HomeDessert & DrinksJambu Papad Recipe in Gujarati | જાંબુ પાપડ બનાવવાની રીત

Jambu Papad Recipe in Gujarati | જાંબુ પાપડ બનાવવાની રીત

બજારમાં રસાવાળા અને કાળા ડીબાંગ જાંબુ (Jamun / Black Plum) આવવા લાગે છે. જાંબુ એ ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે અને તે લોહીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. આપણે બધા એ અત્યાર સુંધી આમ પાપડ તો ઘણી વખત બનાવેલ છે પણ આજ આપણે જાંબુ માંથી Sugar-Free Jambu Papad (જાંબુ પાપડ) બનાવતા શીખીશું જે સુગર ફી હશે અને લાંબા સમય સુંધી બનાવી ને ખાઈ શકો છો. બનાવવા ખુબ સરળ છે અને આજ કાલ બજારમાં સારા જાંબુ પણ આવે છે તો એક વખત આ રીતે બનાવી લ્યો અને લાંબો સમય જાંબુનો સ્વાદ માણો. તો ચાલો જોઈએ શુગર ફ્રી જાંબુ પાપડ બનાવવાની રીત.

Ingredients

  • જાંબુ 250 ગ્રામ
  • સફરજન 1
  • ઘી 1 ચમચી

Jambu Papad banavani rit

જાંબુ પાપડ બનાવવા સૌથી પહેલા સફરજન ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો હવે ચાકુથી કાપી કટકા કરી બીજ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ સાઈઝ કટકા કરી લ્યો કટકા ને તપેલીમાં નાખી એમાં એક કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ધીમા તાપે દસ થી પંદર મિનીટ માટે બાફી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી બાફેલ સફરજન ને ચારણીમાં કાઢી નીતારવા મુકો. સફરજન નીતરે ત્યાં સુંધીમાં આપણે જાંબુ સાફ કરી લેશું. 

 જાંબુ ને ધોઈ બરોબર  સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો આમ બધા જાંબુ અલગ થઇ જાય એટલે તૈયાર પલ્પ ને મિક્સર જારમાં નાખો સાથે બાફી રાખેલ સફરજન ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. હવે એક મોટી થાળી લઇ એમાં થોડું ઘી લગાવી ગ્રીસ કરી લ્યો.

ગ્રીસ કરેલ થાળી માં પીસી રાખેલ પલ્પ નાખી એક સરખું ફેલાવી દયો અને ત્યાર બાદ તડકામાં બે ત્રણ દિવસ અથવા સાવ સુકાઈ જાય ત્યાં સુંધી મૂકી સુકવી લ્યો. થાળી વાડી પ્યુરી સુકાઈ જાય એટલે ચાકુથી લાંબા કાપા કરી લ્યો અને એક એક કાપા નો રોલ બનાવી લ્યો. આમ બધા રોલ બનાવી ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો જાંબુ પાપડ.

અહી તમે સફરજન ની જગ્યાએ તમારી પસંદ મુજબ ની ખાંડ પીસતી વખતે નાખી ને પણ આ પાપડ બનાવી શકો છો.

જાંબુ પાપડ બનાવવાની રીત

Jambu Papad - જાંબુ પાપડ બનાવવાની રીત

Jambu Papad Recipe in Gujarati | જાંબુ પાપડ બનાવવાની રીત

બજારમાં રસાવાળા અને કાળા ડીબાંગ જાંબુ (Jamun / Black Plum) આવવા લાગેછે. જાંબુ એ ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે અને તે લોહીને શુદ્ધ કરવાનું પણકામ કરે છે. આપણે બધા એ અત્યાર સુંધી આમ પાપડ તો ઘણી વખત બનાવેલ છેપણ આજ આપણે જાંબુ માંથી Sugar-Free Jambu Papad (જાંબુ પાપડ) બનાવતા શીખીશું જે સુગર ફી હશે અને લાંબા સમય સુંધી બનાવી ને ખાઈ શકો છો. બનાવવા ખુબ સરળ છે અને આજ કાલ બજારમાં સારા જાંબુ પણ આવે છે તો એક વખત આ રીતેબનાવી લ્યો અને લાંબો સમય જાંબુનો સ્વાદ માણો. તો ચાલો જોઈએ શુગર ફ્રી જાંબુ પાપડ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 3 days
Servings: 5 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 થાળી
  • 1 તપેલી

Ingredients

  • 250 ગ્રામ જાંબુ
  • 1 સફરજન
  • 1 ચમચી ઘી

Instructions

Jambu Papad banavani rit

  • જાંબુ પાપડ બનાવવા સૌથી પહેલા સફરજન ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો હવે ચાકુથી કાપી કટકા કરી બીજ અલગ કરી લ્યો અને ત્યાર બાદ મીડીયમ સાઈઝ કટકા કરી લ્યો કટકા ને તપેલીમાં નાખી એમાં એક કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ધીમા તાપે દસ થી પંદર મિનીટ માટે બાફી લ્યો. પંદર મિનીટ પછી ગેસ બંધ કરી બાફેલ સફરજન ને ચારણીમાં કાઢી નીતારવા મુકો. સફરજન નીતરે ત્યાં સુંધીમાં આપણે જાંબુ સાફ કરી લેશું.
  • જાંબુ ને ધોઈ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ અલગ કરી પલ્પ અલગ કરી લ્યો આમ બધા જાંબુ અલગ થઇ જાય એટલે તૈયાર પલ્પ ને મિક્સર જારમાં નાખો સાથે બાફી રાખેલ સફરજન ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો. હવે એક મોટી થાળી લઇ એમાં થોડું ઘી લગાવી ગ્રીસ કરી લ્યો.
  • ગ્રીસ કરેલ થાળી માં પીસી રાખેલ પલ્પ નાખી એક સરખું ફેલાવી દયો અને ત્યાર બાદ તડકામાં બે ત્રણ દિવસ અથવા સાવ સુકાઈ જાય ત્યાં સુંધી મૂકી સુકવી લ્યો. થાળી વાડી પ્યુરી સુકાઈ જાય એટલે ચાકુથી લાંબા કાપા કરી લ્યો અને એક એક કાપા નો રોલ બનાવી લ્યો. આમ બધા રોલ બનાવી ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો જાંબુ પાપડ.
  • અહી તમે સફરજન ની જગ્યાએ તમારી પસંદ મુજબ ની ખાંડ પીસતી વખતે નાખી ને પણ આ પાપડ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular