જય શ્રી કૃષ્ણ આજ આપણે પાપડી નો લોટ બનાવવાની રીત – papdi no lot banavani rit શીખીશું આ પાપડી નો લોટ ને ઘણા ખીચ્યા નો લોટ તો ઘણા લોચો પણ કહે છે Please subscribe Viraj Naik Recipes YouTube channel If you like the recipe જે બનાવો એકદમ સરળ છે ને ખાવા માં ટેસ્ટી અને હેલ્થી હોય છે જે ખૂબ ઓછી સામગ્રી ને ઓછી મહેનત થી તૈયાર થઈ જાય છે ને સવાર કે સાંજ ના નાસ્તા માં ગરમ ગરમ તેલ અને અથાણાં ના મસાલા સાથે સર્વ કરી શકો છો તો ચાલો પાપડીનો લોટ બનાવવાની રીત – papdi no lot recipe in gujarati – papdi no lot khichu – પાપડી નો લોટ બાંધવાની રીત શીખીએ.
papdi no lot ingredients
- ચોખા નો લોટ 1 કપ
- પાણી 3 કપ
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- લીલું લસણ સુધારેલ 2-3 ચમચી (ઓપ્શનલ છે)
- બેકિંગ સોડા ¼ ચમચી ( ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
- તલ નું તેલ / સીંગતેલ જરૂર મુજબ
- આચાર મસાલો જરૂર મુજબ
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot recipe in gujarati | papdi no lot banavani rit
પાપડી નો લોટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં જીરું, હાથ થી મસળી અજમો, સફેદ તલ, આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો
પાણી ઉકળવા લાગે એટલે એમાં બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં લીલું લસણ નો લીલો ભાગ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો
હવે ચોખા નો લોટ ચાળી ને એક વાસણમાં લ્યો અને રોટલી નું વેલણ લ્યો હવે થોડો થોડો લોટ ઉકળતા પાણી માં નાખો ને વેલણ વડે બરોબર હલાવતા જાઓ આમ બધો લોટ થોડો થોડો કરી નાખી દયો ને વેલણ વડે બરોબર હલાવી મિક્સ કરી લ્યો ( ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન આપવું )
ત્યારબાદ લોટ ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ફરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ( ધ્યાન રાખવું ચોખા નો લોટ બરોબર ચડી જાય )
હવે ગેસ બંધ કરી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ઉપર તેલ અને આચાર મસાલા સાથે સર્વ કરો પાપડી નો લોટ
papdi no lot recipe in gujarati notes
- અહી જો તમને એમ હોય કે ગાંઠા રહી જસે તો દોઢ કપ પાણી માં લોટ ને ચાળી ને મિક્સ કરી લ્યો ને દોઢ કપ પાણી ઉકાળી મસાલા નાખી ઉકાળી લ્યો ત્યાર બાદ પહેલેથી પાણી માં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો
- અથવા તમે ચોખા ના લોટ માં બધા મસાલા નાખી રેગ્યુલર લોટ ની જેમ લોટ બાંધી એના રોલ બનાવી ઢોકરિયા માં ચારણી માં બાફી ને પણ તૈયાર કરી શકો છો
- મસાલા તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો ને જે ના ખાતા હો તે સ્કીપ પણ કરી શકો છો
papdi no lot recipe Video | papdi no lot banavani rit
Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
papdi no lot khichu | પાપડી નો લોટ બાંધવાની રીત
પાપડી નો લોટ બનાવવાની રીત | papdi no lot banavani rit | papdi no lot recipe in gujarati | પાપડી નો લોટ બાંધવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
papdi no lot ingredients
- 1 કપ ચોખાનો લોટ
- 3 કપ પાણી
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી લીલું લસણ સુધારેલ (ઓપ્શનલ છે)
- ¼ ચમચી બેકિંગ સોડા ( ઓપ્શનલ છે)
- મીઠું સ્વાદ મુજબ
- તલ નું તેલ / સીંગતેલ જરૂર મુજબ
- આચાર મસાલો જરૂર મુજબ
Instructions
papdi no lot | પાપડી નો લોટ | papdi no lot recipe | papdi no lot khichu
- પાપડી નો લોટ બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં જીરું, હાથ થી મસળી અજમો, સફેદ તલ, આદુ મરચા ની પેસ્ટ અને મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો
- પાણી ઉકળવા લાગે એટલે એમાં બેકિંગ સોડા નાખો ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં લીલું લસણ નો લીલો ભાગ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો
- હવે ચોખા નો લોટ ચાળી ને એક વાસણમાં લ્યો અને રોટલી નું વેલણ લ્યો હવે થોડો થોડો લોટ ઉકળતા પાણી માં નાખો ને વેલણ વડે બરોબર હલાવતા જાઓ આમ બધો લોટ થોડો થોડો કરી નાખી દયો ને વેલણ વડે બરોબર હલાવી મિક્સ કરી લ્યો ( ગાંઠા ન પડે એનું ખાસ ધ્યાન આપવું )
- હવે લોટ ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ફરી ઢાંકીને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ( ધ્યાન રાખવું ચોખા નો લોટ બરોબર ચડી જાય )
- હવે ગેસ બંધ કરી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ ઉપર તેલ અને આચાર મસાલા સાથે સર્વકરો પાપડી નો લોટ
papdi no lot recipe in gujarati notes
- અહી જો તમને એમ હોય કે ગાંઠા રહી જસે તો દોઢ કપ પાણી માં લોટ ને ચાળી ને મિક્સ કરી લ્યો ને દોઢ કપ પાણી ઉકાળી મસાલા નાખી ઉકાળી લ્યો ત્યાર બાદ પહેલેથી પાણી માં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો
- અથવા તમે ચોખા ના લોટ માં બધા મસાલા નાખી રેગ્યુલર લોટ ની જેમ લોટ બાંધી એના રોલ બનાવી ઢોકરિયામાં ચારણી માં બાફી ને પણ તૈયાર કરી શકો છો
- મસાલા તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો ને જે ના ખાતા હો તે સ્કીપ પણ કરી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાઠીયાવાડી વઘારેલો રોટલો | kathiyawadi vagharelo rotlo | vagharelo rotlo kathiyawadi style
khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani | khamani recipe in gujarati
સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.