આ સેન્ડવિચ આજ આપણે વડા પાઉ ન ફ્લેવર વાળી તૈયાર કરીશું જેથી તમે વડા પાઉ ના સ્વાદ સેન્ડવિચ માં આવશે જે બધા ને ખૂબ પસંદ આવશે. અને સાથે સેન્ડવિચ માં વાપરતી બધી ચટણીઓ પણ બનાવતા શીખશું. તો ચાલો Masala sandwich – મસાલા સેન્ડવિચ બનાવવાની રીત શીખીએ.
લસણ ની સૂકી ચટણી માટેની સામગ્રી
- સૂકા નારિયળ ન કટકા ¼ કપ
- લસણ ની કણી 12- 15
- સીંગદાણા ¼ કપ
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદ ½ કપ
- લીલા મરચા સુધારેલા 3- 4
- આદુનો ટુકડો 1
- લીંબુનો રસ 1 ચમચી
- સીંગદાણા 2- 3 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
સેન્ડવિચ ની સ્ટફિંગ માટેની સામગ્રી
- લીલા મરચા સુધારેલા 4- 5
- લસણ ની કણી 8- 10
- જીરું 1 ચમચી
- તેલ 3- 4 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 8- 10
- હળદર ½ ચમચી
- બાફેલા બટાકા 6- 7
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- સ્વાદ મુજબ મીઠું
સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી
- બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
- લીલી ચટણી
- બટાકા નો મસાલો
- લસણ ની સૂકી ચટણી
- ચીઝ સ્લાઈસ
Masala sandwich banavani rit
મસાલા સેન્ડવિચ બનાવા સૌથી પહેલા બને ચટણીઓ તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા નો મસાલો બનાવી ઠંડો કરી લેશું ત્યાર બાદ બ્રેડ માં બધી સામગ્રી સ્ટફિંગ કરી ગેસ પર તવી માં શેકી લેશું. તો ચાલો બનાવીએ મસાલા સેન્ડવિચ.
સેન્ડવિચ માટેનો બટાકા વાળો મસાલો બનાવવાની રીત
સેન્ડવિચ માટે બટાકા ને બાફી ને છોલી સાફ કરી લ્યો. ત્યાર બાદ મિક્સર જાર માં લીલા મરચા સુધારેલા, લસણ ની કણી અને જીરું નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ મરચાની પેસ્ટ નાખી શેકો. લસણ બરોબર શેકાઈ જાય એટલે હળદર નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં હાથ થી મેસ કરી બાફેલા બટાકા નાખો સાથે લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મસાલા ને ઠંડો કરવા એક બાજુ મૂકો.
લસણ ની સૂકી ચટણી બનાવવાની રીત
લસણ ની સૂકી ચટણી બનાવવા ગેસ પર કડાઈમાં સુકા નારિયળ ના કટકા અને સીંગદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી ધીમા તાપે બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી સૂકી ચટણી તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે લસણ ની સૂકી ચટણી.
લીલી ચટણી બનાવવાની રીત
લીલી ચટણી બનાવવા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને ફુદીના ના પાંદ ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા સુધારેલા તૈયાર કરી લ્યો. હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો, લીંબું નો રસ, જીરું, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો જો જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ચટણી તૈયાર કરી લ્યો.
મસાલા સેન્ડવિચ બનાવવાની રીત
બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લીલી ચટણી લાગવો અને એના પર બટાકા નો તૈયાર કરેલ મસાલો લગાવી એના પર ચીઝ સ્લાઈસ મૂકો અને ત્યાર બાદ એના પર માખણ લગાવેલ બીજી સ્લાઈસ મૂકી પેક કરી લ્યો હવે તૈયાર સેન્ડવિચ ને ગેસ પર તવી માં માખણ લગાવી મૂકો અને ઉપર પ્લેટ અને વજન મૂકી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો.
