Home Nasta ઘઉં ના લોટ ની મઠરી : ghau na lot ni mathri banavani...

ઘઉં ના લોટ ની મઠરી : ghau na lot ni mathri banavani rit

0
Image credit – Youtube/Nirmla Nehra

મેંદા માંથી તો અલગ અલગ પ્રકારની ઘણી મઠરી બનાવી હસે પણ આજ આપણે ઘઉં ના લોટ ની મઠરી શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ છે તો ghau na lot ni mathri banavani rit શીખીએ.

ઘઉં ના લોટ ની મઠરી ની જરૂરી સામગ્રી

  • સફેદ તલ 1 ચમચી
  • ઘઉંનો લોટ 2 ¼  કપ
  • અજમો 1 ચમચી
  • માગ્રેલા / ડુંગળી ના બીજ / કલોંજી 1 ચમચી
  • ઘી ⅓ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

ghau na lot ni mathri banavani rit

ઘઉં ના લોટ ની મઠરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બે કપ ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સફેદ તલ, મગ્રેલા / કલોંજી, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી ને હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.

બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પા કપ ઘઉંનો લોટ લ્યો એમાં ઘી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને સ્લરી ( સાટ્ટા ) બનાવી લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી લઈ મસળી લ્યો અને એમાંથી બે ચાર ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ વેલણ વડે વણી પાતળી રોટલી બનાવી લ્યો.

રોટલી પર એક સરખું ફેલાવી તૈયાર કરેલી સ્લરી લગાવી ત્યાર બાદ એક બાજુથી વાળી ને કડક રોલ બનાવી લ્યો. અને તૈયાર રોલ માંથી જે સાઇઝ ની મઠરી બનાવી હોય એ સાઇઝ માં લુવા કાપી લ્યો. આમ બધા લુવા ને વણી રોટલી બનાવી સ્લરી લગાવી રોલ બનાવી કાપી લુવા બનાવી લ્યો.

હવે ગોળ કે ત્રિકોણ આકારની મઠરી ને વણી લ્યો આમ બધી મઠરી બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે એક વખત માં સમાય  એટલી મઠરી નાખો અને  ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ થોડી થોડી મઠરી ને તરી લ્યો અને ત્યાર બાદ બધી મઠરી ને ઠંડી થવા દયો મઠરી ઠંડી થયા એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટની મઠરી.

Mathri recipe notes

  • અહી તમે કશુરી મેથી, ચીલી ફ્લેક્સ કે અન્ય તમારી પસંદ ના મસાલા નાખી લોટ બાંધી શકો છો.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ઘઉં ના લોટ ની મઠરી બનાવવાની રીત

ghau na lot ni mathri - ઘઉં ના લોટ ની મઠરી - ghau na lot ni mathri banavani rit - ઘઉં ના લોટ ની મઠરી બનાવવાની રીત

ghau na lot ni mathri banavani rit

મેંદા માંથી તો અલગ અલગ પ્રકારની ઘણી મઠરી બનાવી હસે પણઆજ આપણે ઘઉં ના લોટની મઠરી શીખીશું જે ખૂબ જ સ્વાદિષ્ટની સાથે હેલ્થી પણ છે તો ghau na lot ni mathri banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કથરોટ
  • 1 પાટલો – વેલણ

Ingredients

ઘઉં ના લોટ ની મઠરી ની જરૂરી સામગ્રી

  • 1 ચમચી સફેદ તલ
  • 2 ¼ કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી માગ્રેલા / ડુંગળી ના બીજ / કલોંજી
  • કપ ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Instructions

ghau na lotni mathri banavani rit

  • ઘઉં ના લોટ ની મઠરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં બે કપ ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં અજમો મસળી ને નાખો સાથે સફેદ તલ, મગ્રેલા / કલોંજી, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં ચાર પાંચ ચમચી તેલ નાખી ને હાથ થી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો.
  • બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો. હવે એક વાટકા માં પા કપ ઘઉંનો લોટ લ્યો એમાં ઘી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને સ્લરી ( સાટ્ટા ) બનાવી લ્યો. હવે બાંધેલા લોટ ને ફરીથી લઈ મસળી લ્યો અને એમાંથી બે ચાર ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ વેલણ વડે વણી પાતળી રોટલી બનાવી લ્યો.
  • રોટલી પર એક સરખું ફેલાવી તૈયાર કરેલી સ્લરી લગાવી ત્યાર બાદ એક બાજુથી વાળી ને કડક રોલ બનાવી લ્યો. અને તૈયાર રોલ માંથી જે સાઇઝ ની મઠરી બનાવી હોય એ સાઇઝ માં લુવા કાપી લ્યો. આમ બધા લુવા ને વણી રોટલી બનાવી સ્લરી લગાવી રોલ બનાવી કાપી લુવા બનાવી લ્યો.
  • હવે ગોળ કે ત્રિકોણ આકારની મઠરી ને વણી લ્યો આમ બધી મઠરી બનાવી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ તાપે એક વખત માં સમાય એટલી મઠરી નાખો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
  • આમ થોડી થોડી મઠરી ને તરી લ્યો અને ત્યાર બાદ બધી મઠરી ને ઠંડી થવા દયો મઠરી ઠંડી થયા એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંના લોટની મઠરી.

Mathri recipe notes

  • અહી તમે કશુરી મેથી, ચીલી ફ્લેક્સ કે અન્ય તમારી પસંદ ના મસાલા નાખી લોટ બાંધી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version