મિત્રો આજ આપણે Kapuriya – કપુરિયા બનાવવાની રીત શીખીશું. આ એક ગુજરાતી નાસ્તો છે જે સવાર કે સાંજ ના નાસ્તામાં બનાવી મજા લઇ શકો છો. આ એક હેલ્થી અને ટેસ્ટી નાસ્તો છે જેમાં વિવિધ પ્રકારની દાળ ચોખા અને શાક નો ઉપયોગ કરી ખુબ ઓછા તેલમાં તૈયાર થાય છે.
INGREDIENTS
- ચોખા 1 કપ
- તુવેર દાળ ½ કપ
- ચણા દાળ ¼ કપ
- અડદ દાળ 2-3 ચમચી
- આદું મરચાની પેસ્ટ 1-2 ચમચી
- જીરું ¼ ચમચી
- અજમો ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- મીઠા લીમડાના પાંદ 4-5 સુધારેલા
- તુવેર દાણા ¼ કપ
- હળદર ¼ ચમચી
- દહીં 2-3 ચમચી
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કપુરિયા ના વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- જીરું ½ ચમચી
- સફેદ તલ 2 ચમચી
- મીઠા લીમડાના પાંદ 5-7
- સુકા લાલ મરચા 1-2
- આચાર મસાલો
Kapuriya banavani rit
કપુરિયા બનાવવા સૌથી પહેલા તુવેર દાળ, ચણા દાળ, અડદ દાળ અને ચોખાને તડકામાં તપાવી લ્યો અથવા ગેસ પર કડાઈમાં થોડ શેકી લ્યો ત્યાર બાદ બધી સામગ્રીને મિક્સર જારમાં નાખી દર્દરા પીસી ભૂકો બનાવી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને અજમો નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એં હિંગ મીઠા લીમડાના પાંદ, આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં સફેદ તલ સિંગદાણા ભૂકો, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તુવેર દાણા નાખો અને મિક્સ કરી એમાં અઢી કપ પાણી ( 2 ½ ) પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં બીજી બે ચાર ચમચી તેલ અને દહીં નાખી પાણીને ઉકાળી લ્યો પાણી ઉકાળવા લાગે એટલે એમાં બે કપ પીસેલી દાળ ચોખા થોડા થોડા નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ લોટ જેમ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને હાથ લગાવી શકો એટલું ઠંડું કરી લ્યો,
મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી નાના લુવા કરી લ્યો અને એક એક લુવાને હથેળીમાં ગોળ ફેરવી ગોળો બનાવી લઇ થોડો ચાપતો કરી આંગળી થી થોડો ખાડો કરી લ્યો આમ બધા જ પેડા બનાવી લ્યો અને તૈયાર પેડા ને ચારણીમાં મુકો.
હવે ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ચારણી મૂકી દસ થી પંદર મિનીટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી ને કડાઈ માંથી કાઢી ઠંડા કરી લ્યો.
કપુરિયા નો વઘાર કરવાની રીત
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગ નાખો ત્યાર બાદ એમાં સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, સુકા લાલ મરચા નાખી એમાં બાફી રાખેલા કપુરિયા નાખો અને મિક્સ કરી ગેસ બંધ કરી ચટણી કે સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે કપુરિયા.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
કપુરિયા બનાવવાની રીત

Kapuriya banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ચોખા
- ½ કપ તુવેર દાળ
- ¼ કપ ચણા દાળ
- 2-3 ચમચી અડદ દાળ
- 1-2 ચમચી આદું મરચાની પેસ્ટ
- ¼ ચમચી જીરું
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી શેકેલ સિંગદાણા નો અધ કચરો ભૂકો
- 2 ચમચી સફેદ તલ
- 4-5 મીઠા લીમડાના પાંદ સુધારેલા
- ¼ કપ તુવેર દાણા
- ¼ ચમચી હળદર
- 2-3 ચમચી દહીં
- તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કપુરિયા ના વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- 2 ચમચી સફેદ તલ
- 5-7 મીઠા લીમડાના પાંદ
- 1-2 સુકા લાલ મરચા
- આચાર મસાલો
Instructions
Kapuriya banavani rit
- કપુરિયા બનાવવા સૌથી પહેલા તુવેર દાળ, ચણા દાળ, અડદ દાળ અને ચોખાને તડકામાં તપાવી લ્યો અથવા ગેસ પર કડાઈમાં થોડ શેકી લ્યો ત્યાર બાદ બધી સામગ્રીને મિક્સર જારમાં નાખી દર્દરા પીસી ભૂકો બનાવી એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને અજમો નાખી તતડાવી લ્યો,
- ત્યાર બાદ એં હિંગ મીઠા લીમડાના પાંદ, આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં સફેદ તલ સિંગદાણા ભૂકો, હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તુવેર દાણા નાખો અને મિક્સ કરી એમાં અઢી કપ પાણી ( 2 ½ ) પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે એમાં બીજી બે ચાર ચમચી તેલ અને દહીં નાખી પાણીને ઉકાળી લ્યો પાણી ઉકાળવા લાગે એટલે એમાં બે કપ પીસેલી દાળ ચોખા થોડા થોડા નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ અને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ લોટ જેમ થાય એટલે ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને હાથ લગાવી શકો એટલું ઠંડું કરી લ્યો,
- મિશ્રણ ઠંડુ થાય એટલે એમાંથી નાના લુવા કરી લ્યો અને એક એક લુવાને હથેળીમાં ગોળ ફેરવી ગોળો બનાવી લઇ થોડો ચાપતો કરી આંગળી થી થોડો ખાડો કરી લ્યો આમ બધા જ પેડા બનાવી લ્યો અને તૈયાર પેડા ને ચારણીમાં મુકો.
- હવે ગેસ પર કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી પાણી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ચારણી મૂકી દસ થી પંદર મિનીટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી ને કડાઈ માંથી કાઢી ઠંડા કરી લ્યો.
કપુરિયા નો વઘાર કરવાની રીત
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું અને હિંગ નાખો ત્યાર બાદ એમાં સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ મીઠા લીમડાના પાંદ, સુકા લાલ મરચા નાખી એમાં બાફી રાખેલા કપુરિયા નાખો અને મિક્સ કરી ગેસ બંધ કરી ચટણી કે સોસ સાથે મજા લ્યો. તો તૈયાર છે કપુરિયા.
Notes
- તીખાસ અને મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
- પીસી ને તૈયાર કરેલ દાળ ચોખાનો લોટ તમે એક વખત તૈયાર કરી મહિના સુંધી વાપરી શકો છો.
- તમે અહી તુવેર દાણા સિવાય વટાણા, ગાજરના કટકા, બીટના કટકા કે બીજ શાક નો પણ ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bajra na lot ane dungri na muthiya | બાજરાનો લોટ અને ડુંગળીના મુઠીયા
juvar na lot ane vegitable no panecake | જુવાર ના લોટ અને વેજીટેબલ નો પેનકેક
Mula pauva na parotha banavani rit | મૂળા પૌવા ના પરોઠા
