HomeDessert & Drinksઆમ પાપડ | aam papad banavani rit gujarati ma

આમ પાપડ | aam papad banavani rit gujarati ma

મિત્રો આજે આપણે આમ પાપડ બનાવવાની રીત શીખીશું , Please subscribe home recipe YouTube channel If you like the recipe , આખા વર્ષ માં આપણે બધા આંબા ની સીઝન ની આતુરતા થી રાહ જોતા હોઈએ છીએ અને આખી સીઝન આંબા ની મજા લીધા પછી પણ આંબા ને આખું વર્ષ મિસ કરતા હોઈએ ત્યારે આંબા ની મજા આખું વર્ષ લઈ શકાય એવી એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું. તો ચાલો aam papad banavani rit gujarati ma શીખીએ.

આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા આંબા 4-5
  • ખાંડ 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

aam papad banavani rit gujarati ma

આમ પાપડ બનાવવા સૌથી પહેલા આંબા ને અડધા કલાક પાણી માં પલાળી મુકો. અડધા કલાક પછી આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છાલ ઉતારી ને છોલી લ્યો. હવે એના મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ આંબા ને મિક્સર જારમાં નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો.

હવે તૈયાર પ્યુરી ને ગરણી વડે કડાઈ માં ગાળી  લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી એમાં ખાંડ નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને  પાંચ સાત મિનિટ હલવતા રહી ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

હવે થાળી પર ઘી લગાવી લ્યો અને એમાં એક થી દોઢ કડછી આંબા ની મિશ્રણ નાખી થાળી ને થપ થપાવી ને એક સરખું ફેલાવી લ્યો આમ બધા મિશ્રણ ને ફેલાવી લ્યો ત્યાર બાદ ઝીણું કપડું ઢાંકી ને તડકા માં ત્રણ ચાર દિવસ બરોબર સૂકવી લ્યો અને આમ પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુ થી કાપા પાડી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને વર્ષ આખુ મજા લ્યો આમ પાપડ.

aam papad recipe notes

  • તમે આમ પાપડ ને ઘર માં પંખા નીચે પણ પાંચ છ દિવસ સૂકવી શકો છો. અથવા ઓવેન માં 15 ડિગ્રી પર બે ત્રણ કલાક મૂકી ને પણ સૂકવી શકો છો.
  • તમે આમ પાપડ ના મિશ્રણ માં શેકેલ જીરું પાઉડર , ચાર્ટ મસાલો નાખી શકો છો.
  • તમે ખાંડ ની માત્રા આંબા ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો.

આમ પાપડ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ home recipe

Youtube પર home recipe ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

aam papad recipe in gujarati

આમ પાપડ - aam papad - aam papad banavani rit gujarati ma - aam papad recipe in gujarati

આમ પાપડ | aam papad banavani rit gujarati ma | aam papad recipe in gujarati

આજે આપણે આમ પાપડ બનાવવાની રીત શીખીશું ,આખા વર્ષ માં આપણે બધા આંબા ની સીઝન નીઆતુરતા થી રાહ જોતા હોઈએ છીએ અને આખી સીઝન આંબા ની મજા લીધા પછી પણ આંબા ને આખું વર્ષમિસ કરતા હોઈએ ત્યારે આંબા ની મજા આખું વર્ષ લઈ શકાય એવી એક વાનગી આજ આપણે બનાવતા શીખીશું.તો ચાલો aam papad banavani rit gujarati ma શીખીએ.
No ratings yet
Rate
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 20 રોલ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

આમ પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 પાકેલા આંબા
  • 4-5 ચમચી ખાંડ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

આમ પાપડ | aam papad banavani rit gujarati ma | aam papad recipe in gujarati

  • આમ પાપડ બનાવવા સૌથી પહેલા આંબા ને અડધા કલાક પાણી માં પલાળી મુકો. અડધા કલાક પછી આંબા ને ધોઇને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છાલ ઉતારી ને છોલી લ્યો. હવે એના મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ આંબા ને મિક્સર જારમાં નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો.
  • હવે તૈયાર પ્યુરી ને ગરણી વડે કડાઈ માં ગાળી  લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકી એમાંખાંડ નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને પાંચ સાત મિનિટ હલવતા રહી ચડાવી લ્યો. સાતમિનિટ પછી એમાં લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  • હવે થાળી પર ઘી લગાવી લ્યો અને એમાં એક થી દોઢ કડછી આંબા ની મિશ્રણ નાખી થાળી ને થપ થપાવીને એક સરખું ફેલાવી લ્યો આમ બધા મિશ્રણ ને ફેલાવી લ્યો ત્યાર બાદ ઝીણું કપડું ઢાંકીને તડકા માં ત્રણ ચાર દિવસ બરોબર સૂકવી લ્યો અને આમ પાપડ બરોબર સુકાઈ જાય એટલે ચાકુથી કાપા પાડી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને વર્ષ આખુ મજા લ્યો આમ પાપડ.

aam papad recipe notes

  • તમે આમ પાપડ ને ઘર માં પંખા નીચે પણ પાંચ છ દિવસ સૂકવી શકો છો. અથવા ઓવેન માં 15 ડિગ્રી પર બે ત્રણ કલાક મૂકી ને પણ સૂકવી શકો છો.
  • તમે આમ પાપડ ના મિશ્રણ માં શેકેલ જીરું પાઉડર , ચાર્ટ મસાલો નાખી શકો છો.
  • તમે ખાંડ ની માત્રા આંબા ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

શાહી કુલ્ફી બનાવવાની રીત | Shahi kulfi banavani rit

આમ પન્ના શરબત બનાવવાની રીત | Aam panna sharbat banavani rit | mango panna in gujarati

મોહનથાળ ની રેસીપી | mohanthal recipe | mohanthal banavani rit

રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular