શ્રાવણ મહિનો શરૂ થવાનો છે અને ઘણા વ્રત ઉપવાસ કરવાના હસે તો મહિના ભર ખાઈ શકાય એવા નાસ્તા બનાવી ને કે ફરાળી વાનગીઓ બનાવતાં શીખીશું જેમાંથી આજ આપણે મોટા સાબુદાણા માંથી નમકીન બનાવતા શીખીશું અને સાબુદાણા તરી લીધા બાદ અંદર થી કાચા ના લાગે એ માટેની એક ટિપ્સ સાથે ચાલો સાબુદાણા નમકીન Sabudana namkin banavani rit શીખીએ.
સાબુદાણા નમકીન બનાવવા જરૂરી સામગ્રી
- મોટા સાબુદાણા 1 કપ
- સીંગદાણા ½ કપ
- બદામ 8-10
- કાજુ ના મોટા કટકા 10-15
- સૂકા નારિયળ ની કતરણ 8-10
- કીસમીસ 1 ચમચી
- કાળી દ્રાક્ષ 1 ચમચી
- મીઠા લીમડા ના પાન 10-12
- લીલા મરચા સુધારેલા 2-3
- ફરાળી મીઠું ¼ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર ½ ચમચી
- પીસેલી ખાંડ ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- તરવા માટે તેલ
Sabudana namkin banavani rit
સાબુદાણા નમકીન બનાવવા સૌપ્રથમ મોટા વાળા એક વાસણમાં લઈ એમાં એક ચમચી પાણી નાખી હલાવી બરોબર મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે બીજા એક વાટકામાં ફરાળી મીઠું, મરી પાઉડર, આમચૂર પાઉડર, પીસેલી ખાંડ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં પલાળી રાખેલ સાબુદાણા માંથી થોડા સાબુદાણા નાખો અને ને ત્રણ મિનિટ હલાવતા રહી તરી લ્યો,
સાબુદાણા બરોબર તરી લીધા બાદ ચારણી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સાબુદાણા ને તરી લ્યો અને ત્યાર બાદ મોટા વાસણમાં કાઢી એના પર એક બે ચમચી તૈયાર કરેલ મસાલો છાંટી મિક્સ કરી એક બાજુ મૂકો.
એમાં સીંગદાણા નાખી એને પણ તરી લઈ ચારણીમાં નાખો ત્યાર બાદ બદામ ને તરી લ્યો, કાજુ તરી લ્યો, કીસમીસ અને કાળી દ્રાક્ષ ને તરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી તરી લ્યો ,
આમ બધી સામગ્રી તરી ને ચારણીમાં નાખી છેલ્લે તરી રાખેલ સાબુદાણા માં નાખો અને ઉપર તૈયાર કરેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમ ગરમ ચા દૂધ સાથે મજા લ્યો સાબુદાણા નમકીન.
Sabudana namkin NOTES
- અહી તમે બટાકા સેવ, સાવ ની સેવ બનાવી ને પણ મિક્સ કરી શકો છો.
સાબુદાણા નમકીન બનાવવાની રીત
Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Sabudana namkin recipe
Sabudana namkin banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સાબુદાણા નમકીન બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ મોટા સાબુદાણા
- ½ કપ સીંગદાણા
- 8-10 બદામ
- 10-15 કાજુ ના મોટા કટકા
- 8-10 સૂકા નારિયળ ની કતરણ
- 1 ચમચી કીસમીસ
- 1 ચમચી કાળી દ્રાક્ષ
- 10-12 મીઠા લીમડા ના પાન
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી ફરાળી મીઠું
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી પીસેલી ખાંડ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- તરવા માટે તેલ
Instructions
Sabudana namkin banavani rit
- સાબુદાણા નમકીન બનાવવા સૌપ્રથમ મોટા વાળા એક વાસણમાં લઈ એમાં એક ચમચી પાણી નાખી હલાવી બરોબર મિક્સ કરી ઢાંકી દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે બીજા એક વાટકામાં ફરાળી મીઠું, મરી પાઉડર, આમચૂર પાઉડર, પીસેલી ખાંડ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં પલાળી રાખેલ સાબુદાણા માંથી થોડા સાબુદાણા નાખો અને ને ત્રણ મિનિટ હલાવતા રહી તરી લ્યો,
- સાબુદાણા બરોબર તરી લીધા બાદ ચારણી માં કાઢી લ્યો આમ થોડા થોડા કરી બધા સાબુદાણા ને તરી લ્યો અને ત્યાર બાદ મોટા વાસણમાં કાઢી એના પર એક બે ચમચી તૈયાર કરેલ મસાલો છાંટી મિક્સ કરી એક બાજુ મૂકો.
- એમાં સીંગદાણા નાખી એને પણ તરી લઈ ચારણીમાં નાખો ત્યાર બાદ બદામ ને તરી લ્યો, કાજુ તરી લ્યો, કીસમીસ અને કાળી દ્રાક્ષ ને તરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી તરી લ્યો ,
- આમ બધી સામગ્રી તરી ને ચારણીમાં નાખી છેલ્લે તરી રાખેલ સાબુદાણા માં નાખો અને ઉપર તૈયાર કરેલ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને ગરમ ગરમ ચા દૂધ સાથે મજા લ્યો સાબુદાણા નમકીન.
Sabudana namkin NOTES
- અહી તમે બટાકા સેવ, સાવ ની સેવ બનાવી ને પણ મિક્સ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Shekel kacha kela recipe | ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી વાનગી
છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit
સાબુદાણા ના વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati
ઢોસા બનાવવાની રીત | dosa banavani rit | dosa recipe in gujarati