Home Nasta Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત

Khandvi bites banavani rit | ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત

0
Image credit – Youtube/Homemade Happiness With Manisha

ખાંડવી તો દરેક ગુજરાતી ની ખૂબ પસંદીદા વાનગી છે પણ ખાંડવી બનાવવામાં ઘણો સમય અને વાસણ લાગતા હોઈ ઘરે બનાવવાનુ ટાળતા હોઈએ છીએ પણ આજ આપણે ખાંડવી ને એક અલગ રીતે બનાવતા શીખીશું જે લાગશે તો ખાંડવી જેવી જ ટેસ્ટી Khandvi bites – ખાંડવી બાઈટ્સ પણ બનાવતા સમય અને વાસણ નહિ લાગે ઘણા.

Ingredients List

  • બેસન 1 કપ
  • દહીં ½ કપ
  • લીલા મરચા આદુ ની પેસ્ટ 2 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 ½ કપ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • દાડમ દાણા 5-6 ચમચી
  • લીલું નારિયળ છીણેલું 4-5 ચમચી

Khandvi bites banavani rit

ખાંડવી બાઈટ્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં દહીં, સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ  અને આદુ મરચાની પેસ્ટ નાખી એક વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો અને ફરીથી પીસી લ્યો અને હવે એક કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો બધી સામગ્રી બરોબર પીસી લીધા બાદ તૈયાર મિશ્રણ ને કડાઈમાં નાખો અને ત્યાર બાદ મિક્સર જાર માં અડધા કપ જેટલું પાણી નાખી ફેરવી ને પાણી કડાઈમાં નાખી દયો.

હવે ગેસ પર કડાઈ મૂકી મિડીયમ તાપે ગેસ ચાલુ કરી લગાતાર હલાવતા રહો અને મિશ્રણ ને ચડાવી લ્યો મિશ્રણ બરોબર ચડી જાય અને ઘટ્ટ થાય ગેસ ધીમો કરી ત્યાં સુધી દસ થી બાર મિનિટ ચડાવી લ્યો. બાર મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પંદર વીસ મિનિટ ઠંડુ કરી લ્યો.

વીસ મિનિટ પછી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો અને કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ હિંગ, મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ એમાં કટકા કરેલ ખાંડવી નાખો અને મિક્સ કરો,

ત્યાર બાદ બે મિનિટ શેકી લઈ એમાં લીલા ધાણા સુધારેલા, લીલું નારિયળ છીણેલું અને દાડમ દાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ખાંડવી બાઈટ્સ.

Khandvi recipe notes

  • વઘાર માટે તમે તમારી પસંદ ના મસાલા નાખી ફ્લેવર્સ આપી શકો છો.
  • ખાંડવી વહેલી તૈયાર કરી લઈ ત્યાર બાદ ખાવા માટે જરૂર હોય ત્યારે તરત વઘાર કરી ને પણ ખાઈ શકાય છે.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

ખાંડવી બાઈટ્સ બનાવવાની રીત

Khandvi bites - ખાંડવી બાઈટ્સ

Khandvi bites banavani rit

ખાંડવી તો દરેક ગુજરાતી ની ખૂબ પસંદીદા વાનગી છે પણ ખાંડવીબનાવવામાં ઘણો સમય અને વાસણ લાગતા હોઈ ઘરે બનાવવાનુ ટાળતા હોઈએ છીએ પણ આજ આપણે ખાંડવીને એક અલગ રીતે બનાવતા શીખીશું જે લાગશે તો ખાંડવી જેવી જ ટેસ્ટી Khandvi bites – ખાંડવી બાઈટ્સ પણ બનાવતા સમય અને વાસણ નહિ લાગે ઘણા.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 થાળી
  • 1 કડાઈ

Ingredients

Ingredients List

  • 1 કપ બેસન
  • ½ કપ દહીં
  • 2 ચમચી લીલા મરચા આદુ ની પેસ્ટ
  • ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • કપ પાણી

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડા ના પાંદ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 5-6 ચમચી દાડમ દાણા
  • 4-5 ચમચી લીલું નારિયળ છીણેલું

Instructions

Khandvi bites banavani rit

  • ખાંડવી બાઈટ્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં દહીં, સ્વાદ મુજબ મીઠું, હળદર, હિંગ અને આદુ મરચાની પેસ્ટ નાખી એક વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો અને ફરીથી પીસી લ્યો અને હવે એક કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો બધી સામગ્રી બરોબર પીસી લીધા બાદ તૈયાર મિશ્રણ ને કડાઈમાં નાખો અને ત્યાર બાદ મિક્સર જાર માં અડધા કપ જેટલું પાણી નાખી ફેરવી ને પાણી કડાઈમાં નાખી દયો.
  • હવે ગેસ પર કડાઈ મૂકી મિડીયમ તાપે ગેસ ચાલુ કરી લગાતાર હલાવતા રહો અને મિશ્રણ ને ચડાવી લ્યો મિશ્રણ બરોબર ચડી જાય અને ઘટ્ટ થાય ગેસ ધીમો કરી ત્યાં સુધી દસ થી બાર મિનિટ ચડાવી લ્યો. બાર મિનિટ પછી ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પંદર વીસ મિનિટ ઠંડુ કરી લ્યો.
  • વીસ મિનિટ પછી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો અને કટકા ને એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, સફેદ તલ હિંગ, મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને શેકી લ્યો ત્યાર બાદ એમાં કટકા કરેલ ખાંડવી નાખો અને મિક્સ કરો,
  • ત્યાર બાદ બે મિનિટ શેકી લઈ એમાં લીલા ધાણા સુધારેલા, લીલું નારિયળ છીણેલું અને દાડમ દાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ખાંડવી બાઈટ્સ.

Khandvi recipe notes

  • વઘાર માટે તમે તમારી પસંદ ના મસાલા નાખી ફ્લેવર્સ આપી શકો છો.
  • ખાંડવી વહેલી તૈયાર કરી લઈ ત્યાર બાદ ખાવા માટે જરૂર હોય ત્યારે તરત વઘાર કરી ને પણ ખાઈ શકાય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version