શિયાળામાં ગાજર અને મૂળા (Carrots and Radish) પુષ્કળ મળે છે. સામાન્ય રીતે આપણે તેલવાળા અથાણાં તો બનાવીએ જ છીએ, પણ આજે આપણે બનાવીશું Gajar Mula nu Pani Varu Athanu. આ અથાણાંની ખાસિયત એ છે કે તેમાં એક ટીપું પણ તેલ વપરાતું નથી (Zero Oil Recipe). તે માત્ર પાણી અને રાઈના કુરિયામાં બને છે તે પ્રોબાયોટિક (Probiotic) હોવાથી પાચન માટે શ્રેષ્ઠ છે. તો ચાલો જોઈએ ગાજર મૂળાનું પાણીવાળું અથાણું.
Pani Varu Athanu ingredients
- ગાજર 2-3
- મૂળા 2-3
- લીલા મરચા 5-7
- લીલી હળદર 2 ઇંચ
- આદુંનો ટુકડો 2 ઇંચ
- રાઈ ના કુરિયા 1 ચમચી
- રાઈ 1 ચમચી
- કાચી વરીયાળી 1 ચમચી
- અજમો ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- કાશ્મીરી લાલ મરચા નો પાઉડર ½ ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 લીટર
Gajar Mula nu Pani Varu Athanu Recipe in Gujarati
ગાજર મૂળાનું પાણીવાળું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર, મૂળા, આડું, હળદર,અને લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર મૂળા, હળદર અને આદુને છોલી સાફ કરી ફરીથી ધોઈ લ્યો. હવે મૂળા ના આંગળી ની સાઈઝ ના લાંબા ગોળ કાપી લ્યો ત્યાર બાદ લાંબા મીડીયમ ઝાડા કટકા કરી લ્યો. હવે ગાજર ના પણ આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ એના બે ભાગ કરી વચ્ચે રહેલ સફેદ ભાગ કાઢી મીડીયમ ઝાડા લાંબા કટકા કરી લ્યો. ત્યાર બાદ આદું અને હળદર ને પણ લાંબી અને મીડીયમ પાતળી કાપી કટકા કરી લ્યો અને મરચા માં કાપા કરી તૈયાર કરી લ્યો.
હવે મિક્સર જાર માં રાઈ, રાઈના કુરિયા, વરીયાળી, અજમો, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને સંચળ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે એક મોટા વાસણમાં એક લીટર પાણી લઇ ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં એમાં સુધારેલ હળદર અને આદુના પીસ નાખો અને એક મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગાજર અને મૂળા નાખી એને પણ એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં લીલા મરચા નાખી ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનીટ ઢાંકી ને એક બાજુ મુકો. પાંચ મિનીટ પાછી ચારણીમાં ગાળી ને પાણી ને અલગ વાસણમાં ઠંડા કરી લ્યો અને ગાજર, મુલદ વગેરે ને બીજા મોટા વાસણમાં ઠંડા થવા દયો.
પાણી ઠંડુ થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડા થયેલા ગાજર મૂળા વગેરે નાખી મિક્સ કરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને બરણી ને કપડાથી ઢાંકી ને ત્રણ ચાર દિવસ મુકો અને દિવસ માં એક બે વખત હલાવી લ્યો. ત્રણ દિવસ પછી મજા લ્યો. તો તૈયાર છે ગાજર મૂળાનું પાણી વાળું અથાણું.
ગાજર મૂળાનું પાણીવાળું અથાણું બનાવવાની રીત

Gajar Mula nu Pani Varu Athanu Recipe | ગાજર મૂળાનું પાણીવાળું અથાણું | Zero Oil Pickle
Equipment
- 1 કડાઈ
- 1 કાંચ ની બરણી
Ingredients
Pani Varu Athanu Ingredients
- 2-3 ગાજર
- 2-3 મૂળા
- 5-7 લીલા મરચા
- 2 ઇંચ લીલી હળદર
- 2 ઇંચ આદુંનો ટુકડો
- 1 ચમચી રાઈ ના કુરિયા
- 1 ચમચી રાઈ
- 1 ચમચી કાચી વરીયાળી
- ½ ચમચી અજમો
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- 1 લીટર પાણી
Instructions
Gajar Mula nu Pani Varu Athanu banavani rit
- ગાજર મૂળાનું પાણીવાળું અથાણું બનાવવા સૌથી પહેલા ગાજર, મૂળા, આડું, હળદર,અને લીલા મરચા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ગાજર મૂળા, હળદર અને આદુને છોલી સાફ કરી ફરીથી ધોઈ લ્યો. હવે મૂળા ના આંગળી ની સાઈઝ ના લાંબા ગોળ કાપી લ્યો ત્યાર બાદ લાંબા મીડીયમ ઝાડા કટકા કરી લ્યો. હવે ગાજર ના પણ આંગળી જેટલા લાંબા કટકા કરી લ્યો ત્યાર બાદ એના બે ભાગ કરી વચ્ચે રહેલ સફેદ ભાગ કાઢી મીડીયમ ઝાડા લાંબા કટકા કરી લ્યો. ત્યાર બાદ આદું અને હળદર ને પણ લાંબી અને મીડીયમ પાતળી કાપી કટકા કરી લ્યો અને મરચા માં કાપા કરી તૈયાર કરી લ્યો.
- હવે મિક્સર જાર માં રાઈ, રાઈના કુરિયા, વરીયાળી, અજમો, હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને સંચળ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે એક મોટા વાસણમાં એક લીટર પાણી લઇ ગેસ પર ગરમ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યો.
- હવે એમાં એમાં સુધારેલ હળદર અને આદુના પીસ નાખો અને એક મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગાજર અને મૂળા નાખી એને પણ એક થી બે મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં લીલા મરચા નાખી ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનીટ ઢાંકી ને એક બાજુ મુકો. પાંચ મિનીટ પાછી ચારણીમાં ગાળી ને પાણી ને અલગ વાસણમાં ઠંડા કરી લ્યો અને ગાજર, મુલદ વગેરે ને બીજા મોટા વાસણમાં ઠંડા થવા દયો.
- પાણી ઠંડુ થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઠંડા થયેલા ગાજર મૂળા વગેરે નાખી મિક્સ કરી કાંચ ની બરણીમાં ભરી લ્યો અને બરણી ને કપડાથી ઢાંકી ને ત્રણ ચાર દિવસ મુકો અને દિવસ માં એક બે વખત હલાવી લ્યો. ત્રણ દિવસ પછી મજા લ્યો. તો તૈયાર છે ગાજર મૂળાનું પાણી વાળું અથાણું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Surti Papdi Nu Shaak Recipe | સુરતી પાપડીનું શાક
Chole Palak nu shaak | છોલે પાલક નું શાક બનાવવાની રીત
Dahi nu shaak banavani rit | દહીં નું શાક બનાવવાની રીત
