કેમ છો બધા મિત્રો આજે આપણે આલું પાસ્તા બનાવવાની રીત – Aalu pasta banavani rit શીખીશું , Please subscribe home recipe YouTube channel If you like the recipe , અત્યાર સુંધી તમે બજાર માંથી તૈયાર બનેલા પાસ્તા ને ઘરે બાફી મસાલા ગ્રેવી માં નાખી ને મજા લીધી હસે અથવા બજાર તૈયાર મળતા પાસ્તા મંગાવી ને મજા લીધી હસે પણ આજ આપણે પાસ્તા ઘરે તૈયાર કરી ગ્રેવી બનાવી ને પાસ્તા બનાવશું. તો ચાલો આલું પાસ્તા બનાવવાની રીત શીખીએ.
આલું પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- ઘઉંનો લોટ 2 ચમચી
- આરા લોટ/ ચોખા નો લોટ 2 ચમચી
- વિનેગર ¼ ચમચી
- ઝીણી સુધારેલ લસણ 1 ચમચી
- ટમેટા સોસ 2 ચમચી
- સોયા સોસ ½ ચમચી
- રેડ ચીલી સોસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
આલું પાસ્તા બનાવવાની રીત
આલું પાસ્તા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ અને આરા લોટ / ચોખાનો લોટ નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો હવે જરૂર પડે તો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી લુવા બનાવી ને કોરા લોટ ની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો.
હવે તૈયાર રોટલી માંથી ચાકુથી જે સાઇઝ ના પાસ્તા બનાવવા હોય એ સાઇઝ ના લંબચોરસ કટકા કરી નાખો હવે એક કટકા ને લ્યો અને કાંટા ચમચી પર એક બાજુથી ગોળ ફેરવી ને પાસ્તા નો આકાર આપો આમ બધા કટકા માંથી પાસ્તા બનાવી લ્યો. આમ મનગમતા આકારના પાસ્તા તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર અને એક ચમચી તેલ નાખી પાણી ઉકાળી લ્યો ત્યાર બાદ તૈયાર પાસ્તા નાખી બે ત્રણ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ચમચા થી હલાવી લ્યો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. હવે ગેસ બંધ કરી નાખો ને તૈયાર પાસ્તા ને ઠંડા બરફ વાળા પાણીમાં નાખી દયો.
હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લસણ નાખી એક મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ ઠંડા પાણી માંથી પાસ્તા અને સ્વાદ મુજબ મીઠું નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
પાસ્તા ને મસાલા સાથે બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો અને ગરમ ગરમ સર્વ કરો આલું પાસ્તા.
Aalu pasta recipe notes
- અહી પાસ્તા માં તમને કોઈ શાક કે મકાઈ નાખવી હોય તો નાખી શકો છો.
- લોટ માંથી પાસ્તા બનાવી તમે એકાદ દિવસ ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં એક બે દિવસ રાખી ને પણ તૈયાર કરી શકો છો.
Aalu pasta banavani rit | Video
Youtube પર home recipe ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
Aalu pasta recipe in gujarati
આલું પાસ્તા બનાવવાની રીત | Aalu pasta banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
આલું પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- 2 ચમચી ઘઉંનો લોટ
- 2 ચમચી આરા લોટ/ ચોખા નો લોટ
- ¼ ચમચી વિનેગર
- 1 ચમચી ઝીણી સુધારેલ લસણ
- 2 ચમચી ટમેટા સોસ
- ½ ચમચી સોયા સોસ
- 1 ચમચી રેડ ચીલી સોસ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
આલું પાસ્તા બનાવવાની રીત | Aalu pasta banavani rit
- આલું પાસ્તા બનાવવા સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ અને આરા લોટ / ચોખાનો લોટ નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો હવે જરૂર પડેતો લોટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ માંથી લુવા બનાવી ને કોરા લોટ ની મદદ થી મીડીયમ જાડી રોટલી બનાવી લ્યો.
- હવે તૈયાર રોટલી માંથી ચાકુથી જે સાઇઝ ના પાસ્તા બનાવવા હોય એ સાઇઝ ના લંબચોરસ કટકા કરી નાખો હવે એક કટકા ને લ્યો અને કાંટા ચમચી પર એક બાજુથી ગોળ ફેરવી ને પાસ્તા નો આકાર આપો આમ બધા કટકા માંથી પાસ્તા બનાવી લ્યો. આમ મન ગમતા આકારના પાસ્તા તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં વિનેગર અને એક ચમચી તેલ નાખી પાણી ઉકાળી લ્યો ત્યાર બાદ તૈયાર પાસ્તા નાખી બે ત્રણ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ચમચા થી હલાવી લ્યો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. હવે ગેસ બંધ કરી નાખો ને તૈયારપાસ્તા ને ઠંડા બરફ વાળા પાણીમાં નાખી દયો.
- હવે ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લસણ નાખી એક મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ ઠંડા પાણી માંથી પાસ્તા અને સ્વાદ મુજબ મીઠું નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
- પાસ્તા ને મસાલા સાથે બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લો અને ગરમ ગરમ સર્વ કરો આલું પાસ્તા.
Aalu pasta recipe notes
- અહી પાસ્તા માં તમને કોઈ શાક કે મકાઈ નાખવી હોય તો નાખી શકો છો.
- લોટ માંથી પાસ્તા બનાવી તમે એકાદ દિવસ ડબ્બા માં ભરી ને ફ્રીઝ માં એક બે દિવસ રાખી ને પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉંની સેવ બનાવવાની રીત | ghau ni sev recipe
બટાકા પૌવા | bataka paua banavani rit | pauva in gujarati
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe gujarati
લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit | ladi pav recipe in gujarati
વણેલા ગાઠીયા | vanela gathiya recipe | vanela gathiya banavani rit