Home Nasta Corn pakoda recipe : ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રેસીપી

Corn pakoda recipe : ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Recipes Hub

વરસાદ ની મોસમ છે અને ગરમ ગરમ ભજીયા અને પકોડા તો બધાને પસંદ આવતા જ હોય છે અને એજ બટાકા , ડુંગળી કે મરચાના ભજીયા ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો આ રીતે મકાઈ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા બનાવી મજા લ્યો તો ચાલો Corn pakoda banavani rit શીખીએ.

કોર્ન પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • બેસન જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Corn pakoda banavani rit

કોર્ન પકોડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને પાણીથી ધોઈ  સાફ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી દાણા કાઢી અલગ કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી એમાં આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડો થોડો બેસન નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ નાખી મિક્સ કરતા જાઓ. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી નાના નાના પકોડા હાથ થી કે ચમચીથી નાખો અને ત્યાર બાદ બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા પકોડા ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો કોર્ન પકોડા.

Corn pakoda NOTES

  • અહી પકોડા ના મિશ્રણ માં તમે ચાર્ટ મસાલો / પેરી પેરી મસાલો અથવા તમને પસંદ હોય એવા મસાલા નાખી સ્વાદ માં વધારો કરી શકો છો.

Corn pakoda recipe

Video Credit : Youtube/ Recipes Hub

Youtube પર Recipes Hub ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રીત

ક્રિસ્પી કોર્ન પકોડા - Corn pakoda - ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રીત - Corn pakoda banavani rit - Corn pakoda recipe

Corn pakoda banavani rit

વરસાદ ની મોસમ છે અને ગરમ ગરમ ભજીયા અને પકોડા તો બધાનેપસંદ આવતા જ હોય છે અને એજ બટાકા , ડુંગળી કેમરચાના ભજીયા ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો આ રીતે મકાઈ માંથી ક્રિસ્પી અને ટેસ્ટી પકોડા બનાવી મજા લ્યો તો ચાલો Corn pakoda banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 18 minutes
Total Time: 28 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોર્ન પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 મકાઈ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • બેસન જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Corn pakoda banavani rit

  • કોર્ન પકોડા બનાવવા સૌપ્રથમ મકાઈ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો અને ત્યાર બાદ ચાકુથી દાણા કાઢી અલગ કરી એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મસળી લ્યો અને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી એમાં આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડો થોડો બેસન નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ નાખી મિક્સ કરતા જાઓ. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ માંથી નાના નાના પકોડા હાથ થી કે ચમચીથી નાખો અને ત્યાર બાદ બધી બાજુથી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ થોડા થોડા કરી બધા પકોડા ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ ચટણી કે સોસ સાથે મજા લ્યો કોર્ન પકોડા.

Corn pakoda NOTES

  • અહી પકોડા ના મિશ્રણ માં તમે ચાર્ટ મસાલો / પેરી પેરી મસાલો અથવા તમને પસંદ હોય એવા મસાલા નાખી સ્વાદ માં વધારો કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version