Home Nasta મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in...

મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in gujarati

0
Image credit – Youtube/Rita Arora Recipes

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજ મોમોસ બનાવવાની રીત – momos banavani rit શીખીશું. મોમોસ આજકલ બધા ને ખૂબ પસંદ આવે છે, Please subscribe Rita Arora Recipes YouTube channel If you like the recipe , અને આજકાલ તો  અલગ અલગ સ્ટફિંગ વાળા મોમોસ બજાર માં મળે છે પણ આજ આપણે વેજીટેબલ વાળા મોમોસ બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર પણ થી જાય છે તો ચાલો veg momos recipe in gujarati શીખીએ.

મોમોસ માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી | momos ingredients

  • મેંદા નો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

મોમોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી પાનકોબી 1 ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • લીલા મરચા ઝીણા સમારેલા 1-2
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ½ કપ
  • ઝીણું સમારેલું ગાજર ½ કપ
  • લસણ સુધારેલ 1 ચમચી
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મોમોસ બનાવવાની રીત | veg momos recipe

મોમોસ બનાવવા સૌપ્રથમ લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બધા શાક ને ઝીણા સુધારી લઈ એમાં મીઠું, મરી , સોયા સોસ, આદુ પેસ્ટ અને લસણ પેસ્ટ નાખી મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકી દેશું ત્યાર બાદ કપડા માં નાખી પાણી નિતારી લેશું અને સ્ટફિંગ તૈયાર કરીશું અને બાંધેલા લોટ ની પાતળી પુરી બનાવી વચ્ચે સ્ટફિંગ મૂકી પેક કરી બાફી ને તૈયાર કરીશું મોમોસ.

મોમોસ માટેનો લોટ બાંધવાની રીત

એક કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ભીનું કરી નીચોવી કપડું ઢાંકી એક બાજુ મૂકો.

મોમોસ નું સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી પાનકોબી, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા ગાજર, લીલા મરચા, આદુ પેસ્ટ, લસણ ની પેસ્ટ, મરી , મીઠું, સોયા સોસ નાખી ને બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી એક સાફ કપડા માં એક બાજુ રાખેલ સ્ટફિંગ નાખી કપડા ની પોટલી બનાવી ને બરોબર નીચોવી લ્યો ને વધારાનું બધું પાણી કાઢી નાખો અને એક વાસણમાં કાઢી લ્યો.

મોમોસ બનાવવાની રીત સ્ટફિંગ સાથે

બાંધેલા લોટ ને બરોબર મસળી એમાંથી નાની નાની પૂરી બને અથવા જે સાઇઝ ના મોમોસ બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા લોટ ની મદદથી સાવ પાતળી વણી લ્યો હવે એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ની એક બે ચમચી મૂકો ને કિનારી પર પાણી લગાવી ને એક બાજુ થી પેક કરી પોટલી બનાવી લ્યો અથવા જે આકાર ના મોમોસ બનાવવા હોય એ આકાર આપી દયો.

આમ બધી પુરી વણી ને સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી ને પેક કરી ને મોમોસ તૈયાર કરી લ્યો હવે એક ચારણી ને તેલ થી ગ્રીસ કરી એમાં થોડા થોડા દૂર તૈયાર કરેલ મોમોસ મૂકતા જાઓ.

હવે ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરીયા માં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં મોમોસ વાળી ચારણી મૂકી ને ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ પછી ચારણી ને બહાર કાઢી લ્યો અને ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો વેજ મોમોસ.

momos recipe in gujarati notes

  • મેંદા ની જગ્યાએ તમે કોર્ન ફ્લોર, ચોખા નો લોટ વગેરે ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • અહી તમે સ્ટફિંગ માં તમારી પસંદ ના શાક અથવા બીજી સ્ટફિંગ તૈયાર કરી ને પણ નાખી શકો છો .
  • બાફી ને તૈયાર કરેલ મોમોસ ને ચટણી સાથે શેકી પણ શકો છો.

momos banavani rit | Recipe Video

Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

momos recipe in gujarati

momos recipe - veg momos recipe - momos recipe in gujarati - momos banavani rit – મોમોસ - મોમોસ બનાવવાની રીત

