Home Nasta Jowar ni Mathri Recipe in Gujarati | જુવારની મઠરી | Healthy Nasto

Jowar ni Mathri Recipe in Gujarati | જુવારની મઠરી | Healthy Nasto

0

સાંજે ચા સાથે કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય, ત્યારે આપણે મોટાભાગે મેંદામાંથી બનેલી મઠરી કે બિસ્કિટ ખાતા હોઈએ છીએ. પરંતુ મેંદો સ્વાસ્થ્ય માટે અને પાચન માટે સારો નથી. તેના ઉત્તમ અને હેલ્ધી વિકલ્પ તરીકે આજે આપણે Jowar ni Mathri (જુવારના લોટની મઠરી) બનાવીશું. જુવારમાં ફાઈબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે 100% ગ્લુટેન-ફ્રી (Gluten-free) છે. આ મઠરી એટલી ક્રિસ્પી બને છે કે મોઢામાં મુકતા જ તૂટી જાય છે અને તેનો મસાલેદાર સ્વાદ બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ પસંદ આવશે. ચાલો જોઈએ જુવારની મઠરી બનાવવાની રીત.

જુવારના લોટની મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  1. જીરું 1 ચમચી
  2. જુવારનો લોટ 500 ગ્રામ
  3. અજમો ½ ચમચી
  4. પલાળેલી મગ ની ફોતરા વગરની દાળ ¼ કપ
  5. પલાળેલા સાબુદાણા ¼ કપ
  6. ચીલી ફ્લેક્ષ 1-2 ચમચી
  7. સફેદ તલ 2 ચમચી
  8. લીલા મરચા 3-4
  9. આદુની પેસ્ટ 1 ચમચી
  10. લસણ ની કણી 8-10
  11. મીઠા લીમડાના પાંદ 5-7
  12. મીઠું સ્વાદ મુજબ
  13. ગરમ પાણી જરૂર મુજબ
  14. તરવા માટે તેલ

Jowar ni Mathri banavani rit

જુવારની મઠરી બનાવવા સૌથી પહેલા મગ ની ફોતરા વગરની દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી મુકો. હવે સાબુદાણા લ્યો અને પણ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઇ સાબુદાણા દુબે અને ઉપર થોડું પાણી રહે એટલું પાણી નાધી ઢાંકી ચાર પાંચ કલાક માટે પલાળી લ્યો. આમ બને પાંચ કલાક માટે પલાળી લીધા બાદ ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો.

હવે મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુની પેસ્ટ અને મીઠા લીમડાના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ એક વઘારીયા માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરી લ્યો. હવે કથરોટમાં જુવારનો લો ચાળી ને લ્યો  એમાં જીરું, સફેદ તલ, અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગરમ તેલ નાખી ચમચી થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.

હવે એમાં પલાળેલી દાળ અને પલાળેલા સાબુદાણા અને ચીલી ફેલ્ક્ષ નાખો સાથે પીસી રાખેલ મરચા વાળી પેસ્ટ નાખી  બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું ગરમ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનીટ એક બાજુ મુકો.

દસ મિનીટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઈઝ ની મઠરી બનાવી હોય એ સાઈઝ  ના લુવા બનાવી લ્યો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી બે સાફ પ્લાસ્ટિક લ્યો એમાં બને માં એક એક બાજુ તેલ લગાવી દયો. હવે એક પ્લાસ્ટિક પર તેલ વાળા ભાગ ઉપર લુવા ને થોડા થોડા અંતરે મુકો એના પર તેલ લગાવેલ બીજી પ્લાસ્ટિક મુકો અને ત્યાર બાદ થાળી અથવા વાટકા થી દબાવી પાતળી પૂરી બનાવો.  તૈયારી પૂરી ને  એક એક કરી નાખો.

હવે ગેસ ધીમો કરી પૂરી ને થોડી વાર પછી ઝારાથી ઉથલાવી દયો અને ત્યાર બાદ બને બાજુ ગોલ્ડન તારી લ્યો. આમ થોડી થોડી પૂરી બનાવતા જઈ ગોલ્ડન તારી લ્યો. આમ બધી પૂરી તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે જુવાર મના લોટની મઠરી.

જુવારની મઠરી બનાવવાની રીત

Jowar ni Mathri Recipe in Gujarati - જુવારની મઠરી

Jowar ni Mathri Recipe in Gujarati | જુવારની મઠરી | Healthy Nasto

સાંજે ચા સાથે કંઈક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય,ત્યારે આપણે મોટાભાગે મેંદામાંથી બનેલી મઠરી કે બિસ્કિટ ખાતાહોઈએ છીએ. પરંતુ મેંદો સ્વાસ્થ્ય માટે અને પાચન માટે સારો નથી. તેનાઉત્તમ અને હેલ્ધી વિકલ્પ તરીકે આજે આપણે Jowar niMathri (જુવારના લોટની મઠરી) બનાવીશું. જુવારમાં ફાઈબર, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે 100%ગ્લુટેન-ફ્રી (Gluten-free) છે.આ મઠરી એટલી ક્રિસ્પી બને છે કે મોઢામાં મુકતા જ તૂટી જાય છે અને તેનો મસાલેદારસ્વાદ બાળકોથી લઈને વડીલો સૌને ખૂબ જ પસંદ આવશે. ચાલો જોઈએ જુવારની મઠરી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

જુવારના લોટની મઠરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 500 ગ્રામ જુવારનો લોટ
  • ½ ચમચી અજમો
  • ¼ કપ પલાળેલી મગ ની ફોતરા વગરની દાળ
  • ¼ કપ પલાળેલા સાબુદાણા
  • 1-2 ચમચી ચીલી ફ્લેક્ષ
  • 2 ચમચી સફેદ તલ
  • 3-4 લીલા મરચા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 8-10 લસણ ની કણી
  • 5-7 મીઠા લીમડાના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

Jowar ni Mathri banavani rit

  • જુવારની મઠરી બનાવવા સૌથી પહેલા મગ ની ફોતરા વગરની દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી મુકો. હવે સાબુદાણા લ્યો અને પણ બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લઇ સાબુદાણા દુબે અને ઉપર થોડું પાણી રહે એટલું પાણી નાધી ઢાંકી ચાર પાંચ કલાક માટે પલાળી લ્યો. આમ બને પાંચ કલાક માટે પલાળી લીધા બાદ ચારણીમાં નાખી વધારાનું પાણી નીતારી લ્યો.
  • હવે મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુની પેસ્ટ અને મીઠા લીમડાના પાંદ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ એક વઘારીયા માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરી લ્યો. હવે કથરોટમાં જુવારનો લો ચાળી ને લ્યો એમાં જીરું, સફેદ તલ, અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગરમ તેલ નાખી ચમચી થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ થોડું ઠંડું થાય એટલે હાથ થી બરોબર મસળી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં પલાળેલી દાળ અને પલાળેલા સાબુદાણા અને ચીલી ફેલ્ક્ષ નાખો સાથે પીસી રાખેલ મરચા વાળી પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ થોડું થોડું ગરમ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનીટ એક બાજુ મુકો.
  • દસ મિનીટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ જે સાઈઝ ની મઠરી બનાવી હોય એ સાઈઝ ના લુવા બનાવી લ્યો.હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી બે સાફ પ્લાસ્ટિક લ્યો એમાં બને માં એક એક બાજુ તેલ લગાવી દયો. હવે એક પ્લાસ્ટિક પર તેલ વાળા ભાગ ઉપર લુવા ને થોડા થોડા અંતરે મુકો એના પર તેલ લગાવેલ બીજી પ્લાસ્ટિક મુકો અને ત્યાર બાદ થાળી અથવા વાટકા થી દબાવી પાતળી પૂરી બનાવો. તૈયારી પૂરી ને એક એક કરી નાખો.
  • હવે ગેસ ધીમો કરી પૂરી ને થોડી વાર પછી ઝારાથી ઉથલાવી દયો અને ત્યાર બાદ બને બાજુ ગોલ્ડન તારી લ્યો. આમ થોડી થોડી પૂરી બનાવતા જઈ ગોલ્ડન તારી લ્યો. આમ બધી પૂરી તૈયાર કરી લ્યો અને ઠંડી થાય એટલે ડબ્બામાં ભરી મહિના સુંધી મજા લ્યો. તો તૈયાર છે જુવાર મના લોટની મઠરી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version