દેશી કાળા ચણા (Black Chickpeas) ને આયુર્વેદમાં ઘોડા જેવી તાકાત આપનાર અને પ્રોટીન તથા આયર્નનો પાવરહાઉસ માનવામાં આવે છે. આપણે ઘરમાં ચણાનું શાક કે ચણા-પૌંઆ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ચોમાસા ની ઋતુ માં જ્યારે શરદી-ખાંસી થઈ હોય, વજન ઘટાડવું હોય કે શરીરમાં નબળાઈ લાગતી હોય, ત્યારે Desi Chana nu Soup (દેશી ચણાનું સૂપ) દવા સમાન કામ કરે છે. બાળકોથી લઈને વડીલો સૌના સ્વાસ્થ્ય માટે આ શ્રેષ્ઠ છે. ચાલો જોઈએ દેશી ચણાનું સૂપ બનાવવાની સાચી રીત.
Ingredients
- ચણા 1 કપ
- મરી પાઉડર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- ચાર્ટ મસાલા 1 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણી ડુંગળી સુધારેલ જરૂર મુજબ
- ઝીણા લીલા મરચા સુધારેલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલ જરૂર મુજબ
Desi Chana nu Soup banavani rit
દેશી ચણાનું સૂપ બનાવવા સૌથી પહેલા ચણા ને ધોઈ સાફ કરી પાંચ થીસાત કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ફરી એક વખત પલાળેલા ચણા ને ધોઈ લ્યો અને કુકરમાં નાખો સાથે જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચણા ને ચારણી માં નાખી પાણી અલગ વાસણમાં કાઢી લ્યો. હવે અલગ કરેલ પાણી ને ફરી કડાઈમાં નાખી ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકળે ત્યાર સુંધીમાં બાફેલા ચણા માંથી અડધા ચણા લઇ મિક્સર જારમાં નાખી થોડું પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને ઉકળતા પાણીમાં નાખી અને બરોબર મિક્સ કરી ઉકાળો.
મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને બાકી રાખેલા બાફેલા ચણા નાખી બીજી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી તૈયાર દયો સર્વિંગ વાટકામાં તૈયાર કરેલ સૂપ નાખો ઉપર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને જરૂર મુજબ લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે દેશી ચણા નો સૂપ.
દેશી ચણાનું સૂપ બનાવવાની રીત

Desi Chana nu Soup in Gujarati | દેશી ચણાનું સૂપ | Healthy Kala Chana Soup
Equipment
- 1 કુકર
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ચણા
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી સંચળ
- 1 ચમચી ચાર્ટ મસાલા
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- લીંબુનો રસ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- ઝીણી ડુંગળી સુધારેલ જરૂર મુજબ
- ઝીણા લીલા મરચા સુધારેલ જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલ જરૂર મુજબ
Instructions
Desi Chana nu Soup banavani rit
- દેશી ચણાનું સૂપ બનાવવા સૌથી પહેલા ચણા ને ધોઈ સાફ કરી પાંચ થીસાત કલાક માટે પલાળી લ્યો ત્યાર બાદ ફરી એક વખત પલાળેલા ચણા ને ધોઈ લ્યો અને કુકરમાં નાખો સાથે જરૂર મુજબ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ગેસ પર ફૂલ તાપે એક સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી પંદર વીસ મિનીટ ચડવા દયો. વીસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચણા ને ચારણી માં નાખી પાણી અલગ વાસણમાં કાઢી લ્યો. હવે અલગ કરેલ પાણી ને ફરી કડાઈમાં નાખી ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકળે ત્યાર સુંધીમાં બાફેલા ચણા માંથી અડધા ચણા લઇ મિક્સર જારમાં નાખી થોડું પાણી નાખી સ્મૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને ઉકળતા પાણીમાં નાખી અને બરોબર મિક્સ કરી ઉકાળો.
- મિશ્રણ ઉકાળવા લાગે એટલે એમાં સંચળ, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર અને બાકી રાખેલા બાફેલા ચણા નાખી બીજી બે ચાર મિનીટ ઉકાળી લ્યો. હવે ગેસ બંધ કરી તૈયાર દયો સર્વિંગ વાટકામાં તૈયાર કરેલ સૂપ નાખો ઉપર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા મરચા સુધારેલ, લીલા ધાણા સુધારેલ અને જરૂર મુજબ લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે દેશી ચણા નો સૂપ.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Gadya Pudla Recipe in Gujarati | ગળ્યા પૂડલા | Meetha Pudla
Rajsthani bajra ni rab | રાજસ્થાની બાજરા ની રાબ બનવાની રીત
Anjeer Milk shake banavani recipe | અંજીર મિલ્કશેક બનાવવાની રેસીપી
Khand gol vagar farali cake | ખાંડ ગોળ વગર ફરાળી કેક બનાવવાની રીત
Kaju milk mathi golden milk | કાજુ મિલ્ક માંથી ગોલ્ડન મિલ્ક