મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ચોખા ની ખીર.
Kheer recipe notes
- અહી ચોખા ને પાણી મા પલાળી ને વાપરવા થી ચોખા ઝડપથી ચડી જાય છે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચોખા ની ખીર બનાવવાની રીત
Chokha ni kheer banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Kheer ingredients
- 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
- 2-3 ચમચી ચોખા
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી ગુલાબજળ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
Instructions
Chokha ni kheer banavani rit
- ચોખા ની ખીર બનાવવા સૌપ્રથમ ચોખા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ પાણી નાખી દસ થી વીસ મિનિટ પલાળી મુકો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં ચોખાનું પાણી નિતારી લ્યો અને નીતારેલ ચોખા ઉકળતા દૂધ માં નાખો અને મિક્સ કરી લ્યો.
- દૂધ માં ચોખા ને થોડી થોડી વારે હલાવતા રહો અને ચોખા બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ચોખા ચડી જાય એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને બીજી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો.
- ખાંડ સાથે બરોબર ઉકાળી લીધા બાદ એમાં ગુલાબજળ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડી ઉકાળી લ્યો છેલ્લે એમાં બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી દસ મિનિટ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ચોખા ની ખીર.
Kheer recipe notes
- અહી ચોખા ને પાણી મા પલાળી ને વાપરવા થી ચોખા ઝડપથી ચડી જાય છે.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કૉકોનટ મોદક ની રેસીપી | Coconut Modak Recipe
રબડી જલેબી બનાવવાની રીત | Rabdi jalebi banavani rit
ડ્રાયફ્રૂટ મિલ્ક શેક બનાવવાની રીત | dry fruits milkshake banavani rit