જય શ્રી કૃષ્ણ બજાર માં આજ કાલ પેકિંગ માં ઘણા નાસ્તા મળે છે જેમાંથી અમુક નાસ્તા નાના મોટા દરેક ને ખૂબ પસંદ હોવાથી વારંવાર લઈ ને ખાતા હોય છે પણ હમણાં હમણાં નાસ્તામાં, હોટલમાં નાસ્તા કે જમવામાં કીડા નીકળતા હોવાથી એ નાસ્તા કેટલા સારા હોય એ કહી ના શકાય ત્યારે ઘરે બહાર જેવા જ નાસ્તા બનાવી તૈયાર કરી ઘરના સભ્યો ને સારા અને સ્વચ્છ નાસ્તા ખવડાવીએ. એવોજ એક નાસ્તો છે ટકાટક. આ ટકાટક નાના મોટા બધા ને પસંદ આવતા હોય છે તો આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે ચોખ્ખાઈ થી બનાવતા શીખીશું. તો ચાલો Chokha na lot na tkatak banavani rit શીખીએ.
મસાલા માટેની સામગ્રી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ટમેટા પાઉડર 1 ચમચી
- પેરી પેરી મસાલો ½ ચમચી
- મેગી મસાલો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
ટકાટક બનાવવા માટેની સામગ્રી
- ચોખા નો લોટ 1 કપ
- બેસન ¼ કપ
- મેંદા નો લોટ 1-2 ચમચી
- બેકિંગ સોડા 1 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
- તેલ જરૂર મુજબ
Chokha na lot na tkatak banavani rit
ચોખાના લોટ ના ટકાટક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને પણ એની સાથે ચાળી લ્યો અને સાથે મેંદા નો લોટ પણ સાથે ચાળી લ્યો. હવે ચાળી રાખેલ લોટ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
લોટ ઠંડો થાય ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ચાર્ટ મસાલો, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ટમેટા પાઉડર, એક ચમચી પેરી પેરી મસાલો અને અડધી ચમચી મેગી મસાલો નાખી બરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં ચાળી રાખેલ લોટ નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો. બધો લોટ પાણી સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી લોટ ને બને હાથ થી મસળી લ્યો. લોટ ને પાંચ સાત મિનિટ મસળી લીધા બાદ એમાં એક ચમચી તેલ નાખી ફરીથી મસળી લ્યો અને એમાંથી મોટા મોટા લુવા બનાવી લ્યો અને એક લુવો બહાર રાખી બીજા પાછા ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે લુવા ને ચોખા ના કોરા લોટ માં બોળી વેલણ વડે વણી લ્યો અને પાતળી રોટલી બનાવી લ્યો. રોટલી વણી લીધા બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો.
હવે ચાકુ ની મદદ થી એના નાના ચોરસ કટકા કરી લ્યો અને કટકા ને એક થાળી માં કાઢી લ્યો.આમ એક એક રોટલી વણી ને કટકા કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે કટકા કરેલ ટકાટક ને તરી લ્યો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ઠંડા થવા દયો.
આમ થોડા થોડા કરી બધા જ ટકાટક તરી ને મસાલો છાંટતા જાઓ અને ઠંડા થવા દયો. ટકાટક ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોખાના લોટ માંથી ટકાટક.
Chokha na lot na tkatak notes
- તમે આ ટકાટક ને ઓવેન માં પણ બેક કરી શકો છો. જો બેક કરવા ના હોય તો કટકા ને થોડી વાર પંખા નીચે સૂકવી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે માં મૂકી 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 10-12 મિનિટ બેક કરી લ્યો.
- મસાલો તમે તમારી પસંદ મુજબ ના ટેસ્ટ ના નાખી ને તૈયાર કરી શકો છો.
- તમે આ ટકાટક ને મનગમતા આકાર માં બનાવી ને તૈયાર કરી શકો છો.
ચોખાના લોટ ના ટકાટક બનાવવાની રીત
Chokha na lot na tkatak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો – વેલણ
Ingredients
મસાલા માટેની સામગ્રી
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી ટમેટા પાઉડર
- ½ ચમચી પેરી પેરી મસાલો
- ½ ચમચી મેગી મસાલો
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
ટકાટક બનાવવા માટેની સામગ્રી
- 1 કપ ચોખા નો લોટ
- ¼ કપ બેસન
- 1-2 ચમચી મેંદા નો લોટ
- 1 ચપટી બેકિંગ સોડા
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
- તેલ જરૂર મુજબ
Instructions
Chokha na lotna tkatak
- ચોખાના લોટ ના ટકાટકબનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખાનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને પણ એની સાથે ચાળી લ્યો અને સાથે મેંદા નોલોટ પણ સાથે ચાળી લ્યો. હવે ચાળી રાખેલ લોટ માં બેકિંગસોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- લોટ ઠંડો થાય ત્યાં સુંધી એક વાટકા માં એક ચમચી ચાર્ટ મસાલો, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી ટમેટા પાઉડર, એક ચમચી પેરી પેરી મસાલો અને અડધી ચમચી મેગી મસાલો નાખીબરોબર મિક્સ કરી એક મસાલો તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈ માં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણીગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો અને પાણીઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં ચાળી રાખેલ લોટ નાખી ચમચા થી બરોબર મિક્સકરી લ્યો. બધો લોટ પાણી સાથે બરોબર મિક્સથઈ જાય ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી લોટ ને બને હાથ થી મસળી લ્યો. લોટ ને પાંચ સાત મિનિટ મસળી લીધા બાદ એમાં એકચમચી તેલ નાખી ફરીથી મસળી લ્યો અને એમાંથી મોટા મોટા લુવા બનાવી લ્યો અને એક લુવો બહારરાખી બીજા પાછા ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે લુવા ને ચોખા ના કોરા લોટ માં બોળી વેલણ વડે વણી લ્યોઅને પાતળી રોટલી બનાવી લ્યો. રોટલી વણી લીધા બાદ એમાં કાંટાચમચી થી કાણા કરી લ્યો.
- હવે ચાકુ ની મદદ થી એના નાના ચોરસ કટકા કરી લ્યો અને કટકાને એક થાળી માં કાઢી લ્યો.આમ એક એક રોટલી વણી ને કટકા કરીતૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે કટકા કરેલ ટકાટક ને તરી લ્યો અને બને બાજુ ગોલ્ડનથાય ત્યાં સુંધી તરી લ્યો. અને ગોલ્ડન થાય એટલે ઝારા થીકાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ઠંડા થવા દયો.
- આમ થોડા થોડા કરી બધા જ ટકાટક તરી ને મસાલો છાંટતા જાઓઅને ઠંડા થવા દયો. ટકાટક ઠંડા થાય એટલે એર ટાઈટડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ચોખાના લોટ માંથી ટકાટક.
Chokha na lotna tkatak notes
- તમે આ ટકાટક ને ઓવેન માં પણ બેક કરી શકો છો. જો બેક કરવા ના હોય તો કટકા ને થોડી વાર પંખાનીચે સૂકવી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે માં મૂકી 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 10-12 મિનિટ બેક કરી લ્યો.
- મસાલો તમે તમારી પસંદ મુજબ ના ટેસ્ટ ના નાખી ને તૈયાર કરી શકો છો.
- તમે આ ટકાટક ને મનગમતા આકાર માં બનાવી ને તૈયાર કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પાનકોબી ના પકોડા | Pankobi pakoda banavani rit
ઓનિયન પૌવા બનાવવાની રીત | onion Paua banavani rit
ગોળ વારી મઠરી બનાવવાની રીત | God ni mathri banavani rit