Home Nasta Chuda matar banavani rit | ચુડા મટર બનાવવાની રીત

Chuda matar banavani rit | ચુડા મટર બનાવવાની રીત

0
Image credit – Youtube/Poonam's Rasoi

આ એક બિહાર ની પ્રખ્યાત નાસ્તો છે. જેમાં પૌવા અને લીલા વટાણા સાથે બનાવવામાં આવે છે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને Chuda matar – ચુડા મટર બનાવવો પણ ખૂબ સરળ છે અને સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકાય છે અને બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે તો ચાલો ચુડા મટર બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • પૌવા 2 કપ
  • તેલ ½ કપ
  • સીંગદાણા ¼ કપ
  • વટાણા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • ઝીણી સમારેલી ડુંગળી 1
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Chuda matar banavani rit

ચુડા મટર બનાવવા સૌપ્રથમ વટાણા છોલી સાફ કરી લ્યો અને ધોઇ કોરા કરી લ્યો ત્યાર બાદ ડુંગળી ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા પણ ઝીણા સુધારી લ્યો. હવે પૌવા ને સાફ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ પૌવા નાખી પૌવા ને હલાવતા રહી શેકી લ્યો. પૌવા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એજ ગરમ તેલ માં ઝીણા સમારેલા લીલાં મરચા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી થોડી ગોલ્ડન થાય એટલે એમાં વટાણા નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને વટાણા ને ચડાવી લ્યો. થોડી થોડી વારે ઢાંકણ ખોલી હલાવી લેવું. વટાણા ચડી જાય એટલે બે ચાર મિનિટ શેકી લ્યો.

વટાણા થોડા ક્રિસ્પી થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પૌવા, શેકેલ સીંગદાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર  મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચુડા મટર.

Chuda matar recipe notes

  • અહી તમે પૌવા ને તેલ માં શેકી ને પણ આ ચેવડો બનાવી શકો છો.
  • વટાણા ને પણ તરી ને વાપરી શકાય છે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને બાળકો માટે બનાવો તો લીલા મરચા ના નાખવા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ચુડા મટર બનાવવાની રીત

Chuda matar - ચુડા મટર

Chuda matar banavani rit

આ એક બિહાર ની પ્રખ્યાત નાસ્તો છે. જેમાં પૌવા અને લીલા વટાણા સાથે બનાવવામાં આવે છે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને Chuda matar – ચુડા મટર બનાવવો પણ ખૂબ સરળ છે અને સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકાય છે અને બાળકો ને ટિફિનમાં પણ આપી શકાય છે તો ચાલો ચુડા મટર બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 2 કપ પૌવા
  • ½ કપ તેલ
  • ¼ કપ સીંગદાણા
  • 1 કપ વટાણા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સમારેલી ડુંગળી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Chuda matar banavani rit

  • ચુડા મટર બનાવવા સૌપ્રથમ વટાણા છોલી સાફ કરી લ્યો અને ધોઇ કોરા કરી લ્યો ત્યાર બાદ ડુંગળી ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા પણ ઝીણા સુધારી લ્યો. હવે પૌવા ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ પૌવા નાખી પૌવા ને હલાવતા રહી શેકી લ્યો. પૌવા શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સીંગદાણા નાખી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એજ ગરમ તેલ માં ઝીણા સમારેલા લીલાં મરચા અને ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી થોડી ગોલ્ડન થાય એટલે એમાં વટાણા નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને વટાણા ને ચડાવી લ્યો. થોડી થોડી વારે ઢાંકણ ખોલી હલાવી લેવું. વટાણા ચડી જાય એટલે બે ચાર મિનિટ શેકી લ્યો.
  • વટાણા થોડા ક્રિસ્પી થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ પૌવા, શેકેલ સીંગદાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને ત્યાર બાદ મજા લ્યો ચુડા મટર.

Chuda matar recipe notes

  • અહી તમે પૌવા ને તેલ માં શેકી ને પણ આ ચેવડો બનાવી શકો છો.
  • વટાણા ને પણ તરી ને વાપરી શકાય છે.
  • તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો અને બાળકો માટે બનાવો તો લીલા મરચા ના નાખવા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version