જય શ્રી કૃષ્ણ આ થેપલા સોફ્ટ ક્રિસ્પી અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે જેમાં તમે તમારી પસંદ ના મસાલા સાથે તૈયાર કરી શકો છો અને ચા , રાયતા કે અથાણાં સાથે સર્વ કરી શકાય છે તો ચાલો મકાઈ ના થેપલા બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- મકાઈ નો લોટ 2 કપ
- ઘઉંનો લોટ ½ કપ
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- અજમો ½ ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- મેથી સુધારેલ 1 કપ
- ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
- દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
- શેકવા માટે ઘી / તેલ
Makai na thepla banavani rit
મકાઈ ના થેપલા બનાવવા સૌપ્રથમ મેથી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતરવા મૂકો. પાણી નિતારી લીધા બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી લ્યો. અને ને ત્રણ લીલા મરચા અને આદુ ના નાના ટુકડા ની પેસ્ટ બનાવી લ્યો.
હવે કથરોટ માં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ઝીણી સુધારેલી મેથી , ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, અજમો હાથ થી મસળી, જીરું, સફેદ તલ, ગરમ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો .
હવે એમાં બે ચમચી ઘી અથવા તેલ અને દહીં નાખી ફરીથી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી ફરી એના પર એક ચમચી ઘી કે તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ લુવા બનાવી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી વણી લ્યો. હવે ગેસ પર મિડીયમ તાપે એક તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લગાવી વણી રાખેલ પરાઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.
ત્યાર બાદ તેલ કે થી લગાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો. આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના થેપલા.
Thepla recipe notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
- પરોઠા ને મિડીયમ તાપે શેકશો તો બહાર થી ક્રિસ્પી બનશે.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મકાઈ ના થેપલા બનાવવાની રીત

Makai na thepla banavani rit
Ingredients
Ingredients list
- 2 કપ મકાઈ નો લોટ
- ½ કપ ઘઉંનો લોટ
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી અજમો
- ½ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- ¼ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી હિંગ
- 1 કપ મેથી સુધારેલ
- 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- ¼ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- નવશેકું પાણી જરૂર મુજબ
- શેકવા માટે ઘી / તેલ
Instructions
Makai na thepla banavani rit
- મકાઈ ના થેપલા બનાવવા સૌપ્રથમ મેથી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ પાણી નીતરવા મૂકો. પાણી નિતારી લીધા બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો. હવે લીલા ધાણા સાફ કરી ધોઇ પાણી નિતારી ઝીણા સુધારી લ્યો. અને ને ત્રણ લીલા મરચા અને આદુ ના નાના ટુકડા ની પેસ્ટ બનાવી લ્યો.
- હવે કથરોટ માં મકાઈ નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ઝીણી સુધારેલી મેથી , ઝીણા સમારેલા લીલાં ધાણા, આદુ મરચાની પેસ્ટ, અજમો હાથ થી મસળી, જીરું, સફેદ તલ, ગરમ મસાલો, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો .
- હવે એમાં બે ચમચી ઘી અથવા તેલ અને દહીં નાખી ફરીથી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બરોબર મસળી ને ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી ફરી એના પર એક ચમચી ઘી કે તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ત્યાર બાદ લુવા બનાવી લ્યો. હવે કોરા લોટ ની મદદ થી વણી લ્યો. હવે ગેસ પર મિડીયમ તાપે એક તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં તેલ કે ઘી લગાવી વણી રાખેલ પરાઠા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો.
- ત્યાર બાદ તેલ કે થી લગાવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો. આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મકાઈ ના થેપલા.
Thepla recipe notes
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
- પરોઠા ને મિડીયમ તાપે શેકશો તો બહાર થી ક્રિસ્પી બનશે.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Chuda matar banavani rit | ચુડા મટર બનાવવાની રીત
Bachela ghau na lot no khasta nasto banavani rit | બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત
Double Chocolate Cup Cake banavani rit | ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત