આ પૌવા મસાલા વડા નાસ્તો ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને બનાવવા માં ખૂબ સરળ છે અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો બાળકો નું પેટ પણ ભરાઈ જસે અને તમને પણ ટેન્શન નહિ રહે તો એક વખત ચોક્કસ બનાવી ને તૈયાર કરો. તો ચાલો Pauva masala vada banavani recipe શીખીએ.
પૌવા મસાલા વડા જરૂરી સામગ્રી
- સોજી ½ કપ
- પૌવા 1 કપ
- દહી ½ કપ
- મરી પાઉડર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- મીઠા લીમડા ના પાન સુધારેલ 8-10
- લીલા ધાણા સુધારેલા 5-7 ચમચી
વઘાર માટેની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- મેગી મસાલા 2 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- નારિયળ નું છીણ 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
Pauva masala vada banavani recipe
પૌવા મસાલા વડા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પૌવા લઈ બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ એક બાજુ મૂકો. પૌવા બરોબર પલાળી લીધા બાદ મિક્સર જારમાં નાખો સાથે સોજી, દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
હવે મિશ્રણ માં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, મીઠા લીમડા ના પાન અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર લાગે તો ને ચાર ચમચી સોજી નાખી મિક્સ કરી મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી ફરીથી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી વડા બનાવી લ્યો.
ચારણી ને તેલ લગાવી એમાં તૈયાર કરેલ વડા મૂકો અને ઢોકરીયામાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકાળી લ્યો પાણી ઉકળે એટલે એમાં કાંઠો મૂકી ને ચારણી મૂકી ઢાંકી વડા ને પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ચારણી કાઢી ને વડા ને ઠંડા થવા દયો.
વઘાર કરવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા સુધારેલા અને નારિયળ નું છીણ નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં મેગી મસાલા મેજિક નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર ચમચી પાણી નાખો.
ગેસ ધીમો કરી નાખો અને કડાઈ માં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં બાફી રાખેલ વડા નાખો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો પૌવા મસાલા વડા.
Recipe notes
- અહી મેગી મસાલા ની જગ્યાએ તમે પેરી પેરી મસાલો અથવા ચિંગ્સ મસાલો અથવા પાસ્તા મસાલો પણ નાખી શકો છો.
- જો નાના બાળકો માટે બનાવતા હો તો લીલા અને લાલ મરચા નો પાઉડર નો ઉપયોગ ઓછી માત્રા માં કરવો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
પૌવા મસાલા વડા ની રેસીપી
Pauva masala vada recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 ઢોકરીયુ
Ingredients
પૌવા મસાલા વડા જરૂરી સામગ્રી
- ½ કપ સોજી
- 1 કપ પૌવા
- ½ કપ દહી
- ½ ચમચી મરી પાઉડર
- 2-3 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડા ના પાન સુધારેલ
- 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા
વઘાર માટેની સામગ્રી
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- 1-2 લીલા મરચા સુધારેલા
- 2 ચમચી મેગી મસાલા
- 2 ચમચી સફેદ તલ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- 2 ચમચી નારિયળ નું છીણ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
Instructions
Pauva masala vada banavani recipe
- પૌવા મસાલા વડા બનાવવા સૌથી પહેલા એક વાસણમાં પૌવા લઈ બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ એક બાજુ મૂકો. પૌવા બરોબર પલાળી લીધા બાદ મિક્સર જારમાં નાખો સાથે સોજી, દહીં અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
- હવે મિશ્રણ માં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, મરી પાઉડર, મીઠા લીમડા ના પાન અને એક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરો અને ત્યાર બાદ જરૂર લાગે તો ને ચાર ચમચી સોજી નાખી મિક્સ કરી મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી ફરીથી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ માંથી વડા બનાવી લ્યો.
- ચારણી ને તેલ લગાવી એમાં તૈયાર કરેલ વડા મૂકો અને ઢોકરીયામાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકાળી લ્યો પાણી ઉકળે એટલે એમાં કાંઠો મૂકી ને ચારણી મૂકી ઢાંકી વડા ને પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી ચારણી કાઢી ને વડા ને ઠંડા થવા દયો.
વઘાર કરવાની રીત
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલા મરચા સુધારેલા અને નારિયળ નું છીણ નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં મેગી મસાલા મેજિક નાખી મિક્સ કરી લ્યો અને ને ચાર ચમચી પાણી નાખો.
- ગેસ ધીમો કરી નાખો અને કડાઈ માં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં બાફી રાખેલ વડા નાખો અને હલકા હાથે મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ સર્વ કરો પૌવા મસાલા વડા.
Recipe notes
- અહી મેગી મસાલા ની જગ્યાએ તમે પેરી પેરી મસાલો અથવા ચિંગ્સ મસાલો અથવા પાસ્તા મસાલો પણ નાખી શકો છો.
- જો નાના બાળકો માટે બનાવતા હો તો લીલા અને લાલ મરચા નો પાઉડર નો ઉપયોગ ઓછી માત્રા માં કરવો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau na lot ni masala papdi recipe | ઘઉંના લોટની મસાલા પાપડી રેસીપી
ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
મેંદુ વડા બનાવવાની રીત | medu vada banavani rit
ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banava ni rit