દરેક ગુજરાતી ને આ રસિયા મુઠીયા તો ખૂબ પસંદ આવતા હોય છે જે બચેલા ભાત અને છાસ માંથી તૈયાર થાય છે જે દરેક ગુજરાતી ની પસંદીદા વાનગી છે. તો આજ આપણે ખૂબ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી Rasiya muthiya – રસિયા મુઠીયા બનાવવાની રીત શીખીશું તો ચાલો રસિયા મુઠીયા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાફેલા ભાત 2 કપ
- બેસન ¾ કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લાલ મરચાનો પાઉડર ½ +½ ચમચી
- હળદર ½ +½ ચમચી
- અજમો ½ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- છાસ 3 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 3- 4 ચમચી
- પાણી ½ કપ
વઘાર માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1- 2
- લીલા ધાણા સુધારેલા 4- 5 ચમચી
Rasiya muthiya banavani recipe
રસિયા મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા ભાત લ્યો એમાં બેસન ચાળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના મનગમતા આકાર ના મુઠીયા બનાવી લ્યો.
હવે એજ વાસણમાં ત્રણ ચાર મુઠીયા મેસ કરી નાખો સાથે એમાં છાસ, પાણી, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ઝેણી વડે અથવા બ્લેન્ડર વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલ છાસ નાખો અને છાસ માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
છાસ માં બરોબર ઉભરો આવે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખો અને ઢાંકી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો. મુઠીયા ચડે ત્યાર વચ્ચે બે ત્રણ વખત હલાવી લેવું. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે રસિયા મુઠીયા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
રસિયા મુઠીયા બનાવવાની રેસીપી

Rasiya muthiya banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
Ingredients
- 2 કપ બાફેલા ભાત
- ¾ કપ બેસન
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી હળદર
- ½ ચમચી અજમો
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 3 કપ છાસ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી તેલ
- ½ કપ પાણી
વઘાર માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ⅛ ચમચી હિંગ
- 5-7 મીઠા લીમડા ના પાંદ
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 1-2 સૂકા લાલ મરચા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
Rasiya muthiya banavani recipe
- રસિયા મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાફેલા ભાત લ્યો એમાં બેસન ચાળી ને નાખો સાથે લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, હાથ થી મસળી ને અજમો નાખો ત્યાર બાદ આદુ મરચા ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી નાની સાઇઝ ના મનગમતા આકાર ના મુઠીયા બનાવી લ્યો.
- હવે એજ વાસણમાં ત્રણ ચાર મુઠીયા મેસ કરી નાખો સાથે એમાં છાસ, પાણી, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ઝેણી વડે અથવા બ્લેન્ડર વડે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં તૈયાર કરેલ છાસ નાખો અને છાસ માં ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- છાસ માં બરોબર ઉભરો આવે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખો અને ઢાંકી ને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો. મુઠીયા ચડે ત્યાર વચ્ચે બે ત્રણ વખત હલાવી લેવું. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે રસિયા મુઠીયા.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mithi bhakhri banavani recipe | મીઠી ભાખરી બનાવવાની રેસીપી
schezwan fried rice | સેજવાન ફ્રાઇડ રાઈસ
Sabudana namkin recipe | સાબુદાણા નમકીન બનાવવાની રીત
limbu ni khati mithi chutney | લીંબુ ની ખાટી મીઠી ચટણી
ghau na lot ni bread recipe | ઘઉં ના લોટ ની બ્રેડ બનાવવાની રીત