અત્યાર સુંધી આપણે મેથીના પરોઠા કે થેપલા તો ઘણી વખત બનાવ્યા છે પણ આજ આપણે methi dhebra recipe gujarati – મેથી ઢેબરા બનાવતા શીખીશું જે બાજરા માં લોટ સાથે બનું ને તૈયાર થાય છે આ ઢેબરા એક વખત બનાવી એક બે દિવસ સુંધી ખાઈ શકાય છે અને ટિફિન , પ્રવાસ કે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.
dhebra Ingredients list
- બાજરા નો લોટ 1 ½ કપ
- જુવાર નો લોટ ¼ કપ
- ઘઉંનો લોટ ½ કપ
- મેથી સુધારેલ 2 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- લસણ, લીલા મરચા આદુની પેસ્ટ 3 – 4 ચમચી
- અજમો 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગોળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- દહીં 4-5 ચમચી
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Methi dhebra banavani rit
મેથી ઢેબરા બનાવવા સૌપ્રથમ મેથી અને લીલા ધાણા સાફ કરી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી લ્યો હવે કથરોટ માં બાજરા , જુવાર અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, આદુ લસણ મરચા ની પેસ્ટ, સફેદ તલ, હિંગ, હળદર, અજમો હથેળી થી મસળી ને નાખો.
ત્યાર બાદ એમાં છીણેલો ગોળ, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, એક થી બે ચમચી ઘી/ તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં દહીં નાખી મિક્સ કરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ પર તેલ કે ઘી લગાવી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના ઢેબરા બનાવવાના હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે એક લુવો લઈ કોરા લોટ થી મિડીયમ જાડો ઢેબરા ને વણી લ્યો અને ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલા ઢેબરા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો બને બાજુ થોડા શેકી લીધા બાદ એના પર તેલ / ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.
શેકેલ ઢેબરા ને ઉતારી લઈ બીજા લુવા થી ફરી ઢેબરા વણી શેકો. આમ એક એક લુવાને વણી ઢેબરા શેકતા જાઓ. આમ બધા ઢેબરા વણી ને શેકી લ્યો એન જો લાંબો સમય રાખવા હોય તો અલગ અલગ મૂકી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી ચા, દહી, અથાણાં અને ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે મેથી ઢેબરા.
Dhebra recipe notes
- અહીં જો તમને મેથી ઓછી પસંદ હોય તો એક કપ મેથી અને અડધો કપ પાલક, અડધો કપ લીલા ધાણા પણ નાખી શકો છો.
- ગોળ તમને પસંદ ના હોય તો ના નાખવો અને જો પસંદ હોય તો બે ચમચી સુંધી પણ નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મેથી ઢેબરા બનાવવાની રીત

Methi dhebra banavani rit
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો – વેલણ
- 1 તવી
Ingredients
Dhebra Ingredients list
- 1 ½ કપ બાજરા નો લોટ
- ¼ કપ જુવાર નો લોટ
- ½ કપ ઘઉંનો લોટ
- 2 કપ મેથી સુધારેલ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી લસણ , લીલા મરચા આદુની પેસ્ટ
- 1 ચમચી અજમો
- 2 ચમચી સફેદ તલ
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- 4-5 ચમચી દહીં
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Methi dhebra banavani rit
- મેથી ઢેબરા બનાવવા સૌપ્રથમ મેથી અને લીલા ધાણા સાફ કરી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ મરચા અને લસણ ની પેસ્ટ બનાવી લ્યો હવે કથરોટ માં બાજરા , જુવાર અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો અને એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા, આદુ લસણ મરચા ની પેસ્ટ, સફેદ તલ, હિંગ, હળદર, અજમો હથેળી થી મસળી ને નાખો.
- ત્યાર બાદ એમાં છીણેલો ગોળ, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, એક થી બે ચમચી ઘી/ તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં દહીં નાખી મિક્સ કરો અને જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ પર તેલ કે ઘી લગાવી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના ઢેબરા બનાવવાના હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે એક લુવો લઈ કોરા લોટ થી મિડીયમ જાડો ઢેબરા ને વણી લ્યો અને ત્યાર બાદ ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલા ઢેબરા ને નાખી બને બાજુ થોડા થોડા શેકી લ્યો બને બાજુ થોડા શેકી લીધા બાદ એના પર તેલ / ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.
- શેકેલ ઢેબરા ને ઉતારી લઈ બીજા લુવા થી ફરી ઢેબરા વણી શેકો. આમ એક એક લુવાને વણી ઢેબરા શેકતા જાઓ. આમ બધા ઢેબરા વણી ને શેકી લ્યો એન જો લાંબો સમય રાખવા હોય તો અલગ અલગ મૂકી ઠંડા કરી લ્યો અને ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી ચા, દહી, અથાણાં અને ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે મેથી ઢેબરા.
Dhebra recipe notes
- અહીં જો તમને મેથી ઓછી પસંદ હોય તો એક કપ મેથી અને અડધો કપ પાલક, અડધો કપ લીલા ધાણા પણ નાખી શકો છો.
- ગોળ તમને પસંદ ના હોય તો ના નાખવો અને જો પસંદ હોય તો બે ચમચી સુંધી પણ નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત
Dahi vegetable sandwich recipe | દહીં વેજીટેબલ સેન્ડવીચ
Dudhi na appam banavani rit | દૂધી ના અપ્પમ બનાવવાની રીત
Jain khakhra no rajwadi chevdo banavani rit | જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત
tameta sev banavani rit | ટામેટા સેવ બનાવવાની રીત
chokha na lot ni chakri | ચોખા ના લોટ ની ચકરી