ઉનાળા માં જુવાર નો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે અને સાથે જો લીલા શાકભાજી હોય અને ખૂબ ઓછા તેલ માં બનતા આ પેનકેક સ્વાદિસ્ટ ની સાથે હેલ્થી પણ બને છે જેને સવાર સાંજ ના નાસ્તા, ટિફિન માં પણ બનાવી શકો છો. તો ચાલો juvar na lot ane vegitable no panecake – જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક બનાવવાની રીત શીખીએ.
Ingredients
- જુવારનો લોટ 1 કપ
- સોજી 1 કપ
- દહીં 1 કપ
- ઝીણી સુધારેલી પાનકોબી ½ કપ
- છીણેલું ગાજર ½ કપ
- ઝીણી સુધારેલી પાલક 1 કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- આદુની પેસ્ટ 1 ચમચી
- ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
- હળદર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ઈનો 1 ચમચી
વઘાર માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
juvar na lot ane vegitable no panecake ni recipe
જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી અને દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. મિશ્રણ પલળે ત્યાં સુંધી ગાજર ને છોલી સાફ કરી છીણી લ્યો. ડુંગળી ઝીણી સુધારી લ્યો.
સાથે પાનકોબી ઝીણી સુધારી લ્યો અથવા ચોપર થી ચોપ કરી લ્યો અને લીલા મરચા, પાલક ધોઇ સાફ કરી સુધારી લ્યો આમ બધા શાક ભાજી પણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ મિશ્રણ લ્યો એમાં છીણેલા ગાજર, પાલક, ડુંગળી, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હળદર, હિંગ, મરી પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ મિશ્રણ માં જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ન બે થી ત્રણ ભાગ કરી લ્યો. અને એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈ અથવા તવી ને ગરમ કરવા મૂકો. એમાં એક બે ચમચી તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે પા ચમચી રાઈ, ચપટી હિંગ, બે ચાર મીઠા લીમડા ના પાંદ, એક ચમચી સફેદ તલ નાખી એમાં ઈનો મિક્સ કરેલ મિશ્રણ નાખી એક સરખું થોડું ફેલાવી દયો અને ધીમા તાપે ઢાંકી એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવો.
એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી દયો અને બીજી બાજુ તેલ નાખી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી બરોબર ચડાવી લ્યો. ત્યાર બાદ ઊતરી લ્યો આમ બીજા મિશ્રણ માંથી પેનકેક બનાવી તૈયાર કરો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ અને વેજિટેબલ માંથી પેનકેક.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક ની રેસીપી

juvar na lot ane vegitable no panecake ni recipe
Equipment
- 1 કડાઈ / પેન
- 1 તપેલી
Ingredients
- 1 કપ જુવારનો લોટ
- 1 કપ સોજી
- 1 કપ દહીં
- ½ કપ ઝીણી સુધારેલી પાનકોબી
- ½ કપ છીણેલું ગાજર
- 1 કપ ઝીણી સુધારેલી પાલક
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુની પેસ્ટ
- 2-3 ઝીણા સમારેલા લીલા મરચા
- ½ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- ¼ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ઈનો
વઘાર માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 1 ચમચી સફેદ તલ
- ⅛ ચમચી હિંગ
- 8- 10 મીઠા લીમડા ના પાંદ
Instructions
juvar na lot ane vegitable no panecake ni recipe
- જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક બનાવવા સૌપ્રથમ કથરોટ માં જુવાર નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સોજી અને દહીં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો. મિશ્રણ પલળે ત્યાં સુંધી ગાજર ને છોલી સાફ કરી છીણી લ્યો. ડુંગળી ઝીણી સુધારી લ્યો.
- સાથે પાનકોબી ઝીણી સુધારી લ્યો અથવા ચોપર થી ચોપ કરી લ્યો અને લીલા મરચા, પાલક ધોઇ સાફ કરી સુધારી લ્યો આમ બધા શાક ભાજી પણ તૈયાર કરી લ્યો. હવે તૈયાર કરેલ મિશ્રણ લ્યો એમાં છીણેલા ગાજર, પાલક, ડુંગળી, આદુની પેસ્ટ, લીલા મરચા સુધારેલા, હળદર, હિંગ, મરી પાઉડર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ મિશ્રણ માં જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને મિશ્રણ ન બે થી ત્રણ ભાગ કરી લ્યો. અને એક ભાગ માં અડધી ચમચી ઈનો નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈ અથવા તવી ને ગરમ કરવા મૂકો. એમાં એક બે ચમચી તેલ નાખો અને તેલ ગરમ થાય એટલે પા ચમચી રાઈ, ચપટી હિંગ, બે ચાર મીઠા લીમડા ના પાંદ, એક ચમચી સફેદ તલ નાખી એમાં ઈનો મિક્સ કરેલ મિશ્રણ નાખી એક સરખું થોડું ફેલાવી દયો અને ધીમા તાપે ઢાંકી એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવો.
- એક બાજુ ગોલ્ડન થાય એટલે ઉથલાવી દયો અને બીજી બાજુ તેલ નાખી બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી બરોબર ચડાવી લ્યો. ત્યાર બાદ ઊતરી લ્યો આમ બીજા મિશ્રણ માંથી પેનકેક બનાવી તૈયાર કરો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે જુવારના લોટ અને વેજિટેબલ માંથી પેનકેક.
Notes
- અહીં તમે બીજા તમારી પસંદ ના શાક પણ ઉમેરી શકો છો.
- સોજી ની માત્રા ઓછી અને જુવાર ના લોટની માત્રા વધારે પણ રાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Momos parotha banavani recipe | મોમોઝ પરોઠા બનાવવાની રેસીપી
gujarati idada recipe | સફેદ ઢોકળા બનાવવાની રીત
ragda pani puri recipe in gujarati | રગડા પુરી બનાવવાની રીત
chhole bhature banavani rit | છોલે ભટુરે બનાવવાની રીત
bread pocket pizza banavani rit | બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત