Home Dessert & Drinks Rajgara na Ladoo Recipe in Gujarati | રાજગરાના લાડુ | Farali Ladoo

Rajgara na Ladoo Recipe in Gujarati | રાજગરાના લાડુ | Farali Ladoo

0

વ્રત કે ઉપવાસ મા શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. સાબુદાણા કે બટાકા ખાવાથી ઘણીવાર ગેસ કે એસિડિટી થઈ શકે છે અને રાજગરા (Amaranth) માં કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે આ ફરાળી લાડુ એક વખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો અને નવરાત્રી કે શ્રાવણ માસમાં બનાવી તમે લાંબા સમય સુંધી ખાઈ શકો છો . વ્રત હોય કે ના હોય તમે આ લાડુ બનાવી ખાઈ શકો છો. આજ આપણે આ લાડુમાં કોઈ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર ખુબ હેલ્થી રીતે Rajgara na Ladoo (રાજગરાના ફરાળી લાડુ) તૈયાર કરીશું.

Rajgara Ladoo Ingredients

  1. રાજગરા નો લોટ 1 કપ
  2. ઘી ½ કપ
  3. ખજુર ના કટકા 1 કપ
  4. કાજુ ના કટકા 2-3 ચમચી
  5. બદામના કટકા 2-3 ચમચી
  6. પિસ્તાના કટકા 1-2 ચમચી
  7. એલચી પાઉડર ¼ ચમચી
  8. જાયફળ પાઉડર 1/8 ચમચી

Rajgara na Ladoo banavani rit

રાજગરાના ફરાળી લાડુ બનાવવા સૌથી પહેલા કાજુ, બાદમ અને પિસ્તાના કટકા કરી લ્યો સાથે ખજૂરના ઠળિયા ટોપલી દુર કરી એને ચાકુથી નાના કટકા કરી લેશું. અને ત્યાર બાદ લોટ ને સાફ ચારણી વડે ચાળી લેશું. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘે નાખી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ અને પિસ્તાના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લેશું.

શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લેશું. હવે પા કપ ઘી ફરી કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગરમ કરીશું. ઘી ગરમ થઇ ઓગળે એટલે એમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેશું. લોટ શેકાઈ જાય એટલે એમાં બાકી રાખેલ ઘી માંથી અડધું ઘી નાખી મિક્સ ક્રીં લઇ બે મિનીટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

ત્યારબાદ અને ફેલાવી ને ઠંડો કરવા મૂકી દયો. હવે ફરી એજ ઘી માં બાકીના ઘી ને નાખી ગરમ કરી એમાં ખજૂરના કટકા નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખજુર ચડી ને નરમ થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો. ખજુર નરમ થાય એટલે ગેસ બંધ કરી ને નરમ ખજૂરને શેકેલ લોટ માં નાખો સાથે એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો.

હવે ઠંડા થયેલ મિશ્રણ માંથી થોડું મિશ્રણ મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં બે ત્રણ વખત ફેરવી કાઢી લેશું આમ બધા મિશ્રણ ને પીસી લેશું અને કથરોટ માં કાઢી લેશું હવે પીસેલા મિશ્રણ માં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લેશું. આમ બધા લાડુ તૈયાર કરી ડબ્બામાં ભરી વ્રત ઉપવાસમાં જયારે ભુખ લાગે ત્યારે ખાઈ શકાય છે તો તૈયાર છે ફરાળી રાજગરા ના લાડુ.

ખજુર ની માત્ર તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

રાજગરાના ફરાળી લાડુ બનાવવાની રીત

Rajgara na Ladoo - રાજગરાના ફરાળી લાડુ બનાવવાની રીત - Rajgara na Farali Ladoo

Rajgara na Ladoo Recipe in Gujarati | રાજગરાના લાડુ | Farali Ladoo

વ્રત કે ઉપવાસ મા શરીરમાં એનર્જી જાળવીરાખવા માટે પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. સાબુદાણા કે બટાકા ખાવાથી ઘણીવાર ગેસકે એસિડિટી થઈ શકે છે અને રાજગરા (Amaranth) માં કેલ્શિયમ, પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. ત્યારે આ ફરાળી લાડુ એકવખત બનાવી લાંબા સમય સુંધી ખાઈ શકો છો અને નવરાત્રી કે શ્રાવણ માસમાં બનાવી તમેલાંબા સમય સુંધી ખાઈ શકો છો . વ્રત હોય કે ના હોયતમે આ લાડુ બનાવી ખાઈ શકો છો. આજ આપણે આલાડુમાં કોઈ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર ખુબ હેલ્થી રીતે Rajgara na Ladoo (રાજગરાના ફરાળી લાડુ) તૈયાર કરીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કથરોટ

Ingredients

Rajgara Ladoo Ingredients

  • 1 કપ રાજગરા નો લોટ
  • ½ કપ ઘી
  • 1 કપ ખજુર ના કટકા
  • 2-3 ચમચી કાજુ ના કટકા
  • 2-3 ચમચી બદામના કટકા
  • 1-2 ચમચી પિસ્તાના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ પાઉડર

Instructions

Rajgara na Ladoo banavani rit

  • રાજગરાના ફરાળી લાડુ બનાવવા સૌથી પહેલા કાજુ, બાદમ અને પિસ્તાના કટકા કરી લ્યો સાથે ખજૂરના ઠળિયા ટોપલી દુર કરી એને ચાકુથી નાના કટકા કરી લેશું. અને ત્યાર બાદ લોટ ને સાફ ચારણી વડે ચાળી લેશું. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘે નાખી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં કાજુ, બદામ અને પિસ્તાના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લેશું.
  • શેકેલ ડ્રાય ફ્રુટ ને બીજા વાસણમાં કાઢી લેશું. હવે પા કપ ઘી ફરી કડાઈમાં નાખી ગેસ ચાલુ કરી ગરમ કરીશું. ઘી ગરમ થઇ ઓગળે એટલે એમાં ચાળી રાખેલ રાજગરા નો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લેશું. લોટ શેકાઈ જાય એટલે એમાં બાકી રાખેલ ઘી માંથી અડધું ઘી નાખી મિક્સ ક્રીં લઇ બે મિનીટ શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ અને ફેલાવી ને ઠંડો કરવા મૂકી દયો. હવે ફરી એજ ઘી માં બાકીના ઘી ને નાખી ગરમ કરી એમાં ખજૂરના કટકા નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખજુર ચડી ને નરમ થાય ત્યાં સુંધી હલાવતા રહી ચડાવો. ખજુર નરમ થાય એટલે ગેસ બંધ કરી ને નરમ ખજૂરને શેકેલ લોટ માં નાખો સાથે એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
  • હવે ઠંડા થયેલ મિશ્રણ માંથી થોડું મિશ્રણ મિક્સર જારમાં નાખી પ્લસ મોડમાં બે ત્રણ વખત ફેરવી કાઢી લેશું આમ બધા મિશ્રણ ને પીસી લેશું અને કથરોટ માં કાઢી લેશું હવે પીસેલા મિશ્રણ માં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી હાથ થી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી લાડુ બનાવી લેશું. આમ બધા લાડુ તૈયાર કરી ડબ્બામાં ભરી વ્રત ઉપવાસમાં જયારે ભુખ લાગે ત્યારે ખાઈ શકાય છે તો તૈયાર છે ફરાળી રાજગરા ના લાડુ.
  • ખજુર ની માત્ર તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version