આપણે ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ બનાવવાની રીત શીખીશું. જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને અત્યાર સુંધી હોટલ કે રેસ્ટોરન્ટ માં જ મંગાવી ને લિમિટેડ મજા લીધી હસે હવે ઘરે બનાવી પેટ ભરી ને મજા લઈ શકો છો અને આવેલા મહેમાન ને Cheese Corn Cigar Rolls with dip પણ ખવડાવી શકો છો.
સીગાર રોલ શીટ જરૂર મુજબ
- મોઝારેલા ચીઝ ½ કપ
- પ્રોસેસ ચીઝ 2 ક્યૂબ
- બાફેલા મકાઈના દાણા ¼ કપ
- ઓરેગાનો 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ઝીણું સમારેલું લસણ / લસણ નો પાઉડર ½ ચમચી
- લીલ ધાણા સુધારેલા 5-7 ચમચી
- મેંદા નો લોટ 2 ચમચી
- પાણી 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ડીપ બનાવવા માટેની સામગ્રી
- ટમેટા કેચઅપ ½ કપ
- રેડ ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મધ 1 ચમચી
- ઓલિવ ઓઇલ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Cheese Corn Cigar Rolls with dip ni recipe
ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મોઝરેલા ચીઝ લ્યો એમાં પ્રોસેસ ચીઝ ને છીણી ને નાખો સાથે બાફેલા મકાઈ ના દાણા, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર, લસણ નો પાઉડર/ લસણ સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં મેંદા નો લોટ અને પાણી નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના રોલ બનાવી તૈયાર કરી લ્યો. શીટ લ્યો એમાં તૈયાર કરેલ રોલ મૂકી શીટ ની બધી બાજુ તૈયાર કરેલ સ્લરી લગાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુથી ફોલ્ડ કરી લ્યો,
ત્યાર બાદ ગોળ ગોળ ફેરવી ને લ્યો છેલ્લે ફરી સ્લરી લગાવી દયો અને બરોબર પેક કરી લ્યો. આમ બધા રોલ ને શીટ માં મૂકી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર રોલ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને તરી લ્યો. આમ બધા રોલ ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને સોસ સાથે સર્વ કરો.
ટમેટા કેચઅપ, રેડ ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, ઓલિવ ઓઇલ અને મધ ને મિક્સ કરી ડીપ તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને ડિપ સાથે સર્વ કરો ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ.
Cheese Corn Cigar Rolls recipe notes
- રોલ ને સ્લરી થી બરોબર પેક કરવા જેથી તરતી વખતે ખુલી ના જાય.
- શીટ તમે બજાર માંથી કે ઘરે મેંદા માં લોટ કે ઘઉંના લોટની તૈયાર કરી ને પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ ની રેસીપી

Cheese Corn Cigar Rolls with dip ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
સીગાર રોલ શીટ જરૂર મુજબ
- ½ કપ મોઝારેલા ચીઝ
- 2 ક્યૂબ પ્રોસેસ ચીઝ
- ¼ કપ બાફેલા મકાઈના દાણા
- 1 ચમચી ઓરેગાનો
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી ઝીણું સમારેલું લસણ / લસણ નો પાઉડર
- 5-7 ચમચી લીલ ધાણા સુધારેલા
- 2 ચમચી મેંદા નો લોટ
- 2-3 ચમચી પાણી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
ડીપ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ટમેટા કેચઅપ
- 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ
- 1 ચમચી મધ
- 1 ચમચી ઓલિવ ઓઇલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Cheese Corn Cigar Rolls ni recipe
- ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મોઝરેલા ચીઝ લ્યો એમાં પ્રોસેસ ચીઝ ને છીણી ને નાખો સાથે બાફેલા મકાઈ ના દાણા, લીલા ધાણા સુધારેલા, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાઉડર, લસણ નો પાઉડર/ લસણ સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં મેંદા નો લોટ અને પાણી નાખી મિક્સ કરી સ્લરી તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે તૈયાર કરેલ મિશ્રણ માંથી જે સાઇઝ ના રોલ બનાવવા હોય એ સાઇઝ ના રોલ બનાવી તૈયાર કરી લ્યો. શીટ લ્યો એમાં તૈયાર કરેલ રોલ મૂકી શીટ ની બધી બાજુ તૈયાર કરેલ સ્લરી લગાવી લ્યો અને ત્યાર બાદ બને બાજુથી ફોલ્ડ કરી લ્યો,
- ત્યાર બાદ ગોળ ગોળ ફેરવી ને લ્યો છેલ્લે ફરી સ્લરી લગાવી દયો અને બરોબર પેક કરી લ્યો. આમ બધા રોલ ને શીટ માં મૂકી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર રોલ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી ઉથલાવી ને તરી લ્યો. આમ બધા રોલ ને ગોલ્ડન તરી ને તૈયાર કરી લ્યો અને સોસ સાથે સર્વ કરો.
- ટમેટા કેચઅપ, રેડ ચીલી ફ્લેક્સ, મીઠું સ્વાદ અનુસાર, ઓલિવ ઓઇલ અને મધ ને મિક્સ કરી ડીપ તૈયાર કરી લ્યો અને તૈયાર રોલ ને ડિપ સાથે સર્વ કરો ચીઝ કોર્ન સીગાર રોલ વિથ ડીપ.
Cheese Corn Cigar Rolls recipe notes
- રોલ ને સ્લરી થી બરોબર પેક કરવા જેથી તરતી વખતે ખુલી ના જાય.
- શીટ તમે બજાર માંથી કે ઘરે મેંદા માં લોટ કે ઘઉંના લોટની તૈયાર કરી ને પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આલું સેવ ની રેસીપી | Aloo sev recipe
ભાખરવડી બનાવવાની રીત | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati
જુવાર ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | Juvar na lot no muthiya banavani rit
સેવ મમરા બનાવવાની રીત | sev mamra banavani rit
ભેલ પુરી બનાવવાની રીત | bhel puri recipe
બ્રેડ સમોસા બનાવવાની રીત | Bread samosa banavani rit
પિઝા ચીઝ બોમ્બ બનાવવાની રીત | Pizza cheese bombs banavani rit