જય શ્રી કૃષ્ણ આજ આપણે ભાખરવડી બનાવવાની રીત – bhakarwadi recipe gujarati શીખીશું. આ એક ગુજરાત અને મહારાષ્ટ્ર ની ફેમસ નાસ્તો છે, Please subscribe Meena’s Home YouTube channel If you like the recipe , ને ગુજરાત માં વડોદરા ની ભાખરવડી સૌથી વધારે દેશ અને દુનિયા માં પ્રખ્યાત છે જે ખાટી મીઠું તીખી અને અલગ અલગ ફ્લેવર્સ વાળી મળતી હોય છે તો ચાલો આજ આપણે ઘરે bhakarwadi banavani rit – bhakhar badi recipe in gujarati શીખીએ.
ભાખરવડી નો લોટ બાંધવા માટેની સામગ્રી | bhakarwadi ingredientsભાખરવડી બનાવવાની રીત | bhakarwadi recipe gujarati
- મેંદા નો લોટ 1 ½ કપ
- બેસન 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ગરમ તેલ 4-5 ચમચી
- પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- આખા ધાણા 2 ચમચી
- વરિયાળી 2 ચમચી
- જીરું 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- ખસખસ ½ ચમચી
- સૂકા છીણેલું નારિયેળ 5-6 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ખાંડ 2 ચમચી
- હિંગ ⅛ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
- બેસન સેવ ¼ કપ
- ગોળ આંબલી નો પલ્પ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
ગોળ આંબલી નો પલ્પ બનાવવા માટેની સામગ્રી
- આંબલી 2-3 ચમચી
- ગોળ 2-3 ચમચી
- પાણી ½ કપ
- તરવા માટે તેલ
ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi recipe gujarati
ભાખરવડી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી ને લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ લગાવી રોલ બનાવી કાપી ને તરી ને ભાખરવડી તૈયાર કરીશું. તો ચાલો ભાખરવડી બનાવવાની રીત શીખીએ.
ભાખરવડી નો લોટ બાંધવાની રીત
સૌથી પહેલા એક કથરોટ માં મેંદા નોનલોટ ચાળી ને લ્યો સાથે બેસન નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સટફિંગ બનાવવાની રીત
ભાખરવડી માટે નું સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં સૂકા આખા ધાણા, વરિયાળી અને જીરું નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો જીરું નો થોડો બ્રાઉન રંગ આવે એટલે એમાં સફેદ તેલ અને ખસખસ નાખી અડધી મિનિટ શેકી લ્યો.
હવે એમાં સૂકું છીણેલું નારિયેળ અને ધોઇ બિલકુલ કોરા કરેલ લીલા ધાણા ઝીણા સમારેલા નાખી એને પણ શેકી લ્યો ને નારિયળ નો રંગ અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો શેકેલ મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મીઠું સ્વાદ મુજબ , હિંગ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ખાંડ અને ને ત્રણ ચમચી સેવ નાખી મિક્સ કરી લ્યો.
હવે બધા મસાલા ને અલગ વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
ગોળ આંબલી નો પલ્પ બનાવવાની રીત
એક તપેલી માં સાફ કરી બીજ કાઢેલ આંબલી લ્યો એમાં છીનોલો ગોળ અને પાણી નાખી ગેસ પર મૂકો અને ત્યાર બાદ પાણી ઊકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ રહેવા દયો ને પાણી થોડું ઠંડું થાય એટલે હાથ વડે મેસ કરી અથવા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો.
ભાખરવડી બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને બે થી ત્રણ ભાગ માં અલગ કરી લ્યો ત્યાર બાદ એક ભાગ લ્યો અને વેલણ વડે ચોરસ કે લંબચોરસ વણી લ્યો અથવા ગોળ વણી ને સાઈડ કાપી ચોરસ બનાવી લ્યો રોટલી ના ઘણી જાડી કે ના ઘણી પાતળી એટલે કે મિડીયમ બનાવી લ્યો.
