HomeNastaMasala Methi Bhakri Recipe in Gujarati | મસાલા મેથી ભાખરી | Crispy...

Masala Methi Bhakri Recipe in Gujarati | મસાલા મેથી ભાખરી | Crispy Wheat Flour Bhakri

ગુજરાતી ઘરોમાં શિયાળો શરૂ થાય એટલે તાજી મેથીની વાનગીઓ બનવા લાગે છે. મેથીના ગોટા અને મુઠિયા તો આપણે બનાવીએ જ છીએ, પણ સવારના નાસ્તામાં Masala Methi Bhakri નો કોઈ જવાબ નથી. આ ભાખરી સામાન્ય ભાખરી કરતા વધુ મસાલેદાર અને ‘બિસ્કીટ’ જેવી ક્રિસ્પી હોય છે. તેને તમે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો કારણ કે તે 2-3 દિવસ સુધી ખરાબ થતી નથી. જો તમારી ભાખરી નરમ પડી જતી હોય, તો આ રેસીપીમાં આપેલી ‘મોણ’ અને ‘શેકવાની’ ટિપ્સ ચોક્કસ ફોલો કરજો. ચાલો જોઈએ મેથીની મસાલા ભાખરી બનાવવાની રીત.

Methi Bhakhri Ingredients

  1. ઝીણી સુધારેલ લીલી મેથી ½ કપ
  2. ઘઉંનો કરકરો લોટ ½ કપ
  3. ઘઉંનો લોટ ½ કપ
  4. લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  5. ધાણા જીરું પાઉડર 1 ચમચી
  6. હળદર ¼ ચમચી
  7. ગરમ મસાલો ½ ચમચી
  8. હિંગ ¼ ચમચી
  9. સફેદ તલ 2 ચમચી
  10. લીલા મરચા આદુની પેસ્ટ 2 ચમચી
  11. સ્વાદ મુજબ મીઠું
  12. તેલ જરૂર મુજબ

Masala Methi Bhakri banavani rit

મસાલા મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી ધોઈ ને નીતારી લ્યો. ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા મરચા અને આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હિંગ, સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને ઝીણી સુધારેલી મેથી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.

હવે થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ લોટ માં એકાદ ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને એમાંથી ત્રણ ચાર લુવા કરી લ્યો. હવે એક લુવો લઇ મીડીયમ પાતળી રોટલી વણી લ્યો.

ત્યારબાદ અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો. હવે વાટકા કે કુકી કટર થી કાપી લ્યો અને બચેલા લોટ ને ફરી વણી કાપી લ્યો અને કાપેલી ભાકરી ને એક પ્લેટમાં માં અલગ અલગ મુક્તા જાઓ. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં એક વખત માં જેટલી આવે એટલી વણેલી ભાખરી મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો.

ત્યાર બાદ કપડાથી અથવા લાકડા ના દટા થી દબાવી દબાવી શેકી લ્યો. ભાખરી શેકાઈ ને ગોલ્ડન થાય બને બાજુ એટલે ઉતારી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી થવા દયો. આમ બધી જ ભાખરી ને શેકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે મેથી ભાખરી.

Methi Bhakri Recipe Notes

  1. તમે ભાખરી ને થોડી જાડી  પણ બનાવી શકો છો. જો થોડી જાડી બનાવો તો ધીમા તાપે બરોબર શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય.  
  2. ભાખરી ને તેલ થી શેકી બનાવી હોય તો ભાખરી થોડી શેકાઈ જાય બને બાજુ ત્યાર બાદ તેલ નાખી ડટા થી દબાવી શેકી લેવી
  3. તમે કઈ સાઈઝ ની ભાખરી બનાવો છો એ મુજબ ભાખરી ના નંગ બનશે.

મસાલા મેથી ભાખરી બનાવવાની રીત

Crispy Masala Methi Bhakri Healthy Gujarati Winter Snacks - મસાલા મેથી ભાખરી

Masala Methi Bhakri Recipe in Gujarati | મસાલા મેથી ભાખરી | Crispy Wheat Flour Bhakri

ગુજરાતી ઘરોમાં શિયાળો શરૂ થાય એટલે તાજી મેથીની વાનગીઓબનવા લાગે છે. મેથીના ગોટા અને મુઠિયા તો આપણે બનાવીએ જ છીએ, પણ સવારના નાસ્તામાં MasalaMethi Bhakri નો કોઈ જવાબ નથી. આ ભાખરી સામાન્ય ભાખરી કરતા વધુ મસાલેદારઅને 'બિસ્કીટ' જેવી ક્રિસ્પી હોય છે. તેને તમે પ્રવાસમાં સાથે લઈ જઈ શકો છો કારણ કે તે 2-3 દિવસ સુધી ખરાબ થતી નથી. જોતમારી ભાખરી નરમ પડી જતી હોય, તો આ રેસીપીમાં આપેલી 'મોણ' અને 'શેકવાની' ટિપ્સ ચોક્કસ ફોલો કરજો. ચાલોજોઈએ મેથીની મસાલા ભાખરી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 નંગ આશરે

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી

Ingredients

Methi Bhakhri Ingredients

  • ½ કપ ઝીણી સુધારેલ લીલી મેથી
  • ½ કપ ઘઉંનો કરકરો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી સફેદ તલ
  • 2 ચમચી લીલા મરચા આદુની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

Masala Methi Bhakri banavani rit

  • મસાલા મેથી ભાખરી બનાવવા સૌથી પહેલા લીલી મેથી ને સાફ કરી ધોઈ ને નીતારી લ્યો. ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા મરચા અને આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો કરકરો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હિંગ, સફેદ તલ, આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને ઝીણી સુધારેલી મેથી નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે થોડું થોડું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. દસ મિનીટ લોટ માં એકાદ ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને એમાંથી ત્રણ ચાર લુવા કરી લ્યો. હવે એક લુવો લઇ મીડીયમ પાતળી રોટલી વણી લ્યો.
  • ત્યારબાદ અને કાંટા ચમચીથી કાણા કરી લ્યો. હવે વાટકા કે કુકી કટર થી કાપી લ્યો અને બચેલા લોટ ને ફરી વણી કાપી લ્યો અને કાપેલી ભાકરી ને એક પ્લેટમાં માં અલગ અલગ મુક્તા જાઓ. હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો. તવી મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં એક વખત માં જેટલી આવે એટલી વણેલી ભાખરી મૂકી બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો.
  • ત્યાર બાદ કપડાથી અથવા લાકડા ના દટા થી દબાવી દબાવી શેકી લ્યો. ભાખરી શેકાઈ ને ગોલ્ડન થાય બને બાજુ એટલે ઉતારી લ્યો અને છુટ્ટી છુટ્ટી મૂકી ઠંડી થવા દયો. આમ બધી જ ભાખરી ને શેકી ઠંડી કરી લ્યો અને ત્યાર બાદ ડબ્બામાં ભરી મજા લ્યો તો તૈયાર છે મેથી ભાખરી.

Methi Bhakri Recipe Notes

  • તમે ભાખરી ને થોડી જાડી પણ બનાવી શકો છો. જો થોડી જાડી બનાવો તો ધીમા તાપે બરોબર શેકવી જેથી અંદર સુંધી બરોબર શેકાઈ જાય.
  • ભાખરી ને તેલ થી શેકી બનાવી હોય તો ભાખરી થોડી શેકાઈ જાય બને બાજુ ત્યાર બાદ તેલ નાખી ડટા થી દબાવી શેકી લેવી
  • તમે કઈ સાઈઝ ની ભાખરી બનાવો છો એ મુજબ ભાખરી ના નંગ બનશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular