આ એક રાજસ્થાની કઢી છે જેને જેસલ્મેરી કાળા ચણા કઢી પણ કહે છે . જે ભાત, રોટલી, રોટલા સાથે ખુબ ટેસ્ટી લાગે છે. આ Kala chana ni kadhi – કાળા ની ચણા કઢી માં આપણે નથી કોઈ લસણ કે ડુંગળી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરીશું. જે બનાવી ખુબ સરળ છે અને ઘરમાં રહેલ સામગ્રીથી તૈયાર થઇ જાય છે.
INGREDIENTS
- બાફેલા કાળા ચણા 1 કપ
- દહીં 1 ½ કપ
- બેસન 5-6 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મીઠા લીમડાના પાંદ 7-8
- ઘી 4-5 ચમચી
- જીરું 1 ચમચી હિંગ ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Kala chana ni kadhi banavani rit
કાળા ની ચણા કઢી બનાવવા સૌથી પહેલા કાળા ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી પાણી નીતારી ચણા ને કુકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ કપ પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી ફુલ તાપે ત્યાર બાદ પંદર વીસ મિનીટ ધીમા તાપે ચણા ને બાફી લેઈ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
હવા નીકળે ત્યાં સુંધી એક તપેલીમાં દહીં લઇ એમાં બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા મરચા સુધારેલ, એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું કરી ત્રણ કપ પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધી સામગ્રી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરી એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હીન અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલ ચણા નું પાણી નીતારી નાખો અને બે ચાર મિનીટ શેકી લ્યો ચણા ને શેકી લીધા બાદ એમાં તૈયાર કરેલ બેસન છાસનું મિશ્રણ હલાવી ને નાખો.
છાસ નું મિશ્રણ નાખ્યા બાદ જ્યાં સુંધ ઉભરો ના આવે ત્યાં સુંધી લગાતાર હલાવતા રહો. છાસમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખો અને મિશ્રણ ને દસ બાર મિનીટ સુંધી ઉકાળવા દયો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
બાર મિનીટ પછી કઢી ઘટ્ટ થઇ જશે અને બેસન ની કચાસ નહિ રહે એટલે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે વાઘારીયા માં એક ચમચી ઘી ગરમ કરી એમાં અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘારને કઢી ઉપર નાખી ગરમ ગરમ ભાત રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે કાળા ચણા કઢી.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કાળા ની ચણા કઢી બનાવવાની રીત

Kala chana ni kadhi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 વાઘારયું
Ingredients
- 1 કપ બાફેલા કાળા ચણા
- 1½ કપ દહીં
- 5-6 ચમચી બેસન
- ½ ચમચી હળદર
- 1½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1-2 લીલા મરચા સુધારેલા
- 7-8 મીઠા લીમડાના પાંદ
- 4-5 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- ¼ ચમચી હિંગ
Instructions
Kala chana ni kadhi banavani rit
- કાળા ની ચણા કઢી બનાવવા સૌથી પહેલા કાળા ચણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી પાણી નીતારી ચણા ને કુકરમાં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને એક થી દોઢ કપ પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી બે સીટી ફુલ તાપે ત્યાર બાદ પંદર વીસ મિનીટ ધીમા તાપે ચણા ને બાફી લેઈ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- હવા નીકળે ત્યાં સુંધી એક તપેલીમાં દહીં લઇ એમાં બેસન, સ્વાદ મુજબ મીઠું, હળદર, લીલા મરચા સુધારેલ, એક ચમચી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું કરી ત્રણ કપ પાણી નાખતા જઈ મિક્સ કરતા જાઓ. આમ બધી સામગ્રી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી ગરમ કરી એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ હીન અને મીઠા લીમડાના પાંદ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બાફી રાખેલ ચણા નું પાણી નીતારી નાખો અને બે ચાર મિનીટ શેકી લ્યો ચણા ને શેકી લીધા બાદ એમાં તૈયાર કરેલ બેસન છાસનું મિશ્રણ હલાવી ને નાખો.
- છાસ નું મિશ્રણ નાખ્યા બાદ જ્યાં સુંધ ઉભરો ના આવે ત્યાં સુંધી લગાતાર હલાવતા રહો. છાસમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખો અને મિશ્રણ ને દસ બાર મિનીટ સુંધી ઉકાળવા દયો. અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
- બાર મિનીટ પછી કઢી ઘટ્ટ થઇ જશે અને બેસન ની કચાસ નહિ રહે એટલે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો. હવે વાઘારીયા માં એક ચમચી ઘી ગરમ કરી એમાં અડધી ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘારને કઢી ઉપર નાખી ગરમ ગરમ ભાત રોટલી સાથે મજા લ્યો. તો તૈયાર છે કાળા ચણા કઢી.
Notes
- અહી જો તમને ખાટી મીઠી કઢી પસદ હોય તો થોડો ગોળ પણ નાખી શકો છો.
- જો તમને કઢી વધુ ઘટ્ટ જોઇએતો બેસન ની માત્રા વધારી શકો છો
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Aloo Dum Pulao banavani rit | આલુ દમ પુલાવ બનાવવાની રીત
Kerela style ghee rice banavani recipe | કેરેલા સ્ટાઇલ ઘી રાઈસ
Rice kanji banavani recipe | રાઈસ કાંજી
Lila vatana na parotha | લીલા વટાણા ના પરોઠા
