જયા પાર્વતી વ્રત અને અધિક માસના વ્રતમાં (જેને આપણે મોળાકત કે અલૂણા વ્રત કહીએ છીએ) પાંચ દિવસ સુધી મીઠું (Salt) ખાવાની સખત મનાઈ હોય છે. મોળું ભોજન ઘણીવાર ફિક્કું લાગે છે, પરંતુ કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આનો એક અદભૂત અને કુદરતી ઉપાય છે – ‘ખારી ભાજી‘ (દરિયાઈ લૂણી – મોરસ ભાજી – દરિયા ભાજી).
દરિયા કિનારાની જમીનમાં ઉગતી આ ભાજીના પાંદડામાં કુદરતી રીતે જ મીઠાશ અને ખારાશ (Natural saltiness) ભરેલી હોય છે. આજે આપણે આ જ જાદુઈ ખારી ભાજીનો ઉપયોગ કરીને બનાવીશું મીઠા-મોળા ઘૂઘરા અને કચોરી. આ વાનગીમાં મીઠું નાખ્યા વગર જ ભાજીની ખારાશ અને ગોળ/ખાંડની મીઠાશનું એવું ગજબનું બેલેન્સ આવશે કે ખાનારને ખબર જ નહિ પડે કે આમાં મીઠું નથી! સાથે બનાવીશું વ્રત માટેની સ્પેશિયલ ચટણી. અન જો તમારા પાસે એ ખરી ભાજી ના હોય તો તમે એ સ્કીપ કરી ને બટાકા નો મસાલો બનાવી ને પણ આ કચોરી બનાવી શકો છો. ચાલો જોઈએ આ માસ્ટરપીસ રેસીપી.
Ingredients
- ઘઉંનો લોટ 1 ½ કપ
- ઘી 3-4 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- નવશેકું પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- ખારી ભાજી (મોરસ ભાજી / દરિયા ભાજી) ના પાંદ 1 કપ ( જો મળતી હોય તો ઉપયોગમાં લેવી)
- ઘી 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
- નારિયલ નું છીણ 3-4 ચમચી
- કાજુના કટકા 2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- ખાંડ 2 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
ચટણી માટેની સામગ્રી
- આમચૂર પાઉડર 2 ચમચી
- ખાંડ / ગોળ 4-5 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- પાણી ¾ કપ
Mitha mori kachori ane ghughra sathe chatni banavani rit
મીઠા મોરી કચોરી અને ઘૂઘરા સાથે ચટણી બનાવવા સૌથી પહેલા ચટણી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ લોટ બાંધી તૈયાર કરી લેશું અને ત્યાર બાદ સ્ટફિંગ નો મસાલો બનાવી લેશું છેલ્લે આપણે કચોરી બનાવી તારી તૈયાર કરીશું.
ચટણી બનાવવાની રીત
ગેસ પર કડાઈમાં આમચૂર પાઉડર, ખાંડ / ગોળ, મરી પાઉડર અને પાણી નાખી બધી સામગ્રી બરોબર મિકસ કરી લેશું હવે ગેસ ચાલુ કરી ચાર પાંચ મિનીટ માટે હલાવતા રહી ચટણી ને ચડાવી લેશું. ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ટનદી કરવા મુકીશું તો તૈયાર છે ચટણી.
લોટ બાંધવાની રીત
કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં મરી પાઉડર અને ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો હવે નવશેકા પાણી થી લોટ ને મિક્સ કરતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.
સ્ટફિંગ બનાવવાની રીત
જો તમારા પાસે ખારી ભાજી હોય તો એને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ કોરી કરી મિક્સર જારમાં નાખી દર્દરી પીસી લેવ. હવે બાફેલા બટાકા ને છોલી સાફ કરી હાથ થી મેસ કરી લ્યો અને આદુ મરચાની પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય ત્યાર બાદ જો ખારી ભાજી હોય તો એ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. (જો ન હોય સ્કીપ કરી નાખો ) અને ત્યાર બાદ બાફી મેસ કરેલ બટાકા નાખો સાથે નારિયલ નું છીણ, સિંગદાણા નો ભૂકો, કાજુના કટકા, મરી પાઉડર, ખાંડ, લીંબુનો રસ અને કીસમીસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. અને ઠંડી થાય એટલે એમાંથી જે સાઈઝ ની કચોરી બનવી હોય એના થો થોડા નાના બોલ બનાવી એક બાજુ મુકો.
હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો અને એક લુવો લઇ એને હથેળી વચ્ચે દબાવી પૂરી બનાવી લ્યો અને તૈયાર કરેલ સ્ટફિંગ બોલ મૂકી બધી બાજુથીબરોબર પેક કરી લ્યો અને હથેળી વચ્ચે જ થોડી દબાવી ચપટી કરી લ્યો. આમ બધી કચોરી બનાવી લ્યો. ( જો તમને એને કચોરી ની જગ્યાએ ઘૂઘરા નો આકાર આપવો હોય તો એ પણ આપી શકો છો.) હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કચોરી નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લીધા બાદ કાઢી લ્યો આમ્બ્ધી કચોરી તારી લ્યો. તો તૈયાર છે મીઠા મોરી કચોરી-ઘૂઘરા વિથ ચટણી.
