જય શ્રી કૃષ્ણ આજ આપણે મીની ખસ્તા કચોરી બનાવવાની રીત – mini khasta kachori banavani rit શીખીશું. Please subscribe Flavours Of My Kitchen YouTube channel If you like the recipe આ કચોરી ને તમે દાળ કચોરી કે પછી મગ દાળ કચોરી પણ કહેવાય છે જે એક વખત બનાવી તમે ચાર પાંચ દિવસ સુંધી ખાઈ શકો છો ને કચોરી આંબલીની ચટણી સાથે ખૂબ સરસ લાગે છે અને સાઇઝ માં નાની હોવાથી નાના બાળકો ને ખૂબ પસંદ આવશે તો ચાલો mini khasta kachori recipe in gujarati શીખીએ.
લસણ આદુ મરચા ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- લસણ ની કણી 7-8
- આદુ નો ટુકડો 1-2 ઇંચ
- લીલા મરચા સુધારેલા 2-3
કચોરી મસાલા માટેની સામગ્રી
- મરી 1 ચમચી
- જીરું 1 ચમચી
- કાચી વરિયાળી 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- સૂકી મેથી 1 ચમચી
કચોરી નું પુરણ બનાવવા માટેની સામગ્રી
- મગ દાળ બે ત્રણ કલાક પલાળેલી 1 કપ
- અડદ દાળ બે ત્રણ કલાક પલાળેલી 1 ચમચી
- તેલ 3-4 ચમચી
- આદુ લસણ મરચા ની પેસ્ટ
- મસાલો
- બેસન 2 ચમચી
- હળદર ½ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ખાંડ ½ ચમચી
- કાજુ ના ટુકડા 2 ચમચી
કચોરી નું પડ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 4 કપ
- સ્વાદ મુજબ મીઠું
- ઘી 5-6 ચમચી
- પાણી જરૂર મુજબ
મીની ખસ્તા કચોરી બનાવવાની રીત | mini khasta kachori
મીની ખસ્તા કચોરી બનાવવા સૌપ્રથમ આપણે કચોરી માં પડતા મસાલા ને તૈયાર કરી લેશું ત્યારબાદ કચોરી ની પૂરણ બનાવી ઠંડુ થવા મુકશુ અને પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી કચોરી ના ઉપર નું પડ માટે નો લોટ બાંધી એને પણ આરામ કરવી લેશું ત્યાર બાદ કચોરી બનાવી ને તેલ માં ધીમા તાપે તરી લેશું તો ચાલો બનાવીએ મીની ખસ્તા કચોરી
મીની કચોરી નો મસાલો બનાવવાની રીત
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે મરી, જીરું, કાચી વરિયાળી, આખા ધાણા ને બે ત્રણ મિનિટ શેકી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકી મેથી નાખી મિક્સ કરી એક વાસણમાં કાઢી ઠંડા કરી લઈ મિક્સર જાર માં અધ કચરા પીસી લેશું ( તમે આ મસાલા ને શેક્યા વગર સીધા પણ અધ કચરા પીસી ને લઈ શકો છો)
લસણ આદુ મરચા ની પેસ્ટ બનાવવાની રીત
મિક્સર જાર માં લસણ ની કણી , આદુ નો ટુકડો અને લીલા મરચા સુધારેલા નાખી એક બે વખત પ્લસ મોડ માં અધ કચરા પીસી લઈ એક બાજુ મૂકો
કચોરી નું પુરણ બનાવવાની રીત
કચોરી નું પૂરણ બનાવવા બે ત્રણ કલાક પલાળી રાખેલ મગ દાળ અને અડદ દાળ નું પાણી નિતારી લેશું ત્યાર બાદ એને મિક્સર જાર માં નાખી અધ કચરી પીસી લઈ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ મરચા પેસ્ટ નાંખી એક મિનિટ શેકી લ્યો લસણ આદુ ની કચાસ ઓછી થાય એટલે તેમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને એમાં બેસન નાખી એક બે મિનિટ શેકી લ્યો હવે એમાં પીસેલી દાળ નાખી ને ફૂલ તાપે હલાવતા રહી ને શેકો અને દાળ ને શેકવથી એમાં રહેલ ભીનાશ ભરી જાય ત્યાં સુંધી શેકવી
હવે દાળ બરોબર કોરા જેવી થાય એટલે તેમાં હળદર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના ટુકડા નાખી મિક્સ કરો અને ગેસ બંધ કરી ને તૈયાર પૂરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો
મીની કચોરી નું પડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચારણી વડે ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાંચ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ઘી અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પાણી થોડું થોડુ નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ઘી લગાવી પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
મીની ખસ્તા કચોરી બનાવવાની રીત | mini khasta kachori banavani rit
પૂરણ ઠંડુ થાય અને લોટ પણ વીસ મિનિટ આરામ કરી લે એટલે પહેલા પૂરણ માંથી નાની નાની ગોળી બનાવી લ્યો અને ત્યાર બાદ લોટ માંથી પૂરણ ની ગોળી થી થોડી મોટી સાઇઝ ના લુવા કરી લ્યો
હવે એક લુવો લ્યો એને બે હથેળી વચ્ચે પહેલા ગોળી બનાવો ત્યાર બાદ હથેળી વચ્ચે દબાવી ચપટો કરો અને પછી આંગળી ની મદદ થી થોડો વધારે ચપટી કરી નાની પૂરી બનાવો તૈયાર પુરી માં પૂરણ ની ગોળી મૂકી ને લોટ ને બધી બાજુ થી ફરી પેક કરી હથેળી વચ્ચે ફેરવી ને ગોળો બનાવી લ્યો અને હથેળી વચ્ચે જ થોડી દબાવી ને ચપટી કરી લ્યો
તો તૈયાર છે કચોરી આમ બીજા લુવા માંથી પણ ગોળો બનાવી દબાવી ને એમાં પૂરણ ભરી પેક કરી લ્યો અને ફરી ગોળો બનાવી ચપટા કરી કચોરીઓ તૈયાર કરો આમ બધી કચોરી ભરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપે કરી તેમાં હથેળી વડે દબાવી દબાવી ને તૈયાર કરેલ કચોરી નાખતા જાઓ એક વખત માં જેટલી સમાય એટલી કચોરી નાખો અને ગેસ ને ધીમો કરી નાખો કચોરી એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી દયો
બને બાજુ કચોરી નો ગોલ્ડન રંગની થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી કચોરી ને તરવા માટે નાખો ને અને પણ ગોલ્ડન તરી લ્યો ને બધી કચોરી તૈયાર કરી લ્યો જો કચોરી ને સાચવી હોય તો એને બિલકુલ ઠંડી થવા દેવી ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરવી અને ગરમ ગરમ પણ આંબલી ની ચટણી સાથે સર્વ કરો મીની ખસ્તા કચોરી
mini khasta kachori recipe in gujarati notes
- લોટ માં તમે મેંદા નો લોટ અથવા ઘઉં નો લોટ વાપરી શકો છો અને બાંધવા માં મોણ મુઠી બંધ થાય એટલું નાખશો તો કચોરી ખાસ્તા બનશે
- પૂરણ ને પણ તૈયાર કરી તમે ફ્રીઝ માં દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો અને આ પૂરણ માંથી તમે પરોઠા પણ બનાવી શકો છો
- જો કચોરી લાંબો સમય રાખવી હોય તો પેક કરવાથી પહેલા બિલકુલ ઠંડી થવા દેવી નહિતર કચોરી લાંબો સમય નહિ સાચવી શકો
- કચોરી તરવા નાખતી વખતે ગેસ મિડીયમ ફૂલ રાખવો અને કચોરી નાખી દીધા બાદ ગેસ ધીમો કરી નાખવો તો કચોરી અંદર સુંધી બરોબર ચડી જસે ને ખસ્તા બનશે
mini khasta kachori banavani rit | Recipe video
Youtube પર Flavours Of My Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મીની ખસ્તા કચોરી | mini khasta kachori recipe in gujarati

મીની ખસ્તા કચોરી બનાવવાની રીત | mini khasta kachori banavani rit | mini khasta kachori | મીની ખસ્તા કચોરી | mini khasta kachori recipe in gujarati
Equipment
- 1 kadai
Ingredients
લસણ આદુ મરચા ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી
- 7-8 લસણ ની કણી
- 1-2 ઇંચ આદુ નો ટુકડો
- 2-3 લીલા મરચા સુધારેલા
કચોરી મસાલા માટેની સામગ્રી
- 1 ચમચી મરી
- 1 ચમચી જીરું
- 1 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી આખા ધાણા
- 1 ચમચી સૂકી મેથી
કચોરી નું પુરણ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ મગ દાળ બે ત્રણ કલાક પલાળેલી
- 1 ચમચી અડદ દાળ બે ત્રણ કલાક પલાળેલી
- 3-4 ચમચી તેલ
- આદુ લસણ મરચા ની પેસ્ટ
- મસાલો
- 2 ચમચી બેસન
- ½ ચમચી હળદર
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ખાંડ
- 2 ચમચી કાજુના ટુકડા
કચોરી નું પડ બનાવવા માટેની સામગ્રી
- 4 કપ મેંદા નો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- 5-6 ચમચી ઘી
- પાણી જરૂર મુજબ
Instructions
મીની ખસ્તા કચોરી | mini khasta kachori
- મીની ખસ્તા કચોરી બનાવવા સૌપ્રથમ આપણે કચોરી માં પડતા મસાલા ને તૈયાર કરી લેશું ત્યારબાદ કચોરી ની પૂરણ બનાવી ઠંડુ થવા મુકશુ અને પૂરણ ઠંડુ થાય ત્યાં સુધી કચોરી ના ઉપર નુંપડ માટે નો લોટ બાંધી એને પણ આરામ કરવી લેશું ત્યાર બાદ કચોરી બનાવી ને તેલ માં ધીમા તાપે તરી લેશું તો ચાલો બનાવીએ મીની ખસ્તા કચોરી
મીની કચોરી નો મસાલો બનાવવાની રીત
- સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં ધીમા તાપે મરી, જીરું, કાચી વરિયાળી, આખા ધાણાને બે ત્રણ મિનિટ શેકી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં સૂકી મેથી નાખી મિક્સ કરીએક વાસણમાં કાઢી ઠંડા કરી લઈ મિક્સર જાર માં અધ કચરા પીસી લેશું ( તમે આ મસાલા ને શેક્યા વગર સીધા પણ અધ કચરા પીસી ને લઈ શકો છો)
લસણ આદુ મરચા ની પેસ્ટ બનાવવાની રીત
- મિક્સર જાર માં લસણ ની કણી , આદુ નો ટુકડો અને લીલા મરચા સુધારેલા નાખી એક બે વખત પ્લસ મોડ માં અધ કચરાપીસી લઈ એક બાજુ મૂકો
કચોરી નું પુરણ બનાવવાની રીત
- કચોરીનું પૂરણ બનાવવા બે ત્રણ કલાક પલાળી રાખેલ મગ દાળ અને અડદ દાળ નું પાણી નિતારી લેશું ત્યાર બાદ એને મિક્સર જાર માં નાખી અધ કચરી પીસી લઈ એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ મરચા પેસ્ટ નાંખી એક મિનિટ શેકી લ્યો લસણ આદુ ની કચાસ ઓછી થાય એટલે તેમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરીલ્યો અને એમાં બેસન નાખી એક બે મિનિટ શેકી લ્યો હવે એમાં પીસેલી દાળ નાખી ને ફૂલ તાપે હલાવતા રહી ને શેકો અને દાળ ને શેકવથી એમાં રહેલ ભીનાશ ભરી જાય ત્યાં સુંધી શેકવી
- હવે દાળ બરોબર કોરા જેવી થાય એટલે તેમાં હળદર, સંચળ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ખાંડ નાખી બરોબર મિક્સકરી લ્યો ને એક બે મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના ટુકડા નાખી મિક્સકરો અને ગેસ બંધ કરી ને તૈયાર પૂરણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા મૂકો
મીની કચોરી નું પડ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચારણી વડે ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાંચ ચમચીઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ઘી અને લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં પાણીથોડું થોડુ નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યોઅને ઘી લગાવી પંદર વીસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો
મીની ખસ્તા કચોરી બનાવવાની રીત | mini khasta kachori banavani rit
- પૂરણ ઠંડુ થાય અને લોટ પણ વીસ મિનિટ આરામ કરી લે એટલે પહેલા પૂરણ માંથી નાની નાની ગોળી બનાવી લ્યો અને ત્યાર બાદ લોટ માંથી પૂરણ ની ગોળી થી થોડી મોટી સાઇઝ ના લુવા કરી લ્યો
- હવે એક લુવો લ્યો એને બે હથેળી વચ્ચે પહેલા ગોળી બનાવો ત્યાર બાદ હથેળી વચ્ચે દબાવી ચપટો કરો અને પછી આંગળી ની મદદ થી થોડો વધારે ચપટી કરી નાની પૂરી બનાવો તૈયાર પુરી માં પૂરણની ગોળી મૂકી ને લોટ ને બધી બાજુ થી ફરી પેક કરી હથેળી વચ્ચે ફેરવી ને ગોળો બનાવી લ્યોઅને હથેળી વચ્ચે જ થોડી દબાવી ને ચપટી કરી લ્યો
- તો તૈયાર છે કચોરી આમ બીજા લુવા માંથી પણ ગોળો બનાવી દબાવી ને એમાં પૂરણ ભરી પેક કરી લ્યો અને ફરી ગોળો બનાવી ચપટા કરી કચોરીઓ તૈયાર કરો આમ બધી કચોરી ભરી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે ગેસ મીડીયમ તાપે કરી તેમાં હથેળી વડે દબાવી દબાવી ને તૈયાર કરેલ કચોરી નાખતા જાઓ એક વખત માં જેટલી સમાય એટલી કચોરી નાખો અને ગેસ ને ધીમો કરી નાખો કચોરી એક બાજુ થોડી ચડી જાય એટલે ઉથલાવી દયો
- બને બાજુ કચોરી નો ગોલ્ડન રંગની થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી કચોરી ને તરવા માટેનાખો ને અને પણ ગોલ્ડન તરી લ્યો ને બધી કચોરી તૈયાર કરી લ્યો જો કચોરી ને સાચવી હોયતો એને બિલકુલ ઠંડી થવા દેવી ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરવી અને ગરમ ગરમ પણ આંબલીની ચટણી સાથે સર્વ કરો મીની ખસ્તા કચોરી
mini khasta kachori recipe in gujarati notes
- લોટ માં તમે મેંદા નો લોટ અથવા ઘઉં નો લોટ વાપરી શકો છો અને બાંધવા માં મોણ મુઠીબંધ થાય એટલું નાખશો તો કચોરી ખાસ્તા બનશે
- પૂરણને પણ તૈયાર કરી તમે ફ્રીઝ માં દસ પંદર દિવસ સુધી સાચવી શકો છો અને આ પૂરણ માંથી તમે પરોઠા પણ બનાવી શકો છો
- જો કચોરી લાંબો સમય રાખવી હોય તો પેક કરવાથી પહેલા બિલકુલ ઠંડી થવા દેવી નહિતર કચોરી લાંબો સમય નહિ સાચવી શકો
- કચોરી તરવા નાખતી વખતે ગેસ મિડીયમ ફૂલ રાખવો અને કચોરી નાખી દીધા બાદ ગેસ ધીમો કરી નાખવો તો કચોરી અંદર સુંધી બરોબર ચડી જસે ને ખસ્તા બનશે
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
khaman banavani rit | ખમણ બનાવવાની રીત | khaman recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.