જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વટાણા ના પરોઠા બનાવવાની રીત – Vatana na parotha banavani rit શીખીશું. આલુ ના ફિલીંગ ની જગ્યાએ મટર નું ફિલીંગ ભરી ને આજે આપણે પરાઠા બનાવતા શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ ફુલા ફૂલા અને સોફ્ટ બને છે. સવાર ના નાસ્તા માં તમે બનાવી શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મટર પરાઠા બનાવતા શીખીએ.
વટાણા ના પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- ઘી 1 ચમચી
- પાણી જરૂર મુજબ
ફિલીંગ બનાવવા માટેની સામગ્રી
- વટાણા 2 કપ
- જીરું ½ ચમચી
- વરિયાળી ½ ચમચી
- આખા ધાણા ½ ચમચી
- એલચી 1
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- બેસન 1 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- ધાણા પાવડર 3 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ઘી 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમચૂર પાવડર 1 ચમચી
વટાણા ના પરોઠા નો લોટ બાંધવા માટે ની રીત
લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને સેટ થવા માટે રાખી દયો.
ફિલીંગ બનાવવા માટેની રીત
ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં જીરું, આખા ધાણા, વરિયાળી, એલચી અને વટાણા નાખો. હવે તેને પ્લસ મોડ માં ચાલુ બંધ કરતા પીસી લ્યો. દર દરૂ પીસવું.
એક બાઉલમાં ધાણા પાવડર લ્યો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને થોડી સોનેરી કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ વટાણા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં મિક્સ કરીને રાખેલ મસાલા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં આમચૂર પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું પરાઠા માટેનું ફિલીંગ.
Vatana na parotha banavani rit
મટર પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં હવે ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી એક વાર ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો બનાવી લ્યો. હવે તેને હાથ થી પ્રેસ કરતા જાવ અને કટોરી નો સેપ્ આપતા જાવ.
તેમાં ચમચી ની મદદ થી ફિલીંગ ભરો. હવે તેને કવર કરતા બોલ બનાવી લ્યો. હવે તેને કોરા લોટ માં રાખી ને પ્રેસ કરી લ્યો. હવે તેને પલટાવી ને ફરી થી પ્રેસ કરી લ્યો.
તેને વેલણ ની મદદ થી હલ્કા હાથે વણી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી અને સોફ્ટ મટર પરાઠા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મટર પરાઠા ખાવાનો આનંદ માણો.
Vatana na parotha recipe notes
- ફિલીંગ માં તમે આમચૂર પાવડર ની જગ્યા એ લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
- પરાઠા માટે લોટ બાંધવા માટે ઘઉં ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ નો ઉપયોગ કરી શકો છો.
- મલ્ટી ગ્રેન લોટ ઘરે તૈયાર કરવો હોય તો 10 kg ઘઉં, 1 kg જુવાર, 1 kg બાજરા, 1 kg સોયા અને 300 ગ્રામ બદામ મિક્સ કરીને પિશાવવુ.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો