આજ આપણે Lili tuver na vada ane chatni – લીલી તુવેર ના વડા અને ચટણી બનાવવાની રીત શીખીશું. આ વડા ને ઘણા ઢેકરા પણ કહે છે. આ વડા શિયાળા દરમ્યાન મળતી લીલી તુવેરના દાણા માંથી બની ને તૈયાર થાય છે જે અંદર થી સોફ્ટ અને બહાર થી ખૂબ જ ક્રિસ્પી બને છે જેને તમે સવાર સાંજ ના નાસ્તા અથવા બાળકો ને ટિફિન અને પ્રવાસ માં બનાવી શકો છો. અથવા ઘર માં કોઈ નાની પાર્ટી માં પણ પહેલેથી વડા બનાવી છેલ્લે તરી ને સર્વ કરી શકો છો.
Ingredients list
- ચોખાનો 3/4 કપ
- જુવારનો લોટ ½ કપ
- કરકરો ઘઉંનો લોટ ¼ કપ
- લીલી તુવેરના દાણા 1 કપ
- હિંગ ⅛ ચમચી
- હળદર ½ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- લીલું લસણ સુધારેલ ½ કપ
- સફેદ તલ 2 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- ગોળ 2 ચમચી
- ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- ટમેટા 3-4 સુધારેલ
- લસણ ની કણી 8-10
- સફેદ તલ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- જીરું ½ ચમચી
- તેલ 2 -3 ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડા ના પાન 5-7
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lili tuver na vada ane chatni banavani rit
લીલી તુવેરના વડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પાણી ઉકાળી લ્યો અને ત્યાર બાદ એમાં ફોલી સાફ કરેલ લીલી તુવેર ના દાણા નાખી મિડીયમ તાપે દસ મિનિટ ખુલી બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈમાં દોઢ કપ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો અને એમાં હળદર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, હિંગ, લીલા મરચા સુધારેલા, આદુ ની પેસ્ટ, ગોળ, એક ચમચી તેલ નાખી પાણી ને ઉકાળી લેવું. પાણી ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ તુવેર ને પાણી સાથે નાખો.
ત્યાર બાદ એમાં લીલું લસણ સુધારેલ નાખી પાણી ઉકાળી લઈ એમાં ચાળી ને ચોખા નો લોટ, જુવાર નો લોટ અને ઘઉંનો કરકરો લોટ નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ પર તવી મૂકી એના પર કડાઈ મૂકી ઢાંકી ને ધીમા તાપે દસ મિનિટ રહેવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ થી ગ્રીસ કરેલ કથરોટ માં લોટ નાખી નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો.
પાંચ સાત મિનિટ પછી લોટ ને કથરોટ માં રહેલ લોટ માં લીલા ધાણા સુધારેલા નાખી હાથ માં તેલ લગાવી મસળી લ્યો. લોટ મસળી સ્મુથ થાય એટલે એમાંથી નાની નાની સાઇઝ માં વડા બનાવી લ્યો અને બધા વડા તૈયાર કરી લ્યો.
ગેસ પર કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા બધા વડા નાખી એનેપણ તરી લઈ વડા તૈયાર કરી લ્યો અને તૈયાર વડા ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી તુવેરના વડા.
ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં સુધારેલ ટમેટા, લસણ ની કણી, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, જીરું નાખી પીસી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી તતડાવી લેશું ત્યાર બાદ એમાં પીસેલી ચટણી, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લેવી અને તૈયાર ચટણી સાથે સર્વ કરો લીલી તુવેરના વડા.
Tuver Vada recipe notes
- જો જુવાર નો લોટ ના હોય તો એની જગ્યાએ ચોખા નો લોટ વધારી શકો છો અથવા એની જગ્યાએ સોજી કે પૌવા પણ નાખી શકો છો
- વડા માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- વડા ને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લીલી તુવેર ના વડા અને ચટણી બનાવવાની રીત

Lili tuver na vada ane chatni banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 3/4 કપ ચોખાનો
- ½ કપ જુવારનો લોટ
- ¼ કપ કરકરો ઘઉંનો લોટ
- 1 કપ લીલી તુવેરના દાણા
- ⅛ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- ½ કપ લીલું લસણ સુધારેલ
- 2 ચમચી સફેદ તલ
- ½ ચમચી મરી પાઉડર
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી ગોળ
- 1 ચમચી ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ચટણી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ટમેટા સુધારેલ
- 8-10 લસણ ની કણી
- 2 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી જીરું
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- 5-7 મીઠા લીમડા ના પાન
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lili tuver na vada ane chatni banavani rit
- લીલી તુવેરના વડા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પાણી ઉકાળી લ્યો અને ત્યાર બાદ એમાં ફોલી સાફ કરેલ લીલી તુવેર ના દાણા નાખી મિડીયમ તાપે દસ મિનિટ ખુલી બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી એક બાજુ મૂકો.
- હવે બીજી કડાઈમાં દોઢ કપ પાણી નાખી પાણી ગરમ કરવા મૂકો અને એમાં હળદર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, સફેદ તલ, હિંગ, લીલા મરચા સુધારેલા, આદુ ની પેસ્ટ, ગોળ, એક ચમચી તેલ નાખી પાણી ને ઉકાળી લેવું. પાણી ઉકળવા લાગે એટલે એમાં બાફી રાખેલ તુવેર ને પાણી સાથે નાખો.
- ત્યાર બાદ એમાં લીલું લસણ સુધારેલ નાખી પાણી ઉકાળી લઈ એમાં ચાળી ને ચોખા નો લોટ, જુવાર નો લોટ અને ઘઉંનો કરકરો લોટ નાખી ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો. લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ પર તવી મૂકી એના પર કડાઈ મૂકી ઢાંકી ને ધીમા તાપે દસ મિનિટ રહેવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેલ થી ગ્રીસ કરેલ કથરોટ માં લોટ નાખી નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો.
- પાંચ સાત મિનિટ પછી લોટ ને કથરોટ માં રહેલ લોટ માં લીલા ધાણા સુધારેલા નાખી હાથ માં તેલ લગાવી મસળી લ્યો. લોટ મસળી સ્મુથ થાય એટલે એમાંથી નાની નાની સાઇઝ માં વડા બનાવી લ્યો અને બધા વડા તૈયાર કરી લ્યો.
- ગેસ પર કડાઈમાં તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજા બધા વડા નાખી એનેપણ તરી લઈ વડા તૈયાર કરી લ્યો અને તૈયાર વડા ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે લીલી તુવેરના વડા.
ચટણી બનાવવાની રીત
- મિક્સર જારમાં સુધારેલ ટમેટા, લસણ ની કણી, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, જીરું નાખી પીસી લ્યો. ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ, મીઠા લીમડા ના પાંદ નાખી તતડાવી લેશું ત્યાર બાદ એમાં પીસેલી ચટણી, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લેવી અને તૈયાર ચટણી સાથે સર્વ કરો લીલી તુવેરના વડા.
Tuver Vada recipe notes
- જો જુવાર નો લોટ ના હોય તો એની જગ્યાએ ચોખા નો લોટ વધારી શકો છો અથવા એની જગ્યાએ સોજી કે પૌવા પણ નાખી શકો છો
- વડા માં તીખાશ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- વડા ને મિડીયમ તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bajra masala puri banavani rit | બાજરા મસાલા પૂરી બનાવવાની રીત
Chokha na lot na tkatak banavani rit
Black pavbhaji with masala recipe | બ્લેક પાઉંભાજી વિથ મસાલા બનાવવાની રીત
Chilli Garlic Noodles banavani rit | ચીલી ગાર્લીક નૂડલ્સ બનાવવાની રીત
Panch minute ma testy nasto | પાંચ મિનિટ મા ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત
tameta sev banavani rit | ટામેટા સેવ બનાવવાની રીત
Kaju namakpara banavani rit | કાજુ નમકપારા બનાવવાની રીત