શિયાળામાં (Winter Season) સુરતી પાપડી એટલે કે Valol Papdi બજારમાં ખૂબ સરસ મળે છે. ઊંધિયામાં તો પાપડી વપરાય જ છે, પણ માત્ર Surti Papdi Nu Shaak પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે. પાપડી/ વાલોર ઘણા પ્રકારની હોય છે જેના દરેક ના સ્વાદ માં પણ હોદો થોડો ફર્ક હોય છે. વાલોર/ પાપડી ઘણા લોકોને પસંદ નથી હોતા પણ એના સ્વાદ પર ના જતા કેમકે પાપડી ખાવાના ઘણા ફાયદા પણ છે આજ આપણે ઘર ના મસાલા થી ખુબ જ સ્વાદીસ્ટ સુરતી પાપડીનું શાક બનાવતા શીખીશું. તેમાં લીલા લસણ (Green Garlic) નો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. બાજરીના રોટલા કે ભાખરી સાથે આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. તો ચાલો જોઈએ Papdi Nu Shaak Banavani Rit.
Table of contents
Papdi Nu Shaak ingredients
- સુરતી પાપડી 200 ગ્રામ
- ઝીણા સુધારેલ બટાકા 2 નાના
- સફેદ તલ 2 ચમચી
- તેલ 3-4 ચમચી
- અજમો ½ ચમચી
- આદુની પેસ્ટ 1 ચમચી
- ઝીણું સુધારેલ લીલું લસણ ¼ કપ
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલ 2-3
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- તાજા નારિયલ નું છીણ ¼ કપ
- ગરમ મસાલો ½ ચમચી
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 1/8 ચમચી
- પાણી ½ કપ
Surti Papdi Nu Shaak Recipe in Gujarati
સુરતી પાપડીનું શાક બનાવવા સૌથી પહેલા પાપડી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને બાજુથી રેસા કાપીને લ્યો ત્યાર બાદ લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ લ્યો અને ઝીણું સુધારી લ્યો. હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, અજમો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ સુરતી પાપડી અને સુધારેલ બટાકા ના કટકા અને સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મીડીયમ તાપે શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનીટ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી ફરી મિક્સ કરી ધીમા તાપે બે ચાર મિનીટ શેકી લ્યો.
ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી ગેસ ચાલુ કરો અને શાક ને એક વખત હલાવી લ્યો અને એમાં લીલા નારિયલ નું છીણ, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સુરતી પાપડીનું શાક.
સુરતી પાપડીનું શાક બનાવવાની રીત

Surti Papdi Nu Shaak Recipe | સુરતી પાપડીનું શાક
Equipment
- 1 કુકર
Ingredients
Papdi Nu Shaak ingredients
- 200 ગ્રામ સુરતી પાપડી
- 2 ઝીણા સુધારેલ બટાકા નાના
- 2 ચમચી સફેદ તલ
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી અજમો
- 1 ચમચી આદુની પેસ્ટ
- ¼ કપ ઝીણું સુધારેલ લીલું લસણ
- ¼ ચમચી હિંગ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ કપ તાજા નારિયલ નું છીણ
- ½ ચમચી ગરમ મસાલો
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી લીંબુનો રસ
- ⅛ ચમચી ખાંડ
- ½ કપ પાણી
Instructions
Surti Papdi Nu Shaak Recipe in Gujarati
- સુરતી પાપડીનું શાક બનાવવા સૌથી પહેલા પાપડી ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી બને બાજુથી રેસા કાપીને લ્યો ત્યાર બાદ લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ લ્યો અને ઝીણું સુધારી લ્યો. હવે ગેસ પર કુકર માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, અજમો નાખી મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા, આદુની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં સુધારેલ સુરતી પાપડી અને સુધારેલ બટાકા ના કટકા અને સ્વાદ મુજબ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી મીડીયમ તાપે શેકી લ્યો.
- શાક ને પાંચ સાત મિનીટ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી ફરી મિક્સ કરી ધીમા તાપે બે ચાર મિનીટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ ચડાવી લ્યો. દસ મિનીટ પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
- કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ફરી ગેસ ચાલુ કરો અને શાક ને એક વખત હલાવી લ્યો અને એમાં લીલા નારિયલ નું છીણ, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી બે મિનીટ ચડાવી લ્યો અને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક સર્વ કરો. તો તૈયાર છે સુરતી પાપડીનું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
પોંકવડા બનાવવાની રીત – Surti Ponk Vada Recipe in Gujarati
Chana dal vara bhaat banavani recipe | ચણાદાળ વારા ભાત
Mag ane masur ni daal banavani recipe | મગ અને મસૂર ની દાળ બનાવવાની રેસીપી
Ghau na lot ni raab banavani rit | ઘઉં ના લોટ ની રાબ બનાવવાની રીત
