જય શ્રી કૃષ્ણ તગાર ને બુરા ખાંડ પણ કહેવાય છે. જેનો ઉપયોગ મથુરાના પેંડા, બેસન લાડુ જેવી વિવિધ વાનગીઓમાં કરવામાં આવે છે. બહાર બજાર જેવીજ મીઠાઈઓ તૈયાર કરવી હોય તો એના જેવી ખાંડ પણ તો બનાવતા આવડવી જોઈએ. તો આજ આપણે હલવાઈ પોતાની મીઠાઈઓ માં વાપરે એ બુરા ખાંડ કે તગાર ઘરે બનાવી તૈયાર કરી એમાંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ બહાર જેવી જ બનાવી શકીશું. એમ પણ કહી શકાય કે બહાર થી પણ વધુ ટેસ્ટી અને હેલ્થી બનાવી શકીશું. તો ચાલો Tagar banavani recipe શીખીએ.
તગાર બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ 3 કપ
- ઘી 1-2 ચમચી
- પાણી 1 કપ
Tagar banavani recipe
તગાર બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ગેસ ફૂલ કરીને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ચોખ્ખી ના લાગતી હોય તો બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.
બે મિનિટ પછી કચરો બધો ઉપર આવી જસે જેને ગરણી વડે કાઢી લ્યો અને ચાસણી ને ચોખ્ખી કરી લ્યો. હવે ચાસણી ને એક થી બે તાર જેવી થવા લાગે એટલે એમાં ઘી નાખો અને મિક્સ કરતા જાઓ. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને ચાસણી ને હલાવતા રહો.
હવે ચાસણી ને લગાતાર જ્યાં સુંધી હલાવતા રહો હલાવવાનું બંધ નથી કરવાનું અને જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થાય એમ મેસ કરતા જઈ મિક્સ કરતા રહો જ્યારે સાવ સુકાઈ જાય અને મિશ્રણ ઝીણા ઝીણા દાણા જેવું બની જાય એટલે તગાર તૈયાર છે જેમાંથી તમે અલગ અલગ મીઠાઈઓ બનાવી તૈયાર કરી શકો છો.
Tagar recipe notes
- અહી ચાસણી ને લગાતાર હલાવતા રહેવું જરૂરી છે નહિતર મોટા મોટા ગાંઠા રહી જસે.
- જો મોટા મોટા ગાંઠા બની જાય તો મિક્સર જાર માં નાખી થોડો પીસી પણ શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
તગાર બનાવવાની રેસીપી
Tagar banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
તગાર બનાવવા જરૂરી સામગ્રી
- 3 કપ ખાંડ
- 1-2 ચમચી ઘી
- 1 કપ પાણી
Instructions
Tagar banavani recipe
- તગાર બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ઓગળે ત્યાં સુંધી હલાવતા રાખો અને ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય ત્યાર બાદ ગેસ ફૂલ કરીને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ચોખ્ખી ના લાગતી હોય તો બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળી લ્યો.
- બે મિનિટ પછી કચરો બધો ઉપર આવી જસે જેને ગરણી વડે કાઢી લ્યો અને ચાસણી ને ચોખ્ખી કરી લ્યો. હવે ચાસણી ને એક થી બે તાર જેવી થવા લાગે એટલે એમાં ઘી નાખો અને મિક્સ કરતા જાઓ. ચાસણી ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને ચાસણી ને હલાવતા રહો.
- હવે ચાસણી ને લગાતાર જ્યાં સુંધી હલાવતા રહો હલાવવાનું બંધ નથી કરવાનું અને જેમ જેમ મિશ્રણ ઘટ્ટ થાય એમ મેસ કરતા જઈ મિક્સ કરતા રહો જ્યારે સાવ સુકાઈ જાય અને મિશ્રણ ઝીણા ઝીણા દાણા જેવું બની જાય એટલે તગાર તૈયાર છે જેમાંથી તમે અલગ અલગ મીઠાઈઓ બનાવી તૈયાર કરી શકો છો.
Tagar recipe notes
- અહી ચાસણી ને લગાતાર હલાવતા રહેવું જરૂરી છે નહિતર મોટા મોટા ગાંઠા રહી જસે.
- જો મોટા મોટા ગાંઠા બની જાય તો મિક્સર જાર માં નાખી થોડો પીસી પણ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Singdana katri recipe | સીંગદાણા કતરી બનાવવાની રીત
એપ્પલ જ્યુસ બનાવવાની રીત | Apple juice banavani rit
મલાઈ લાડુ બનાવવાની રીત | Malai ladoo banavani rit
ગોળ વાળો શીરો બનાવવાની રીત | gol no shiro banavani rit
રાગી બનાના ચોકલેટ કેક બનાવવાની રીત | Ragi banana chocolate cake banavani rit