હવે વનેલ રોટલી પર આંબલી ની પેસ્ટ લગાવો અને તૈયાર કરેલ મસાલો નું એક પળ બનાવો ( જેટલી જાડી રોટલી હોય એટલું જ જાડું પડ બનાવવું હવે એના પર આંબલી ગોળ નો પલ્પ કિનારેથી થોડું અંદર રહે એમ આખા માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને જે સાઇઝ નું પડ બનાવેલ છે એ સાઇઝ નું સર્ફિંગ મૂકી એના પર એકાદ ને ચમચી સેવ છાંટી વેલણ વડે થોડી વણી લ્યો.
હવે પડ ની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવી ને રોલ બનાવતા જાઓ રોલ બરોબર દબાવી ને ટાઈટ બનાવવો ને રોલ ને બને હથેળી વડે થોડો દબાવી ને ગોળ ગોળ ફેરવી લ્યો ત્યાં બાદ ચાકુ થી કાપી લ્યો ને કટકા ને આંગળી કે હથેળી વડે થોડી દબાવી લ્યો જેથી મસાલો અલગ ના થઈ જાય આમ બધી ભાખરવડી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં એક વખત માં સમાય એટલી ભાખરવડી નાખી ને એમ જ પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઝારાથી હલાવી ને બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો,
ભાખરવડી થોડી ગોલ્ડન થાય એટલે ગેસ ને થોડો ફૂલ કરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને ગેસ પાછો ધીમો કરી એમાં બીજી ભાખરવડી તરવા નાખો આમ બધી ભાખરવડી તરી ને તૈયાર કરી લ્યો ને ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો ભાખરવડી.
bhakhar badi recipe in gujarati notes
- ભાખરવડી નો લોટ જો તમે થોડો નરમ બાંધશો તો ભાખરવડી તરી લીધા બાદ નરમ બની જશે
- મસાલા માં તીખાશ અને ચટપટી તમે તમારી પસંદ મુજબ કરી શકો છો
- ભાખરવડી ને ધીમા તાપે તરવી જેથી અંદર ના પડ પણ બરોબર ચડી જાય
- અહી જો તમને લસણ નો ફ્લેવર્સ ભાવતો હોય તો એક બે ચમચી મસાલો બનાવતા સમયે લસણની પેસ્ટ પણ નાખી શકો છો
bhakarwadi banavani rit | Recipe Video
Youtube પર Meena’s Home ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
gujarati bhakarwadi recipe | bhakhar badi recipe in gujarati
bhakarwadi | bhakarwadi gujarati | gujarati bhakarwadi | bhakarwadi recipe gujarati | bhakarwadi recipe | ભાખરવડી | bhakarwadi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ભાખરવડી નો લોટ બાંધવા માટેની સામગ્રી | bhakarwadi ingredients | bhakarwadi recipe ingredients
- 1 ½ કપ મેંદાનો લોટ
- 3-4 ચમચી બેસન
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી ગરમ તેલ
- પાણીજરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 2 ચમચી આખા ધાણા
- 2 ચમચી વરિયાળી
- 2 ચમચી જીરું
- 2 ચમચી સફેદ તલ
- ½ ચમચી ખસખસ
- 5-6 ચમચી સૂકા છીણેલું નારિયેળ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી ખાંડ
- ⅛ ચમચી હિંગ
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
- ¼ બેસન સેવ
- ¼ ગોળ આંબલી નો પલ્પ
- મીઠું સ્વાદ મુજબ
ગોળ આંબલી નો પલ્પ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી આંબલી
- 2-3 ચમચી ગોળ
- ½ કપ પાણી
- તરવા માટે તેલ
Instructions
bhakarwadi recipe | ભાખરવડી | bhakarwadi banavani rit | gujarati bhakarwadi recipe | ભાખરવડી બનાવવાની રીત | bhakhar badirecipe in gujarati
- ભાખરવડી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી ને લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ લગાવી રોલ બનાવી કાપી ને તરી ને ભાખરવડી તૈયાર કરીશું. તો ચાલો ભાખરવડી બનાવવાની રીત શીખીએ
ભાખરવડી નો લોટ બાંધવાની રીત
- સૌથી પહેલા એક કથરોટ માં મેંદા નોનલોટ ચાળી ને લ્યો સાથે બેસન નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સટફિંગ બનાવવાની રીત
- ભાખરવડી માટે નું સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં સૂકા આખા ધાણા, વરિયાળી અનેજીરું નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો જીરું નો થોડો બ્રાઉન રંગ આવે એટલે એમાંસફેદ તેલ અને ખસખસ નાખી અડધી મિનિટ શેકી લ્યો.