મોમોસ | momos recipe | veg momos recipe | momos recipe in gujarati | momos banavani rit | મોમોસ બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે વેજ મોમોસ બનાવવાની રીત – momos banavani rit શીખીશું. મોમોસ આજકલ બધા ને ખૂબ પસંદ આવે છે, અને આજકાલ તો અલગ અલગ સ્ટફિંગ વાળા મોમોસ બજારમાં મળે છે પણ આજ આપણે વેજીટેબલ વાળા મોમોસ બનાવવાની રીત શીખીશું જે ખાવા માં ખુબ ટેસ્ટીલાગે છે અને ખૂબ ઝડપથી તૈયાર પણ થી જાય છે તો ચાલો veg momos recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/ ઢોકરિયુ
  • 1 ચારણી

Ingredients

મોમોસ માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી | momos ingredients

  • 1 કપ મેંદાનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

મોમોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
  • 1 ચમચી લસણ સુધારેલ
  • ½ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ½ કપ ઝીણું સમારેલું ગાજર
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

momos recipe in gujarati | momos banavani rit | મોમોસ બનાવવાની રીત

  • મોમોસ બનાવવા સૌપ્રથમ લોટ બાંધી ને તૈયાર કરી લેશું ત્યાર બાદ બધા શાક ને ઝીણા સુધારી લઈ એમાં મીઠું, મરી , સોયા સોસ, આદુ પેસ્ટ અનેલસણ પેસ્ટ નાખી મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકી દેશું ત્યાર બાદ કપડા માં નાખી પાણી નિતારી લેશું અને સ્ટફિંગ તૈયાર કરીશું અને બાંધેલા લોટ ની પાતળી પુરી બનાવી વચ્ચે સ્ટફિંગ મૂકી પેક કરી બાફી ને તૈયાર કરીશું મોમોસ.

મોમોસ માટેનો લોટ બાંધવાની રીત

  • એક કથરોટમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ભીનું કરી નીચોવી કપડું ઢાંકી એક બાજુ મૂકો.

મોમોસ નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી પાનકોબી, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ,ઝીણા સમારેલા ગાજર, લીલા મરચા, આદુ પેસ્ટ, લસણ ની પેસ્ટ, મરી, મીઠું, સોયા સોસ નાખી ને બરોબર મિક્સ કરી દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી એક સાફ કપડા માં એક બાજુ રાખેલ સ્ટફિંગ નાખી કપડા ની પોટલી બનાવી ને બરોબર નીચોવી લ્યો ને વધારાનું બધું પાણી કાઢી નાખો અને એક વાસણમાં કાઢી લ્યો.

મોમોસ બનાવવાની રીત

  • બાંધેલા લોટ ને બરોબર મસળી એમાંથી નાની નાની પૂરી બને અથવા જે સાઇઝ ના મોમોસ બનાવવા હોય એ સાઇઝના લુવા બનાવી લ્યો ને એક લુવા ને કોરા લોટ ની મદદથી સાવ પાતળી વણી લ્યો હવે એમાં તૈયારકરેલ સ્ટફિંગ ની એક બે ચમચી મૂકો ને કિનારી પર પાણી લગાવી ને એક બાજુ થી પેક કરી પોટલીબનાવી લ્યો અથવા જે આકાર ના મોમોસ બનાવવા હોય એ આકાર આપી દયો.
  • આમ બધી પુરી વણી ને સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી ને પેક કરી ને મોમોસ તૈયાર કરી લ્યોહવે એક ચારણી ને તેલ થી ગ્રીસ કરી એમાં થોડા થોડા દૂર તૈયાર કરેલ મોમોસ મૂકતા જાઓ.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં અથવા ઢોકરીયા માં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં મોમોસ વાળી ચારણી મૂકી ને ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ પછી ચારણી ને બહાર કાઢી લ્યો અને ગરમ ગરમ ચટણી અને સોસ સાથે સર્વ કરો વેજ મોમોસ.

momos recipe in gujarati notes

  • મેંદા ની જગ્યાએ તમે કોર્ન ફ્લોર, ચોખા નો લોટ વગેરે ના લોટ નો પણ ઉપયોગ કરી શકો છો.
  • અહી તમે સ્ટફિંગ માં તમારી પસંદ ના શાક અથવા બીજી સ્ટફિંગ તૈયાર કરી ને પણ નાખી શકો છો .
  • બાફી ને તૈયાર કરેલ મોમોસ ને ચટણી સાથે શેકી પણ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

Exit mobile version