જય શ્રી કૃષ્ણ આજ આપણે મહુડી ની સુખડી બનાવવાની રીત – mahudi ni sukhdi banavani rit શીખીશું. Please subscribe Chef Aanal Kotak YouTube channel If you like the recipe મહુડી માં પ્રસાદ માં મળતી સુખડી બધા ને ખૂબ ભાવતી હોય છે પણ ત્યાર ના રિવાજ મુજબ ત્યાં ની પ્રસાદી ઘરે લાવી નથી શકાતી તો આજ આપણે ત્યાં મળતી સુખડી ને ઘરે બનાવશું ને એ ભાવ થી બનાવશું કે આપણે ભોગ માટેની પ્રસાદ બનાવી ભગવાન ને પ્રસાદ અર્પણ કરવા તૈયાર કરીએ છીએ તો આપણી પણ સુખડી મહુડી જેવો જ સ્વાદ આવશે તો ચાલો mahudi ni sukhdi recipe in gujarati શીખીએ.
મહુડી ની સુખડી બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- છીણેલો ગોળ 1 કપ
- ઘી 1 કપ
- સૂંઠ પાઉડર 1 ચમચી
- ડ્રાયફ્રુટ ની કતરણ 2-3 ચમચી ( ઓપ્શનલ છે)
મહુડી ની સુખડી બનાવવાની રીત
સુખડી બનાવવા માટે તમે ઘઉં નો રેગ્યુલર લોટ અથવા ઘઉં નો કરકરો લોટ લઈ શકો છો લોટ ને ચારણી થી ચાળી લ્યો અને ગોળ ને સાવ ઝીણો ઝીણો છીણી લ્યો અથવા સુધારી લ્યો અને થાળી ને અડધી ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને ઘી સાથે બરોબર શેકો લોટ થોડો શેકાઈ જય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી બરોબર શેક્યા રાખો
લોટ શેકવા ની સુગંધ આવે ને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવી ને શેકવું શેકતી વખતે ધ્યાન રાખવું કે લોટ ને બધી બાજુથી બરોબર હલવો નહિતર જો ક્યાંય થી જસે તો લોટ બરી જસે જેનો સ્વાદ સારો નહિ આવે
લોટ બરોબર ગોલ્ડન બ્રાઉન રંગ નો શેકાઈ જય એટલે ગેસ બંધ કરી સૂંઠ પાઉડર નાખી બે ત્રણ મિનિટ સુંધી શેકવો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો ગોળ બરોબર ઓગળી જાય એના કોઈ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવી ને મિક્સ કરવો
હવે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર સુખડી નું મિશ્રણ નાખવું ને એક સરખું ફેલાવી દયો અને જો તમે ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટવા માંગતા હો તો છાંટી દયો ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો સાત મિનિટ પછી એમાં ચાકુ થી કાપા પડી દયો અને ઠંડી થવા ત્રણ ચાર કલાક એક બાજુ મૂકો
ચાર કલાક પછી સુખડી ઠંડી થાય એટલે ફરી પહેલા પાડેલ કાપા પર ચાકુ ફેરવી કાપા પાડી ને સુખડી ના કટકા કરી લ્યો ને તૈયાર સુખડી ભગવાન ને ધરાવી તમે પણ પ્રસાદી નો લાભ લ્યો યો તૈયાર છે સુખડી
mahudi ni sukhdi recipe in gujarati notes
- સુખડી માટે નો લોટ તમે ઝીણો કે કરકરો લઈ શકો છો
- ગોળ હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ મિનિટ પછી જ નાખવો જો તમે ચાલુ પર ગોળ નાખશો તો ગોળ નો પાક બની જશે ને ખાવા માં કડક લાગશે
- જો તમને લાગે કે ગોળ થોડો વહેલો નખાઈ ગયો છે ને સુખડી કઠણ લાગશે તો એમાં એક બે ચમચી દૂધ ની મલાઈ નાખી મિક્સ કરી નાખવી
mahudi ni sukhdi banavani rit
