રેગ્યુલર હાંડવા તો આપણે ઘણા બનાવ્યા પણ આજ કાલ બાળકો ને ચીઝ ખુબ પસંદ હોય છે તો આપણે આજ બાળકોને પસંદ પડે એવા હેલ્થી અને ટેસ્ટી ચીઝ અને શાક થી ભરપુર એમાં હાંડવો બનાવશું જે તમે ઘરે નાસ્તામાં અથવા બાળકો ને ટીફીન માં પણ બનાવી આપી શકો છો. જેને એક વખત ખાધા પછી બાળકો વારંવાર બનવાનું કહશે અને ટીફીન પણ ખાલી થઇ આવશે. ચાલો ચીઝ કોર્ન હાંડવો(Cheese Corn Handvo) બનાવવાની રીત શીખીએ.
Ingredients
- સોજી 1 કપ
- બેસન ½ કપ
- છીણેલી દુધી 1 કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગોળ / ખાંડ 1 ચમચી
- ઈનો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ખાટું દહીં ½ કપ
- પાણી 1 કપ
- તેલ જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- ચીઝ ક્યુબ 2-3
- છીણેલું પનીર ½ કપ
- મોઝ્રેલા ચીઝ ¼ કપ
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- બાફેલી મકાઈ ½ કપ
- ઝીણા સુધારેલ કેપ્સીકમ ½ કપ
- લીલા ધાણા સુધારેલ ½ કપ
- પીઝા સીઝ્નીગ 2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ટામેટા સોસ જરૂર મુજબ
Cheese Corn Handvo banavani rit
ચીઝ કોર્ન હાંડવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી, બેસન લઇ એમાં દહીં અને પાણી નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મુકો. હવે આદુઅને મરચાની ચાર પાંચ ચમચી પેસ્ટ બનાવી લ્યો અને સાથે દુધી ને પણ છીણી લ્યો. હવે છીણેલી દુધી ને પલાળેલા સોજી વાળા મિશ્રણ માં નાખો સાથે બે ચમચી આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું, ગોળ, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
હવે સત્ફિંગ તૈયાર કરવા મકાઈ ને બાફી ને એક વાટકામાં લ્યો એમાં ઝીણા સુધારેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલ, આદુ મરચાની પેસ્ટ, છીનેલ પનીર, પ્રોસેસ ચીઝ છીણી અને મોઝારેલા ચીઝ છીણી ને નાખો સાથે પીઝા સીઝ્નીંગ , મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મુકો.
હવે હાંડવા ના મિશ્રણ માં ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર પેન અથવા તવી પર થોડું તેલ નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં રાઈ, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો હવે એક કડછી હાંડવા મિશ્રણ ને અનાખી એક સરખું ફેલાવી લ્યો અને ઢાંકી બે ત્રણ મિનીટ ચડવા દયો. ત્રણ મિનીટ પછી ઉતારી લ્યો. હવે ફરી પેન માં તેલ નાખી ગરમ કરી એમાં રાઈ અને સફેદ તલ નાખી એમાં કડછી મિશ્રણ નાખી ફેલાવી ઢાંકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો.
ત્રણ મિનીટ પછી તૈયાર હાંડવા ઉઅપર થોડું તેલ નાખી ઉથલાવી દયો અને એમાં ઉપર ટામેટા સોસ લગાવી તૈયાર કરેલ સ્ટફિંગ મુકો. ત્યાર બાદ પહેલા તૈયાર કરેલ હાંડવા નો શેકેલ ભાગ સ્ટફિંગ પર મૂકી ઢાંકી ધીમા તાપે બે ત્રણ મિનીટ શેકી લ્યો, ત્રણ મિનીટ પછી પેન પર પ્લેટ મૂકી ઉઠાલવી લ્યો અને બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી શેકી ક્રિસ્પી કરી લ્યો. આમ બને બાજુ શેકાઈ ક્રિસ્પી હાય એટલે ઉતારી કાપી ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. આમ બધા જ હાંડવા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન હાંડવો.
ચીઝ કોર્ન હાંડવો બનાવવાની રીત

Cheese Corn Handvo in Gujarati | ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન હાંડવો | Kids Recipe
Equipment
- 1 પેન
Ingredients
- 1 કપ સોજી
- ½ કપ બેસન
- 1 કપ છીણેલી દુધી
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગોળ / ખાંડ
- 1 ચમચી ઈનો
- સ્વાદ મુજબ મીઠું
- ½ કપ ખાટું દહીં
- 1 કપ પાણી
- તેલ જરૂર મુજબ
- રાઈ જરૂર મુજબ
- સફેદ તલ જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 2-3 ચીઝ ક્યુબ
- ½ કપ છીણેલું પનીર
- ¼ કપ મોઝ્રેલા ચીઝ
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ½ કપ બાફેલી મકાઈ
- ½ કપ ઝીણા સુધારેલ કેપ્સીકમ
- ½ કપ લીલા ધાણા સુધારેલ
- 2 ચમચી પીઝા સીઝ્નીગ
- ¼ ચમચી મરી પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- ટામેટા સોસ જરૂર મુજબ
Instructions
Cheese Corn Handvo banavani rit
- ચીઝ કોર્ન હાંડવો બનાવવા સૌથી પહેલા એક વાસણમાં સોજી, બેસન લઇ એમાં દહીં અને પાણી નાખી ગાંઠા ન પડે એમ બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મુકો. હવે આદુઅને મરચાની ચાર પાંચ ચમચી પેસ્ટ બનાવી લ્યો અને સાથે દુધી ને પણ છીણી લ્યો. હવે છીણેલી દુધી ને પલાળેલા સોજી વાળા મિશ્રણ માં નાખો સાથે બે ચમચી આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું, ગોળ, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી એક બાજુ મુકો.
- હવે સત્ફિંગ તૈયાર કરવા મકાઈ ને બાફી ને એક વાટકામાં લ્યો એમાં ઝીણા સુધારેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલ, આદુ મરચાની પેસ્ટ, છીનેલ પનીર, પ્રોસેસ ચીઝ છીણી અને મોઝારેલા ચીઝ છીણી ને નાખો સાથે પીઝા સીઝ્નીંગ , મરી પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી એક બાજુ મુકો.
- હવે હાંડવા ના મિશ્રણ માં ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર પેન અથવા તવી પર થોડું તેલ નાખી ગરમ કરો ત્યાર બાદ એમાં રાઈ, સફેદ તલ નાખી મિક્સ કરી લ્યો હવે એક કડછી હાંડવા મિશ્રણ ને અનાખી એક સરખું ફેલાવી લ્યો અને ઢાંકી બે ત્રણ મિનીટ ચડવા દયો. ત્રણ મિનીટ પછી ઉતારી લ્યો. હવે ફરી પેન માં તેલ નાખી ગરમ કરી એમાં રાઈ અને સફેદ તલ નાખી એમાં કડછી મિશ્રણ નાખી ફેલાવી ઢાંકી બે ત્રણ મિનીટ ચડાવી લ્યો.
- ત્રણ મિનીટ પછી તૈયાર હાંડવા ઉઅપર થોડું તેલ નાખી ઉથલાવી દયો અને એમાં ઉપર ટામેટા સોસ લગાવી તૈયાર કરેલ સ્ટફિંગ મુકો. ત્યાર બાદ પહેલા તૈયાર કરેલ હાંડવા નો શેકેલ ભાગ સ્ટફિંગ પર મૂકી ઢાંકી ધીમા તાપે બે ત્રણ મિનીટ શેકી લ્યો, ત્રણ મિનીટ પછી પેન પર પ્લેટ મૂકી ઉઠાલવી લ્યો અને બીજી બાજુ પણ બે ત્રણ મિનીટ ચડાવી શેકી ક્રિસ્પી કરી લ્યો. આમ બને બાજુ શેકાઈ ક્રિસ્પી હાય એટલે ઉતારી કાપી ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો. આમ બધા જ હાંડવા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચીઝ કોર્ન હાંડવો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Methi No Mukhwas Recipe in Gujarati | મેથીનો મુખવાસ બનાવવાની રીત
બટાકા પૌવા | bataka paua banavani rit