બે મિનિટ પછી સેન્ડવિચ ન ઉપર ન ભાગે માખણ લગાવી ઉથલાવી ફરી પ્લેટ અને વજન મૂકી બે મિનિટ શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો અને બીજી સેન્ડવિચ તૈયાર કરી શેકો. આમ બધી સેન્ડવિચ તૈયાર કરી ગરમ ગરમ ચટણી, સોસ અને લસણ ની સૂકી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મસાલા સેન્ડવિચ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મસાલા સેન્ડવિચ બનાવવાની રીત

Masala sandwich banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
- 1 મિક્સર
Ingredients
લસણ ની સૂકી ચટણી માટેની સામગ્રી
- ¼ કપ સૂકા નારિયળ ન કટકા
- 12- 15 લસણ ની કણી
- ¼ કપ સીંગદાણા
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ½ કપ ફુદીના ના પાંદ
- 4 લીલા મરચા સુધારેલા
- 1 આદુનો ટુકડો
- 1 ચમચી લીંબુનો રસ
- 2-3 ચમચી સીંગદાણા
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી જીરું
- મીઠું સ્વાદ મુજબ
સેન્ડવિચ ની સ્ટફિંગ માટેની સામગ્રી
- 4-5 લીલા મરચા સુધારેલા
- 8-10 લસણ ની કણી
- 1 ચમચી જીરું
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- ½ ચમચી હળદર
- 6-7 બાફેલા બટાકા
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી
- બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
- લીલી ચટણી
- બટાકા નો મસાલો
- લસણ ની સૂકી ચટણી
- ચીઝ સ્લાઈસ
Instructions
Masala sandwich banavani rit
- મસાલા સેન્ડવિચ બનાવા સૌથી પહેલા બને ચટણીઓ તૈયાર કરી લેશું ત્યાર બાદ બટાકા નો મસાલો બનાવી ઠંડો કરી લેશું ત્યાર બાદ બ્રેડ માં બધી સામગ્રી સ્ટફિંગ કરી ગેસ પર તવી માં શેકી લેશું. તો ચાલો બનાવીએ મસાલા સેન્ડવિચ.
સેન્ડવિચ માટેનો બટાકા વાળો મસાલો બનાવવાની રીત
- સેન્ડવિચ માટે બટાકા ને બાફી ને છોલી સાફ કરી લ્યો. ત્યાર બાદ મિક્સર જાર માં લીલા મરચા સુધારેલા, લસણ ની કણી અને જીરું નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ લસણ મરચાની પેસ્ટ નાખી શેકો. લસણ બરોબર શેકાઈ જાય એટલે હળદર નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં હાથ થી મેસ કરી બાફેલા બટાકા નાખો સાથે લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મસાલા ને ઠંડો કરવા એક બાજુ મૂકો.
લસણ ની સૂકી ચટણી બનાવવાની રીત
- લસણ ની સૂકી ચટણી બનાવવા ગેસ પર કડાઈમાં સુકા નારિયળ ના કટકા અને સીંગદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ ની કણી નાખી મિક્સ કરી ધીમા તાપે બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
- બધી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી સૂકી ચટણી તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે લસણ ની સૂકી ચટણી.
લીલી ચટણી બનાવવાની રીત
- લીલી ચટણી બનાવવા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને ફુદીના ના પાંદ ને સાફ કરી ધોઈ લ્યો અને લીલા મરચા સુધારેલા તૈયાર કરી લ્યો. હવે મિક્સર જાર માં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો, લીંબું નો રસ, જીરું, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો જો જરૂર લાગે તો થોડું પાણી નાખી પીસી ચટણી તૈયાર કરી લ્યો.
મસાલા સેન્ડવિચ બનાવવાની રીત
- બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ લીલી ચટણી લાગવો અને એના પર બટાકા નો તૈયાર કરેલ મસાલો લગાવી એના પર ચીઝ સ્લાઈસ મૂકો અને ત્યાર બાદ એના પર માખણ લગાવેલ બીજી સ્લાઈસ મૂકી પેક કરી લ્યો હવે તૈયાર સેન્ડવિચ ને ગેસ પર તવી માં માખણ લગાવી મૂકો અને ઉપર પ્લેટ અને વજન મૂકી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો.
- બે મિનિટ પછી સેન્ડવિચ ન ઉપર ન ભાગે માખણ લગાવી ઉથલાવી ફરી પ્લેટ અને વજન મૂકી બે મિનિટ શેકી લ્યો. આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ ઉતારી લ્યો અને બીજી સેન્ડવિચ તૈયાર કરી શેકો. આમ બધી સેન્ડવિચ તૈયાર કરી ગરમ ગરમ ચટણી, સોસ અને લસણ ની સૂકી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મસાલા સેન્ડવિચ.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mix dal na dalvada banavani rit | મિક્સ દાળ ના દાળવડા બનાવવાની રીત
Khandvi banavani rit | ખાંડવી બનાવવાની રીત
bread pocket pizza banavani rit | બ્રેડ પોકેટ પીઝા બનાવવાની રીત