આ એક રાજસ્થાની અથાણું છે ઘણા એને શાક પણ કહે છે. શિયાળા દરમ્યાન લીલી અને લાલ એમ બને પ્રકારની મોગરી મળે છે જેનો સ્વાદ મૂળા સાથે મળતો આવે છે અને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે એટલે લોકો અલગ અલગ રીતે એનો ખાવા માં ઉપયોગ કરે છે આજ આપણે Lili mogri nu athanu – લીલી મોગરી નું અથાણું બનાવતા શીખીશું. તો ચાલો લીલી મોગરી નું અથાણું બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- ગ્રીન મોગરી 250 ગ્રામ
- તેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ½ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Lili mogri nu athanu banavani rit
લીલી મોગરી નું અથાણું બનાવવા સૌપ્રથમ કાચી કાચી હોય એવી લીલી મોગરી લ્યો. મોગરી ને બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી પાણી ની નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા થી કોરી કરી લ્યો હવે હાથ થી અથવા ચાકુથી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો અને પાકેલી મોગરી પણ અલગ કરી લ્યો.
આમ બધી મોગરી સાફ કરી લ્યો અને બહુ લાંબી હોય એ મોગરી ના બે કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો,
ત્યાર બાદ એમાં સાફ કરેલી મોગરી નાખો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો. મોગરી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર. આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
મસાલા સાથે બે મિનિટ ધીમા તાપે ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર અથાણાં ને ઠંડુ થવા દયો અથાણું ઠંડું થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને ત્યાર બાદ રોટલી રોટલા સાથે મજા લ્યો. તો તૈયાર છે લીલી મોગરી નું અથાણું.
Recipe notes
- અહીં પાકેલી મોગરી ને અલગ કરી નાખવી નહિતર ચવડી લાગશે.
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
લીલી મોગરી નું અથાણું બનાવવાની રીત

Lili mogri nu athanu banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
Ingredients list
- 250 ગ્રામ ગ્રીન મોગરી
- 3-4 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Lili mogri nu athanu banavani rit
- લીલી મોગરી નું અથાણું બનાવવા સૌપ્રથમ કાચી કાચી હોય એવી લીલી મોગરી લ્યો. મોગરી ને બે ત્રણ પાણી થી બરોબર ધોઇ સાફ કરી પાણી ની નિતારી લ્યો અને ત્યાર બાદ કપડા થી કોરી કરી લ્યો હવે હાથ થી અથવા ચાકુથી બને બાજુ ની દાડી ને કાપી ને અલગ કરી લ્યો અને પાકેલી મોગરી પણ અલગ કરી લ્યો.
- આમ બધી મોગરી સાફ કરી લ્યો અને બહુ લાંબી હોય એ મોગરી ના બે કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો,
- ત્યાર બાદ એમાં સાફ કરેલી મોગરી નાખો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો. મોગરી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર. આમચૂર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- મસાલા સાથે બે મિનિટ ધીમા તાપે ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને તૈયાર અથાણાં ને ઠંડુ થવા દયો અથાણું ઠંડું થાય એટલે કાંચ ની બરણી માં ભરી લ્યો અને ત્યાર બાદ રોટલી રોટલા સાથે મજા લ્યો. તો તૈયાર છે લીલી મોગરી નું અથાણું.
Recipe notes
- અહીં પાકેલી મોગરી ને અલગ કરી નાખવી નહિતર ચવડી લાગશે.
- મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Mogri nu raitu banavani rit | મોગરી નું રાયતું બનાવવાની રીત
Pani valu mula nu athanu | પાણી વાળું મૂળા નું અથાણું
nylon khaman recipe | નાયલોન ખમણ ની રેસીપી
Gajar nariyal ni chatni | ગાજર નારિયળ ની ચટણી રેસીપી
Bharela tinda nu shaak banavani rit | ભરેલા ટિંડા નું શાક બનાવવાની રીત