- હવેએમાં સૂકું છીણેલું નારિયેળ અને ધોઇ બિલકુલ કોરા કરેલ લીલા ધાણા ઝીણા સમારેલા નાખીએને પણ શેકી લ્યો ને નારિયળ નો રંગ અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો શેકેલ મસાલાબરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મીઠું સ્વાદ મુજબ , હિંગ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, ખાંડ અને ને ત્રણ ચમચી સેવ નાખી મિક્સ કરી લ્યો.
- હવે બધા મસાલા ને અલગ વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
ગોળ આંબલી નો પલ્પ બનાવવાની રીત
- એક તપેલીમાં સાફ કરી બીજ કાઢેલ આંબલી લ્યો એમાં છીનોલો ગોળ અને પાણી નાખી ગેસ પર મૂકો અને ત્યારબાદ પાણી ઊકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ રહેવા દયોને પાણી થોડું ઠંડું થાય એટલે હાથ વડે મેસ કરી અથવા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો.
ભાખરવડી બનાવવાની રીત
- બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને બે થી ત્રણ ભાગ માં અલગ કરી લ્યો ત્યાર બાદ એક ભાગ લ્યો અને વેલણ વડે ચોરસ કે લંબચોરસ વણી લ્યો અથવા ગોળ વણી ને સાઈડ કાપી ચોરસ બનાવી લ્યો રોટલી ના ઘણી જાડી કે ના ઘણી પાતળી એટલે કે મિડીયમ બનાવી લ્યો.
- હવે વનેલ રોટલી પર આંબલી ની પેસ્ટ લગાવો અને તૈયાર કરેલ મસાલો નું એક પળ બનાવો ( જેટલી જાડી રોટલી હોય એટલુંજ જાડું પડ બનાવવું હવે એના પર આંબલી ગોળ નો પલ્પ કિનારેથી થોડું અંદર રહે એમ આખા માંતૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને જે સાઇઝ નું પડ બનાવેલ છે એ સાઇઝ નું સર્ફિંગ મૂકી એના પર એકાદ ને ચમચી સેવછાંટી વેલણ વડે થોડી વણી લ્યો.
- હવે પડ ની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવી ને રોલ બનાવતા જાઓ રોલ બરોબર દબાવી ને ટાઈટ બનાવવો ને રોલ ને બને હથેળી વડે થોડો દબાવી ને ગોળ ગોળ ફેરવી લ્યો ત્યાં બાદ ચાકુ થી કાપી લ્યો ને કટકા ને આંગળી કે હથેળીવડે થોડી દબાવી લ્યો જેથી મસાલો અલગ ના થઈ જાય આમ બધી ભાખરવડી વણી ને તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં એક વખત માં સમાય એટલી ભાખરવડી નાખી ને એમ જ પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઝારાથી હલાવી ને બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો,
- ભાખરવડી થોડી ગોલ્ડન થાય એટલે ગેસને થોડો ફૂલ કરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢીલ્યો ને ગેસ પાછો ધીમો કરી એમાં બીજી ભાખરવડી તરવા નાખો આમ બધી ભાખરવડી તરી ને તૈયારકરી લ્યો ને ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો ભાખરવડી.
bhakhar badi recipe in gujarati notes
- ભાખરવડી નો લોટ જો તમે થોડો નરમ બાંધશો તો ભાખરવડી તરી લીધા બાદ નરમ બની જશે.
- મસાલામાં તીખાશ અને ચટપટી તમે તમારી પસંદ મુજબ કરી શકો છો.
- ભાખરવડી ને ધીમા તાપે તરવી જેથી અંદર ના પડ પણ બરોબર ચડી જાય.
- અહી જો તમને લસણ નો ફ્લેવર્સ ભાવતો હોય તો એક બે ચમચી મસાલો બનાવતા સમયે લસણની પેસ્ટ પણનાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit
pakodi banavani rit | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit
ઢોકળા બનાવવાની રીત | dhokla banavani rit | dhokla recipe in gujarati
પાવભાજી | gujarati pav bhaji | pav bhaji in gujarati | pav bhaji gujarati | પાવભાજી ની રેસીપી
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.