Home Nasta Instant Moong Dal Dhokla Recipe in Gujarati | મગની દાળના ઢોકળા |...

Instant Moong Dal Dhokla Recipe in Gujarati | મગની દાળના ઢોકળા | Kids Lunchbox

0

સવારના સમયે દરેક ઘરમાં એક જ પ્રશ્ન હોય છે કે બાળકોના લંચબોક્સમાં એવું શું આપવું જે ઝટપટ બની જાય, સ્વાદિષ્ટ હોય અને સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક હોય. મેંદાના બિસ્કિટ કે રોજ બ્રેડ-જામ આપવા કરતા Instant Moong Dal Dhokla (ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આપણે રેગ્યુંઅર ચણા ચોખાના પારંપારિક ઢોકળા, સોજી ના ઢોકળા, ઇદડા, ખમણ તો ઘણી વખત બનવ્યા છે પણ આજ થોડી અલગ દાળ નો ઉપયોગ કરી ઢોકળા બનાવશું જે એક દમ નરમ(Spongy) બનશે અને મોઢામાં નાખતા જ ઓગળી જાશે. અને જેના માટે આથા આપવાની પણ કોઈ જરૂર નથી. ચાલો જોઈએ બાળકોના ટિફિન માટે ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવાની રીત.

Ingredients List

  1. પલાળેલી મગદાળ 1 કપ
  2. પલાળેલા ચોખા ½ કપ
  3. સોજી ¼ કપ
  4. હળદર 1 ચમચી
  5. લીલા મરચા આદુની પેસ્ટ 1-2 ચમચી
  6. ખાંડ 1 ચમચી 
  7. ઈનો 1-2 ચમચી
  8. ચીલી ફ્લેક્ષ જરૂર મુજબ
  9. છાસ જરૂર મુજબ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. તેલ જરૂર મુજબ
  12. પાણી જરૂર મુજબ

Instant Moong Dal Dhokla banavani rit

ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી લ્યો ત્યાર બા બીજા વાસણ માં ચોખા લઇ એને પણ બરોબર ધોઈ પાણી નાખી બે કલાક માટે પલાળી લ્યો. બે કલાક પછી ચોખા નું અને દાળ નું પાણી નીતારી એક તાપ્પેલીમાં નાખો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હળદર, મરચા આદુની પેસ્ટ , ખાંડ અને એક કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી ને એક કલાક માટે એક બાજુ મુકો.

એક કલાક પછી પલાળેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખો અને સ્મૂથ ઢોકળા માટે જરૂરી હોય એવું મિશ્રણ પીસી લ્યો. ( સ્મૂથ  પીસવા માટે છાસ ની જરૂર લાગે તો નાખવી.) આમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ માં એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી બે કે ત્રણ ભાગ કરી લ્યો. ગેસ પર ઢોકરીયા માં પાણી  અને કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મુકો.

પાણી ઉકળવા આવે ત્યાં સુંધી જેમાં ઢોકળા બનાવવા છે એ વાસણમાં તેલ લાગવી લ્યો. હવે પીસેલા મિશ્રણ ના એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ઉપર થોડા ચીલી ફ્લેક્ષ છાંટી થાળી ઢોકરીયા માં મૂકી ઢાંકી દસ મિનીટ ચડાવી લ્યો.

દસ મિનીટ પછી થાળી કાઢી બીજી થાળી મૂકી બાફી લ્યો આમ બધા જ ઢોકળા તૈયાર કરી લ્યો. તૈયાર ઢોકળા ને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મગદાળ ના ઢોકળા.

ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવાની રીત

Instant Moong Dal Dhokla banavani rit - ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા

Instant Moong Dal Dhokla Recipe in Gujarati | મગની દાળના ઢોકળા | Kids Lunchbox

સવારના સમયે દરેક ઘરમાં એક જ પ્રશ્ન હોય છે કે બાળકોનાલંચબોક્સમાં એવું શું આપવું જે ઝટપટ બની જાય, સ્વાદિષ્ટહોય અને સ્વાસ્થ્ય માટે પણ પૌષ્ટિક હોય. મેંદાના બિસ્કિટ કે રોજ બ્રેડ-જામ આપવાકરતા Instant Moong Dal Dhokla (ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા) એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આપણે રેગ્યુંઅર ચણા ચોખાના પારંપારિક ઢોકળા, સોજી ના ઢોકળા, ઇદડા, ખમણ તો ઘણી વખત બનવ્યા છે પણ આજ થોડી અલગ દાળ નો ઉપયોગ કરી ઢોકળા બનાવશું જે એક દમ નરમ(Spongy) બનશે અને મોઢામાં નાખતા જ ઓગળી જાશે. અને જેના માટે આથા આપવાની પણ કોઈ જરૂર નથી.ચાલો જોઈએ બાળકોના ટિફિન માટે ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 મિક્સર
  • 1 થાળી
  • 1 ઢોકરીયુ

Ingredients

  • 1 કપ પલાળેલી મગદાળ
  • ½ કપ પલાળેલા ચોખા
  • ¼ કપ સોજી
  • 1 ચમચી હળદર
  • 1-2 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી ઈનો
  • ચીલી ફ્લેક્ષ જરૂર મુજબ
  • છાસ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Instant Moong Dal Dhokla banavani rit

  • ઇન્સ્ટન્ટ મગની દાળના ઢોકળા બનાવવા સૌથી પહેલા ફોતરા વગરની મગદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી બે કલાક પલાળી લ્યો ત્યાર બા બીજા વાસણ માં ચોખા લઇ એને પણ બરોબર ધોઈ પાણી નાખી બે કલાક માટે પલાળી લ્યો. બે કલાક પછી ચોખા નું અને દાળ નું પાણી નીતારી એક તાપ્પેલીમાં નાખો ત્યાર બાદ એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, હળદર, મરચા આદુની પેસ્ટ , ખાંડ અને એક કપ છાસ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી ને એક કલાક માટે એક બાજુ મુકો.
  • એક કલાક પછી પલાળેલી સામગ્રી ને મિક્સર જારમાં નાખો અને સ્મૂથ ઢોકળા માટે જરૂરી હોય એવું મિશ્રણ પીસી લ્યો. ( સ્મૂથ પીસવા માટે છાસ ની જરૂર લાગે તો નાખવી.) આમ સ્મૂથ મિશ્રણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર મિશ્રણ માં એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી બે કે ત્રણ ભાગ કરી લ્યો. ગેસ પર ઢોકરીયા માં પાણી અને કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મુકો.
  • પાણી ઉકળવા આવે ત્યાં સુંધી જેમાં ઢોકળા બનાવવા છે એ વાસણમાં તેલ લાગવી લ્યો. હવે પીસેલા મિશ્રણ ના એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં નાખી ઉપર થોડા ચીલી ફ્લેક્ષ છાંટી થાળી ઢોકરીયા માં મૂકી ઢાંકી દસ મિનીટ ચડાવી લ્યો.
  • દસ મિનીટ પછી થાળી કાઢી બીજી થાળી મૂકી બાફી લ્યો આમ બધા જ ઢોકળા તૈયાર કરી લ્યો. તૈયાર ઢોકળા ને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ મગદાળ ના ઢોકળા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version