Youtube પર Chef Aanal Kotak ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
mahudi ni sukhdi recipe in gujarati

મહુડી ની સુખડી બનાવવાની રીત | mahudi ni sukhdi recipe | mahudi ni sukhdi banavani rit | mahudi ni sukhdi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 થાળી
Ingredients
મહુડી ની સુખડી બનાવવા જરૂરી સામગ્રી | mahudi ni sukhdi ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 1 કપ છીણેલો ગોળ
- 1 કપ ઘી
- 1 ચમચી સૂંઠ પાઉડર
- 2-3 ચમચી ડ્રાયફ્રુટની કતરણ( ઓપ્શનલ છે)
Instructions
મહુડી ની સુખડી | mahudi ni sukhdi | mahudi ni sukhdi recipe | mahudi ni sukhdi banavani rit
- સુખડી બનાવવા માટે તમે ઘઉં નો રેગ્યુલર લોટ અથવા ઘઉં નો કરકરો લોટ લઈ શકો છો લોટ ને ચારણીથી ચાળી લ્યો અને ગોળ ને સાવ ઝીણો ઝીણો છીણી લ્યો અથવા સુધારી લ્યો અને થાળી ને અડધી ચમચી ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને ઘી સાથે બરોબર શેકો લોટ થોડો શેકાઈ જય એટલે ગેસ ને મિડીયમ તાપ કરી બરોબર શેક્યા રાખો
- લોટ શેકવા ની સુગંધ આવે ને લોટ નો રંગ ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી હલાવી ને શેકવું શેકતી વખતે ધ્યાન રાખવું કે લોટ ને બધી બાજુથી બરોબર હલવો નહિતર જો ક્યાંય થી જસે તો લોટ બરી જસે જેનો સ્વાદ સારો નહિ આવે
- લોટ બરોબર ગોલ્ડન બ્રાઉન રંગ નો શેકાઈ જય એટલે ગેસ બંધ કરી સૂંઠ પાઉડર નાખી બે ત્રણ મિનિટસુંધી શેકવો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લેવો ગોળ બરોબર ઓગળી જાય એના કોઈ ગાંઠા ના રહે ત્યાં સુધી હલાવી ને મિક્સ કરવો
- હવે ગ્રીસ કરેલ થાળી માં તૈયાર સુખડી નું મિશ્રણ નાખવું ને એક સરખું ફેલાવી દયો અને જોતમે ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટવા માંગતા હો તો છાંટી દયો ને પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો સાત મિનિટ પછી એમાં ચાકુ થી કાપા પડી દયો અને ઠંડી થવા ત્રણ ચાર કલાક એક બાજુ મૂકો
- ચાર કલાક પછી સુખડી ઠંડી થાય એટલે ફરી પહેલા પાડેલ કાપા પર ચાકુ ફેરવી કાપા પાડી ને સુખડીના કટકા કરી લ્યો ને તૈયાર સુખડી ભગવાન ને ધરાવી તમે પણ પ્રસાદી નો લાભ લ્યો યો તૈયાર છે સુખડી
mahudi ni sukhdi recipe in gujarati notes
- સુખડી માટે નો લોટ તમે ઝીણો કે કરકરો લઈ શકો છો
- ગોળ હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી પાંચ મિનિટ પછી જ નાખવો જો તમે ચાલુ પર ગોળ નાખશો તો ગોળ નો પાક બની જશે ને ખાવા માં કડક લાગશે
- જો તમને લાગે કે ગોળ થોડો વહેલો નખાઈ ગયો છે ને સુખડી કઠણ લાગશે તો એમાં એક બે ચમચી દૂધ ની મલાઈ નાખી મિક્સ કરી નાખવી
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
khir banavani rit | ખીર બનાવવાની રીત | kheer recipe gujarati
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.