Home Nasta Palak Bread Tikki Recipe in Gujarati | પાલક બ્રેડ ટિક્કી

Palak Bread Tikki Recipe in Gujarati | પાલક બ્રેડ ટિક્કી

0

પાલક (Spinach) આર્યન અને વિટામિન્સથી ભરપૂર હોય છે, પણ બાળકોને તે શાક તરીકે ખાવી ગમતી નથી. જો તમારી પાસે થોડી બ્રેડ વધી હોય અને ફ્રીજમાં પાલક પડી હોય, તો તમે તેમાંથી Palak Bread Tikki બનાવી શકો છો. . આ એક ખુબજ ટેસ્ટી નાસ્તો છે જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે. જેને તમે સાવરે નાસ્તામાં અથવા બાળકોને ટીફીન માં પણ બનાવી આપી શકો છો જે એક પરફેક્ટ Healthy Snack છે અને સાંજ ની હલકી ફૂલકી ભૂખ માટે પણ બનાવી શકી છો ચાલો જોઈએ પાલક બ્રેડ ટિક્કી બનાવવાની રીત.

Palak Bread Tikki Ingredients

  • બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી પાલક 1 કપ
  • સુધારેલ ડુંગળી 2-3
  • ઝીણા સુધારેલ લીલા મરચા 2-3
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલ 4-5 ચમચી  
  • ચીલી ફ્લેક્ષ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • ચોખાનો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ /માખણ જરૂર મુજબ પાણી જરૂર મુજબ

Palak Bread Tikkibanavani rit

પાલક બ્રેડ ટિક્કી બનાવવા સૌથી પહેલા પાલક સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ડુંગળી છોલી સાફ કરી ધોઈ લીધા બાદ બે ભાગમાં કાપી લાંબી લાંબી ઝીણી સુધારેઈ લ્યો સાથે લીલા મરચા અને લીલા ધાણા ને પણ ધોઈ સાફ કરી સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો આમ બધી જ સામગ્રી તૈયાર કરી લ્યો.

હવે એક વાસણમાં  સુધારેલ પાલક, ડુંગળી, લીલા મરચા, આદુની પેસ્ટ, ચીલી ફેલ્ક્ષ, જીરું, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા, હળદર, અજમો મસળી ને નાખો સાથે એક ચમચી સફેદ તલ અને ચાળીને બેસન અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ લઇ એને કુકી કટર અથવા વાટકા થી મનગમતા આકાર માં કાપી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે એમાં જરૂર મુજબ તેલ નાખો અને એમાં થોડા સફેદ તલ નાખો.

ત્યારબાદ હવે બ્રેડ ની સ્લાઈસ પર તૈયાર કરેલ મિશ્રણ ની એક કે બે ચમચી નાખી એક સરખી ફેલાવી તવી પર મિશ્રણ વાડી સાઈડ મૂકી ધીમા તાપે ગોલ્ડન થાય અને બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. એક બાજુ બરોબા ચડી જાય એટલે ઉથલાવી બીજી બાજુની બ્રેડ ને પણ ગોલ્ડન અને ક્રિસ્પી શેકી લ્યો. આમ બધી જ ટીક્કી શેકી તૈયાર કરી લ્યો. ગરમ ટીક્કી ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક બ્રેડ ટીક્કી.

Lunchbox Recipe notes

  1. અહી બ્રેડ ની કિનારી અલગ કરી તમે સીધી સ્ક્લાઈસ પણ ઉપયોગ કરી શકો છો.
  2. બાળકો માટે બનાવતા હો તો અલગ અલગ આકારના કુકી કટર વાપરશો તો બાળકો ને પસંદ આવશે.

પાલક બ્રેડ ટિક્કી બનાવવાની રીત

Healthy Snack Palak Bread Tikki and Kids Lunchbox Recipe - પાલક બ્રેડ ટિક્કી

Palak Bread Tikki Recipe in Gujarati | પાલક બ્રેડ ટિક્કી

પાલક (Spinach) આર્યન અને વિટામિન્સથી ભરપૂર હોય છે,પણ બાળકોને તે શાક તરીકે ખાવી ગમતી નથી. જો તમારી પાસે થોડીબ્રેડ વધી હોય અને ફ્રીજમાં પાલક પડી હોય, તોતમે તેમાંથી Palak Bread Tikki બનાવીશકો છો. . આ એક ખુબજ ટેસ્ટી નાસ્તો છે જે ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે. જેને તમે સાવરે નાસ્તામાં અથવા બાળકોને ટીફીન માં પણ બનાવી આપી શકો છો જે એક પરફેક્ટ Healthy Snack છેઅને સાંજ ની હલકી ફૂલકી ભૂખ માટે પણ બનાવી શકી છો ચાલો જોઈએ પાલક બ્રેડ ટિક્કી બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 નંગ

Equipment

  • 1 તવી
  • 1 મોટું વાસણ

Ingredients

Palak Bread Tikki Ingredients

  • બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ
  • 1 કપ ઝીણી સુધારેલી પાલક
  • 2-3 સુધારેલ ડુંગળી
  • 2-3 ઝીણા સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલ
  • ½ ચમચી ચીલી ફ્લેક્ષ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • ½ કપ ચોખાનો લોટ
  • ½ કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ /માખણ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Palak Bread Tikki banavani rit

  • પાલક બ્રેડ ટિક્કી બનાવવા સૌથી પહેલા પાલક સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો. હવે ડુંગળી છોલી સાફ કરી ધોઈ લીધા બાદ બે ભાગમાં કાપી લાંબી લાંબી ઝીણી સુધારેઈ લ્યો સાથે લીલા મરચા અને લીલા ધાણા ને પણ ધોઈ સાફ કરી સુધારી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ આદુની પેસ્ટ બનાવી તૈયાર કરી લ્યો આમ બધી જ સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે એક વાસણમાં સુધારેલ પાલક, ડુંગળી, લીલા મરચા, આદુની પેસ્ટ, ચીલી ફેલ્ક્ષ, જીરું, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા, હળદર, અજમો મસળી ને નાખો સાથે એક ચમચી સફેદ તલ અને ચાળીને બેસન અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ લઇ એને કુકી કટર અથવા વાટકા થી મનગમતા આકાર માં કાપી લ્યો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મુકો તવી ગરમ થાય એટલે એમાં જરૂર મુજબ તેલ નાખો અને એમાં થોડા સફેદ તલ નાખો.
  • ત્યારબાદ હવે બ્રેડ ની સ્લાઈસ પર તૈયાર કરેલ મિશ્રણ ની એક કે બે ચમચી નાખી એક સરખી ફેલાવી તવી પર મિશ્રણ વાડી સાઈડ મૂકી ધીમા તાપે ગોલ્ડન થાય અને બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. એક બાજુ બરોબા ચડી જાય એટલે ઉથલાવી બીજી બાજુની બ્રેડ ને પણ ગોલ્ડન અને ક્રિસ્પી શેકી લ્યો. આમ બધી જ ટીક્કી શેકી તૈયાર કરી લ્યો. ગરમ ટીક્કી ને ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક બ્રેડ ટીક્કી.

Lunchbox Recipe notes

  • અહી બ્રેડ ની કિનારી અલગ કરી તમે સીધી સ્ક્લાઈસ પણ ઉપયોગ કરી શકો છો.
  • બાળકો માટે બનાવતા હો તો અલગ અલગ આકારના કુકી કટર વાપરશો તો બાળકો ને પસંદ આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version