Home Nasta Dudhi Paneer Tikki Recipe in Gujarati | દુધી પનીરની ફરાળી ટીક્કી

Dudhi Paneer Tikki Recipe in Gujarati | દુધી પનીરની ફરાળી ટીક્કી

0

વ્રત(Vrat) હોય ને ત્યારે ના ખાવું હોય અને કઈંક હેલ્થી અને હાઈ પ્રોટીન ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ટીક્કી બનાવી ને ખાઈ શકો છો જે ખુબ ઓછા તેલ / ઘી માં બનાવી શકો છો. જે હેલ્થી ની સાથે ટેસ્ટી પણ લાગશે આ Dudhi Paneer ni Farali Tikki (દૂધી-પનીરની ટિક્કી). જ્યારે પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આ ટિક્કી અંદરથી રૂ જેવી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે. ચાલો જોઈએ દૂધી અને પનીરની ફરાળી ટિક્કી બનાવવાની રીત.

Ingredients

  1. છીણેલી દુધી 1 કપ
  2. છીણેલું પનીર 1 કપ
  3. શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 4-5 ચમચી 
  4. જીરું ½ ચમચી
  5. આદુની પેસ્ટ ½ ચમચી
  6. લીલા મરચા ઝીણા સુધારેલ 2-3
  7. લીલા ધાણા ઝીણા સુધારેલ 3-4 ચમચી
  8. કુંટું નો લોટ / ફરાળી લોટ ¼ કપ
  9. મરી પાઉડર ¼ ચમચી
  10. ફરાળી મીઠું સ્વાદ મુજબ
  11. ઘી / તેલ જરૂર મુજબ

Dudhi paneer ni farali tikki banavani rit

દુધી પનીરની ફરાળી ટીક્કી બનાવવા સૌથી પહેલા પનીર ને છીણી વડે છીણી લઇ કથરોટમાં નાખો સાથે એમાં ધોઈ સાફ કરી ઝીણા સુધારેલ લીલા મરચા, શેકેલ સિંગદાણા નો ભૂકો, જીરું, મરી પાઉડર, કુંટું નો લોટ / ફરાળી લોટ, આદુની પેસ્ટ લ્યો ત્યાર બાદ એમાં દુધી છોલી ધોઈ છીણી થી છીણી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર હાથ થી મસળી મિક્સ કરી મીડીયમ કઠણ મિશ્રણ તૈયાર કરી લ્યો. 

હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઈજ ની ટીક્કી બનાવી હોય એ સાઈઝ નું મિશ્રણ લઇ મનગમતા આકાર આપો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકારની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન માં થોડું ઘી / તેલ નાખી ગરમ કરી ગેસ ધીમો કરી એમાં તૈયાર ટીક્કી મુકો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો.

બને બાજુથી ટીક્કી ગોલ્ડન થાય એટલે ઉતારી બીજી ટીક્કી શેકી લ્યો. આમ બધી ટીક્કી શેકી લઇ ફરાળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી દુધી પનીર ટીક્કી.

જો મિશ્રણ પાતળું લાગતું હોય તો જરૂર મુજબ વધુ થોડો ફરાળી લોટ નાખવો.

અહી તમે જે સામગ્રી ફરાળમાં ના ખાતા હો એને સ્કીપ કરી શકો છો.

દુધી પનીરની ફરાળી ટીક્કી બનાવવાની રીત

Dudhi paneer ni farali tikki - દુધી પનીરની ફરાળી ટીક્કી બનાવવાની રીત

Dudhi Paneer Tikki Recipe in Gujarati | દુધી પનીરની ફરાળી ટીક્કી

વ્રત(Vrat) હોય ને ત્યારે ના ખાવું હોય અને કઈંક હેલ્થી અને હાઈપ્રોટીન ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ટીક્કી બનાવી ને ખાઈ શકો છો જે ખુબ ઓછા તેલ / ઘી માં બનાવીશકો છો. જે હેલ્થી નીસાથે ટેસ્ટી પણ લાગશે આ Dudhi Paneer ni Farali Tikki (દૂધી-પનીરની ટિક્કી). જ્યારેપનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આ ટિક્કી અંદરથી રૂ જેવી સોફ્ટ અને બહારથી એકદમક્રિસ્પી બને છે. ચાલો જોઈએ દૂધી અને પનીરની ફરાળી ટિક્કી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 છીણી
  • 1 પેન / તવી
  • 1 કથરોટ

Ingredients

  • 1 કપ છીણેલી દુધી
  • 1 કપ છીણેલું પનીર
  • 4-5 ચમચી શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 2-3 લીલા મરચા ઝીણા સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા ઝીણા સુધારેલ
  • ¼ કપ કુંટું નો લોટ / ફરાળી લોટ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

Instructions

Dudhi paneer ni farali tikki banavani rit

  • દુધી પનીરની ફરાળી ટીક્કી બનાવવા સૌથી પહેલા પનીર ને છીણી વડે છીણી લઇ કથરોટમાં નાખો સાથે એમાં ધોઈ સાફ કરી ઝીણા સુધારેલ લીલા મરચા, શેકેલ સિંગદાણા નો ભૂકો, જીરું, મરી પાઉડર, કુંટું નો લોટ / ફરાળી લોટ, આદુની પેસ્ટ લ્યો ત્યાર બાદ એમાં દુધી છોલી ધોઈ છીણી થી છીણી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર હાથ થી મસળી મિક્સ કરી મીડીયમ કઠણ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર મિશ્રણ માંથી જે સાઈજ ની ટીક્કી બનાવી હોય એ સાઈઝ નું મિશ્રણ લઇ મનગમતા આકાર આપો. આમ બધા મિશ્રણ માંથી મનગમતા આકારની ટીક્કી બનાવી લ્યો. હવે ગેસ પર તવી અથવા પેન માં થોડું ઘી / તેલ નાખી ગરમ કરી ગેસ ધીમો કરી એમાં તૈયાર ટીક્કી મુકો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો.
  • બને બાજુથી ટીક્કી ગોલ્ડન થાય એટલે ઉતારી બીજી ટીક્કી શેકી લ્યો. આમ બધી ટીક્કી શેકી લઇ ફરાળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી દુધી પનીર ટીક્કી.
  • જો મિશ્રણ પાતળું લાગતું હોય તો જરૂર મુજબ વધુ થોડો ફરાળી લોટ નાખવો.
  • અહી તમે જે સામગ્રી ફરાળમાં ના ખાતા હો એને સ્કીપ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version