Jaya Parvati Vrat Recipe Notes
- જો તમારા પાસે એ ખરી ભાજી ના હોય તો તમે એ સ્કીપ કરી ને બટાકા નો મસાલો બનાવી ને પણ આ કચોરી બનાવી શકો છો
મીઠા મોરી કચોરી અને ઘૂઘરા સાથે ચટણી બનાવવાની રીત

Meetha Mori Kachori & Ghughra | ખારી ભાજીના ઘૂઘરા | Jaya Parvati Vrat Recipe
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
- 1 ½ કપ ઘઉંનો લોટ
- 3-4 ચમચી ઘી
- ¼ ચમચી મરી પાઉડર
- નવશેકું પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 1 કપ ખારી ભાજી ના પાંદ જો મળતી હોય તો ઉપયોગમાં લેવી
- 2-3 ચમચી ઘી
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
- 3-4 ચમચી નારિયલ નું છીણ
- 2 ચમચી કાજુના કટકા
- 1-2 ચમચી કીસમીસ
- 2 ચમચી શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો
- ¼ ચમચી મરી પાઉડર
- 2 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
ચટણી માટેની સામગ્રી
- 2 ચમચી આમચૂર પાઉડર
- 4-5 ચમચી ખાંડ / ગોળ
- ¼ ચમચી મરી પાઉડર
- ¾ કપ પાણી
Instructions
Mitha mori kachori ane ghughra sathe chatni banavani rit
- મીઠા મોરી કચોરી અને ઘૂઘરા સાથે ચટણી બનાવવા સૌથી પહેલા ચટણી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ લોટ બાંધી તૈયાર કરી લેશું અને ત્યાર બાદ સ્ટફિંગ નો મસાલો બનાવી લેશું છેલ્લે આપણે કચોરી બનાવી તારી તૈયાર કરીશું.
ચટણી બનાવવાની રીત
- ગેસ પર કડાઈમાં આમચૂર પાઉડર, ખાંડ / ગોળ, મરી પાઉડર અને પાણી નાખી બધી સામગ્રી બરોબર મિકસ કરી લેશું હવે ગેસ ચાલુ કરી ચાર પાંચ મિનીટ માટે હલાવતા રહી ચટણી ને ચડાવી લેશું. ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ટનદી કરવા મુકીશું તો તૈયાર છે ચટણી.
લોટ બાંધવાની રીત
- કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં મરી પાઉડર અને ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો હવે નવશેકા પાણી થી લોટ ને મિક્સ કરતા જઈ મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મુકો.
સ્ટફિંગ બનાવવાની રીત
- જો તમારા પાસે ખારી ભાજી હોય તો એને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ કોરી કરી મિક્સર જારમાં નાખી દર્દરી પીસી લેવ. હવે બાફેલા બટાકા ને છોલી સાફ કરી હાથ થી મેસ કરી લ્યો અને આદુ મરચાની પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચાની પેસ્ટ નાખી શેકી લ્યો પેસ્ટ શેકાઈ જાય ત્યાર બાદ જો ખારી ભાજી હોય તો એ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ ચડાવી લ્યો. (જો ન હોય સ્કીપ કરી નાખો ) અને ત્યાર બાદ બાફી મેસ કરેલ બટાકા નાખો સાથે નારિયલ નું છીણ, સિંગદાણા નો ભૂકો, કાજુના કટકા, મરી પાઉડર, ખાંડ, લીંબુનો રસ અને કીસમીસ નાખી મિક્સ કરી બે ચાર મિનીટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. અને ઠંડી થાય એટલે એમાંથી જે સાઈઝ ની કચોરી બનવી હોય એના થો થોડા નાના બોલ બનાવી એક બાજુ મુકો.
- હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો અને એક લુવો લઇ એને હથેળી વચ્ચે દબાવી પૂરી બનાવી લ્યો અને તૈયાર કરેલ સ્ટફિંગ બોલ મૂકી બધી બાજુથીબરોબર પેક કરી લ્યો અને હથેળી વચ્ચે જ થોડી દબાવી ચપટી કરી લ્યો. આમ બધી કચોરી બનાવી લ્યો. ( જો તમને એને કચોરી ની જગ્યાએ ઘૂઘરા નો આકાર આપવો હોય તો એ પણ આપી શકો છો.) હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એમાં કચોરી નાખી મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી તારી લીધા બાદ કાઢી લ્યો આમ્બ્ધી કચોરી તારી લ્યો. તો તૈયાર છે મીઠા મોરી કચોરી-ઘૂઘરા વિથ ચટણી.
Notes
- જો તમારા પાસે એ ખરી ભાજી ના હોય તો તમે એ સ્કીપ કરી ને બટાકા નો મસાલો બનાવી ને પણ આ કચોરી બનાવી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mitha Vagar ni bataka ni bhaji ane puri | મીઠા વગરની બટાકાની ભાજી અને પૂરી
Butter garlic broccoli banavani recipe | બટર ગાર્લિક બ્રોકલી
