Home Lunch & Dinner Himachali Deshi Chana nu Khatu Recipe in gujarati | હિમાચલી દેશી ચણાનું...

Himachali Deshi Chana nu Khatu Recipe in gujarati | હિમાચલી દેશી ચણાનું ખાટું

0

હિમાચલ પ્રદેશના પહાડોમાં જ્યારે લગ્ન કે કોઈ મોટો તહેવાર હોય, ત્યારે ત્યાં ‘ધામ’ (Dham – પારંપરિક જમણવાર) યોજાય છે. આ ધામની થાળીમાં સૌથી વધારે જો કોઈ વાનગી વખણાતી હોય તો તે છે Kale Chane ka Khatta (Himachali Deshi Chana nu Khatu).આ શાક આપણા કાઠિયાવાડી ચણાના શાકથી બિલકુલ અલગ છે. તેમાં છાશ કે ટામેટાંનો ઉપયોગ નથી થતો. જેને તમે ભાત, રોટલી કે પછી પૂરી સાથે પણ સર્વ કરી શકો છો.ચાલો જોઈએ હિમાચલી સ્ટાઈલ દેશી ચણાનું ખાટું બનાવવાની રીત.

Ingredients list

  1. બાફેલા દેશી ચણા 2 કપ
  2. બેસન 200 ગ્રામ
  3. આંબલી નો પલ્પ 2 ચમચી
  4. સુકા લાલ મરચા 2
  5. મેથી દાણા ½ ચમચી
  6. વરીયાળી 1 ચમચી
  7. આખા સુકા ધાણા 1 ચમચી
  8. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  9. લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  10. હળદર ½ ચમચી
  11. રાઈ નું તેલ / તેલ 5-6 ચમચી 
  12. આમચૂર પાઉડર 1 ચમચી
  13. ગોળ 1 ચમચી
  14. ફુદીના ના પાંદ 8-10
  15. પાણી જરૂર મુજબ
  16. મીઠું સ્વાદ મુજબ

Himachali Deshi Chana nu Khatu banavani rit

હિમાચલી દેશી ચણાનું ખાટું બનાવવા સૌથી પહેલા દેસી ચણા ને ધોઈ લીધા બાદ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક પલાળી લીધા બાદ પાણી નીતારી ચણા ને કુકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ચણા દુબે એનથી થોડું ઉપર પાણી નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ચણા નું પાણી નીઆત્રી એક બાજુ મુકો.

હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, સુકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકા ધાણા ના બીજ નાખી મિક્સ કરી એમાં બેસન નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી બેસન ને બે ચાર મિનીટ શેકી લ્યો. બેસન સેકાવવાની સુગંધ આવે એટલે એમ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને શેકી લ્યો. ત્યાર બા એમાં નીતારેલ દેસી ચણા નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકાળી લ્યો. ગ્રેવી ને દસ મિનીટ ઉકાળી લીધા બાદ એમાં આંબલીનો પલ્પ, આમચૂર પાઉડર અને ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી ચાર પાંચ મિનીટ ઉકાળી લ્યો. હવે એમાં ફુદીના પાંદ ધોઈ ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રોટલી, ભાત કે પૂરી સાથે. તો તૈયાર છે દેશીચણા નું ખાટું શાક.

હિમાચલી દેશી ચણાનું ખાટું બનાવવાની રીત

Himachali Deshi Chana nu Khatu - હિમાચલી દેશી ચણાનું ખાટું

Himachali Deshi Chana nu Khatu Recipe in gujarati | હિમાચલી દેશી ચણાનું ખાટું

હિમાચલ પ્રદેશના પહાડોમાં જ્યારે લગ્ન કે કોઈ મોટો તહેવાર હોય,ત્યારે ત્યાં 'ધામ' (Dham – પારંપરિક જમણવાર) યોજાય છે. આ ધામની થાળીમાં સૌથી વધારે જો કોઈ વાનગી વખણાતી હોય તો તે છે Kale Chane ka Khatta (Himachali Deshi Chana nu Khatu).આ શાક આપણા કાઠિયાવાડી ચણાના શાકથીબિલકુલ અલગ છે. તેમાં છાશ કે ટામેટાંનો ઉપયોગ નથી થતો. જેને તમે ભાત, રોટલી કે પછી પૂરી સાથે પણ સર્વ કરી શકો છો.ચાલો જોઈએ હિમાચલી સ્ટાઈલ દેશી ચણાનું ખાટું બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 9 hours
Total Time: 9 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

  • 2 કપ બાફેલા દેશી ચણા
  • 200 ગ્રામ બેસન
  • 2 ચમચી આંબલી નો પલ્પ
  • 2 સુકા લાલ મરચા
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી વરીયાળી
  • 1 ચમચી આખા સુકા ધાણા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 5-6 ચમચી રાઈ નું તેલ / તેલ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ગોળ
  • 8-10 ફુદીના ના પાંદ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Himachali Deshi Chana nu Khatu banavani rit

  • હિમાચલી દેશી ચણાનું ખાટું બનાવવા સૌથી પહેલા દેસી ચણા ને ધોઈ લીધા બાદ પાણી નાખી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક પલાળી લીધા બાદ પાણી નીતારી ચણા ને કુકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ચણા દુબે એનથી થોડું ઉપર પાણી નાખી કુકર બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ચણા નું પાણી નીઆત્રી એક બાજુ મુકો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં મેથી દાણા, સુકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુકા ધાણા ના બીજ નાખી મિક્સ કરી એમાં બેસન નાખી મિક્સ કરી ગેસ ધીમો કરી બેસન ને બે ચાર મિનીટ શેકી લ્યો. બેસન સેકાવવાની સુગંધ આવે એટલે એમ લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને શેકી લ્યો. ત્યાર બા એમાં નીતારેલ દેસી ચણા નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ એક થી બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ઉકાળી લ્યો. ગ્રેવી ને દસ મિનીટ ઉકાળી લીધા બાદ એમાં આંબલીનો પલ્પ, આમચૂર પાઉડર અને ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ફરીથી ચાર પાંચ મિનીટ ઉકાળી લ્યો. હવે એમાં ફુદીના પાંદ ધોઈ ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રોટલી, ભાત કે પૂરી સાથે. તો તૈયાર છે દેશીચણા નું ખાટું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version