ગુજરાતીઓ ગાંઠિયાના શોખીન હોય છે, પછી તે વણેલા ગાંઠિયા હોય કે ભાવનગરી. પણ શિયાળામાં જ્યારે માર્કેટમાં તાજી લીલી મેથી (Fresh Fenugreek) મળે ત્યારે Lili Methi na Champakali Ganthiya ખાવાની મજા જ અલગ છે. આ ગાંઠિયાનો આકાર ચંપાકલી જેવો (તારા આકારનો) હોય છે અને તેમાં મેથીની કડવાશ અને બેસનનો સ્વાદ ભળીને એક અદભૂત ટેસ્ટ આપે છે. જો તમારા પાસે ગાંઠિયાનો ઝારો ના હોય તો કેવી રીતે લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા બનાવી શકો છો એ પણ આજ શીખીશું. આ ગાંઠિયા ખુબ જ ટેસ્ટી અને બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની ને તૈયાર થાય છે તેમજ તે ફટાફટ બની જાય છે.
Methi Ganthiya Ingredients
- લીલી મેથી ઝીણી સુધારેલ ½ કપ
- બેસન 2 કપ
- તેલ ¼ કપ
- ખાવાના સોડા ¼ ચમચી
- અધ કચરા પીસેલા મરી પાઉડર ½ ચમચી
- હિંગ ½ ચમચી
- અજમો 1 ચમચી
- મરી પાઉડર
- પાણી જરૂર માટે
- તેલ તરવા માટે
Lili Methi na Champakali Ganthiya recipe in gujarati
લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌથી પહેલા લીલ મેથી ના પાંદ ને સાફ કરી અલગ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઈ નીતારી લ્યો અને પાણી નીતારી લીધા બાદ સાવ ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ પા કપ તેલ માં બેકિંગ સોડા / ખાવા ના સોડા નાખી મિક્સ કરી લ્યો. અને એક બાજુ મુકો.
હવે એક કથરોટમાં બેસન ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલ મેથી નાખો સાથે એમાં સ્વાદ મુજબ મીઠું, સોડા વાળું તેલ, હાથ થી મસળી અજમો અને અધ કચરા પીસેલા મરી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો, હવે ગેસ પર કડાઈમાં તલ નાખી ધીમા તાપે ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં મિક્સ કરેલ લોટ માં થોડું થોડું પાણી નાખી કઠણ બાંધી એક બાજુ મુકો. હવે બાંધેલા લોટ માંથી થોડો લોટ લઇ થોડું પાણી નાખી મસળી મસળી સ્મૂથ લોટ બનાવી લ્યો.
ત્યારબાદ તેલ મીડીયમ ગરમ થાય એટલે ચંપાકલી ગાંઠિયા નો ઝારો મૂકી સ્મૂથ કરેલ લોટ ને એના પર મૂકી હથેળી થી લોટ ખેંચી ખેંચી ગઠીયા ગરમ તેલ માં પાળો. ગાંઠિયા પડી જાય એટલે બે ત્રણ મિનીટ એમજ રહેવા દયો યાર બાદ ઝારા થી ઉથલાવી ફૂલ તાપે ક્રિસ્પી તારી લ્યો.
તરેલા ગાંઠિયા ને કાઢી ઉપર હિંગ અને મરી પાઉડર છાંટો. જો તમારા પાસે ચંપાકલી ગાંઠિયા નો ઝારો ના હોય તો સેવ બનાવવા ના મશીન માં સ્ટાર વાડી પ્લેટ મૂકી તેલ લગાવી સ્મૂથ કરેલ મિશ્રણ ભરી ફેરવી ને પણ ગાંઠિયા પાડી ને તારી શકો. છો. આમ બધા ગાંઠીયા તારી ઉપર હિંગ અને મરી પાઉડર છાંટી ગરમ ગરમ તારેલ મરચા, ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મેથી ના ચંપાકલી ગાંઠિયા.
લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત

Lili Methi na Champakali Ganthiya Recipe | લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા
Equipment
- 1 કડાઈ
- 1 ચંપાકલી ગાંઠિયા નો ઝારો
- 1 કથરોટ
Ingredients
Methi Ganthiya Ingredients
- ½ કપ લીલી મેથી ઝીણી સુધારેલ
- 2 કપ બેસન
- ¼ કપ તેલ
- ¼ ચમચી ખાવાના સોડા
- ½ ચમચી અધ કચરા પીસેલા મરી પાઉડર
- ½ ચમચી હિંગ
- 1 ચમચી અજમો
- મરી પાઉડર
- પાણી જરૂર માટે
- તેલ તરવા માટે
Instructions
Lili Methi na Champakali Ganthiya recipe in gujarati
- લીલી મેથીના ચંપાકલી ગાંઠિયા બનાવવા સૌથી પહેલા લીલ મેથી ના પાંદ ને સાફ કરી અલગ કરી લ્યો ત્યાર બાદ પાણી થી ધોઈ નીતારી લ્યો અને પાણી નીતારી લીધા બાદ સાવ ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ પા કપ તેલ માં બેકિંગ સોડા / ખાવા ના સોડા નાખી મિક્સ કરી લ્યો. અને એક બાજુ મુકો.
- હવે એક કથરોટમાં બેસન ચાળી ને લ્યો એમાં ઝીણી સુધારેલ મેથી નાખો સાથે એમાં સ્વાદ મુજબ મીઠું, સોડા વાળું તેલ, હાથ થી મસળી અજમો અને અધ કચરા પીસેલા મરી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો, હવે ગેસ પર કડાઈમાં તલ નાખી ધીમા તાપે ગરમ કરવા મુકો. તેલ મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં મિક્સ કરેલ લોટ માં થોડું થોડું પાણી નાખી કઠણ બાંધી એક બાજુ મુકો. હવે બાંધેલા લોટ માંથી થોડો લોટ લઇ થોડું પાણી નાખી મસળી મસળી સ્મૂથ લોટ બનાવી લ્યો.
- ત્યારબાદ તેલ મીડીયમ ગરમ થાય એટલે ચંપાકલી ગાંઠિયા નો ઝારો મૂકી સ્મૂથ કરેલ લોટ ને એના પર મૂકી હથેળી થી લોટ ખેંચી ખેંચી ગઠીયા ગરમ તેલ માં પાળો. ગાંઠિયા પડી જાય એટલે બે ત્રણ મિનીટ એમજ રહેવા દયો યાર બાદ ઝારા થી ઉથલાવી ફૂલ તાપે ક્રિસ્પી તારી લ્યો.
- તરેલા ગાંઠિયા ને કાઢી ઉપર હિંગ અને મરી પાઉડર છાંટો. જો તમારા પાસે ચંપાકલી ગાંઠિયા નો ઝારો ના હોય તો સેવ બનાવવા ના મશીન માં સ્ટાર વાડી પ્લેટ મૂકી તેલ લગાવી સ્મૂથ કરેલ મિશ્રણ ભરી ફેરવી ને પણ ગાંઠિયા પાડી ને તારી શકો. છો. આમ બધા ગાંઠીયા તારી ઉપર હિંગ અને મરી પાઉડર છાંટી ગરમ ગરમ તારેલ મરચા, ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલી મેથી ના ચંપાકલી ગાંઠિયા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tricolour Paneer Tikka Recipe in Gujarati | તિરંગા પનીર ટિક્કા બનાવવાની રીત
Pauva premix banavani recipe | પૌવા પ્રિમિક્ષ બનાવવાની રેસીપી
Ahmedabad famous daal vada | અહમદાવાદ ના ફેમસ દાળ વડા
Paneer stuffing parotha | પનીર સ્ટફિંગ પરોઠા બનાવવાની રીત
