શિયાળાની ઋતુમાં (Winter Season) જ્યારે બજારમાં ભરપૂર Fresh Green Peas (લીલા વટાણા) મળતા હોય. પણ આજે આપણે ઉત્તર પ્રદેશ (UP Style) ની એક ખાસ ટ્રેડિશનલ વાનગી બનાવીશું જેનું નામ છે મટર નિમોના (Matar Ka Nimona).આ એક યુપી ની ફેમસ શાક છે જે ખાસ શિયાળામાં મળતા તાજા વટાણા માંથી બનાવવામાં આવે છે જે ખુબ ઓછા મસાલા અને સામગ્રીથી તૈયાર થાય છે અને રોટલી , પરોઠા, પૂરી કે ભાત સાથે ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો મટર કા નીમોના બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- લીલા વટાણા 500 ગ્રામ
- બટાકા 2-3 સુધારેલ
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- લીલું લસણ સુધારેલ 15-20
- લીલા મરચા સુધારેલ 3-4
- આદું નો ટુકડાઓ 2 ઇંચ
- અસુધારેલ ડુંગળી 1-2
- ટામેટા પ્યુરી ½ કપ
- તેલ / સરસો તેલ 5-7 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચા નો પાઉડર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બીજા વઘાર માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- સુકા લાલ મરચા 1-2
- તમાલપત્ર 1
- તજ નો ટુકડો 1
- બાદીયાનું 1
Matar Ka Nimona Recipe in Gujarati
મટર નિમોના બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી પાણીથી ધોઈ લ્યો હવે મિકસર જારમાં સાફ કરેલા વટાણા માંથી પા કપ વટાણા અલગ કરી મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ મિક્સર જારમાં ધોઈ સાફ કરી સુધારેલ લીલા ધાણા , લીલા લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલ, ડુંગળી, આદુ અને થોડું પાણી નાખી ઢાંકણ બંધ કરી એની પણ પેસ્ટ બનાવી લ્યો.અને ટામેટા ની પણ પ્યુરી બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગ્રામ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો. બટાકા ગોલ્ડન હાય એટલે એને બીજા વાસણમાં કાઢી એજ ગરમ તેલમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં પીસી રાખેલ ધાણા લસણ ની પેસ્ટ નાખી શેકો પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં પીસેલા વટાણા નાખી ને વટાણા ની પેસ્ટ ને પાણી બરી જાય અને કોરા થાય ત્યાં સુંધી શેકી લ્યો.
વટાણા શેકાઈ જાય એટલે એમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં એક બાજુ રાખેલ પા કપ વટાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકી રાખેલ બટાકા નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ બીજા વઘારીયામાં એક ચમચી તેલ ગરમ કરી એમાં સુકા લાલ મરચા અને તમાલપત્ર, તજ નો ટુકડો અને બાદીયાનુંનાખી શેકો અનેતૈયાર વઘાર ને શાક પર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે મટર કા નીમોના.
તમે વટાણા ની પેસ્ટ ને અલગ થી તેલ માં શેકી શકો છો.
ટામેટા ને સ્કીપ પણ કરી શકો છો
પાણી ની માત્ર તમને વધુ ઓછી જે મુજબ ગ્રેવી પસંદ હોય એ મુજબ કરવી
મટર નિમોના બનાવવાની રીત

મટર નિમોના બનાવવાની રીત – Matar Ka Nimona Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
- 500 ગ્રામ લીલા વટાણા
- 2-3 બટાકા સુધારેલ
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- 15-20 લીલું લસણ સુધારેલ
- 3-4 લીલા મરચા સુધારેલ
- 2 ઇંચ આદું નો ટુકડાઓ
- 1-2 અસુધારેલ ડુંગળી
- ½ કપ ટામેટા પ્યુરી
- 5-7 ચમચી તેલ / સરસો તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બીજા વઘાર માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1-2 સુકા લાલ મરચા
- 1 તમાલપત્ર
- 1 તજ નો ટુકડો
- 1 બાદીયાનું
Instructions
Matar Ka Nimona Recipe in Gujarati
- મટર નિમોના બનાવવા સૌથી પહેલા વટાણા ના દાણા કાઢી પાણીથી ધોઈ લ્યો હવે મિકસર જારમાં સાફ કરેલા વટાણા માંથી પા કપ વટાણા અલગ કરી મિક્સર જારમાં નાખો અને દર્દરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ મિક્સર જારમાં ધોઈ સાફ કરી સુધારેલ લીલા ધાણા , લીલા લસણ સુધારેલ, લીલા મરચા સુધારેલ, ડુંગળી, આદુ અને થોડું પાણી નાખી ઢાંકણ બંધ કરી એની પણ પેસ્ટ બનાવી લ્યો.અને ટામેટા ની પણ પ્યુરી બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી ગ્રામ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકો. બટાકા ગોલ્ડન હાય એટલે એને બીજા વાસણમાં કાઢી એજ ગરમ તેલમાં જીરું અને હિંગ નાખી શેકી લ્યો. ત્યાર બાદ એમાં પીસી રાખેલ ધાણા લસણ ની પેસ્ટ નાખી શેકો પેસ્ટ માંથી તેલ અલગ થાય એટલે એમાં પીસેલા વટાણા નાખી ને વટાણા ની પેસ્ટ ને પાણી બરી જાય અને કોરા થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- વટાણા શેકાઈ જાય એટલે એમાં ટામેટા ની પ્યુરી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો. તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો. મસાલો શેકાઈ જાય એટલે એમાં એક બાજુ રાખેલ પા કપ વટાણા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
- પાણી ઉકાળવા લાગે એટલે એમાં શેકી રાખેલ બટાકા નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ બીજા વઘારીયામાં એક ચમચી તેલ ગરમ કરી એમાં સુકા લાલ મરચા અને તમાલપત્ર, તજ નો ટુકડો અને બાદીયાનુંનાખી શેકો અનેતૈયાર વઘાર ને શાક પર નાખી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે મટર કા નીમોના.
Notes
- તમે વટાણા ની પેસ્ટ ને અલગ થી તેલ માં શેકી શકો છો.
- ટામેટા ને સ્કીપ પણ કરી શકો છો
- પાણી ની માત્ર તમને વધુ ઓછી જે મુજબ ગ્રેવી પસંદ હોય એ મુજબ કરવી
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Besan mula nu shaak – બેસન મૂળા નું શાક બનાવવાની રીત
Dahi nu shaak banavani rit | દહીં નું શાક
Gobi aalu nu shaak ni recipe | ગોબી આલું નું શાક ની રેસીપી
