અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારની અનેક ચટણીઓ બનાવી તૈયાર કરી મજા લીધી છે પણ આજ ની ચટણી એ બધી ચટણીઓ કરતા તો બિલકુલ અલગ સ્વાદ ની બનશે જેને તમે રોટલી પરોઠા સાથે તો ખાઈ શકશો સાથે ભાત સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો ગાજર નારિયળ ની ચટણી – Gajar nariyal ni chatni banavani rit શીખીએ.
ગાજર નારિયળ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- નારિયળ નું છીણ 1 કપ
- ગાજર નું છીણ 1 કપ
- લીલા ધાણા સુધારેલા ¼ કપ
- આદુ નો કટકો 1 ઇંચ
- લીલા મરચા સુધારેલા 2-3
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ 1-2 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- અડદ દાળ ¼ ચમચી
- ચણા દાળ ¼ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
Gajar nariyal ni chatni banavani rit
ગાજર નારિયળ ની ચટણી બનાવવા સૌપ્રથમ નારિયલ ના નાના નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને છીણી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી લ્યો,
ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી એને પણ દરદરા પીસી લ્યો.(અહી તમે નારિયળ અને ગાજર ને છીણી વડે છીણી ને પણ લઈ શકો છો )
હવે મિક્સર જારમાં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, આદુનો કટકો, લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ એક બે વખત ફેરવી દરદરા કરી ગાજર અને નારિયળ ના છીણ સાથે નાખો ત્યાર બાદ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી ધીમા તાપે દાળ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો,
ત્યાર બાદ તૈયાર કરેલ વઘાર ને મિક્સ કરેલ ગાજર નારિયળ ના મિશ્રણ માં નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ નાખો અને મિક્સ કરી ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગાજર નારિયળ ની ચટણી.
Gajar nariyal ni chatni NOTES
- આ ચટણી ને તમે વઘાર સાથે અથવા વઘાર વગર પણ ખાઈ શકો છો.
ગાજર નારિયળ ની ચટણી બનાવવાની રીત
Gajar nariyal ni chatni
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
ગાજર નારિયળ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ નારિયળ નું છીણ
- 1 કપ ગાજર નું છીણ
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 1 ઇંચ આદુ નો કટકો
- 203 લીલા મરચા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી અડદ દાળ
- ¼ ચમચી ચણા દાળ
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
Gajar nariyal ni chatni banavani rit
- ગાજર નારિયળ ની ચટણી બનાવવા સૌપ્રથમ નારિયલ ના નાના નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસી ને છીણી લ્યો ત્યાર બાદ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી લ્યો,
- ત્યાર બાદ ફરી એક વખત ધોઇ લ્યો અને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી એને પણ દરદરા પીસી લ્યો.(અહી તમે નારિયળ અને ગાજર ને છીણી વડે છીણી ને પણ લઈ શકો છો )
- હવે મિક્સર જારમાં ધોઇ સાફ કરી સુધારેલ લીલા ધાણા, આદુનો કટકો, લીલા મરચા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી એને પણ એક બે વખત ફેરવી દરદરા કરી ગાજર અને નારિયળ ના છીણ સાથે નાખો ત્યાર બાદ બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં અડદ દાળ અને ચણા દાળ નાખી ધીમા તાપે દાળ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો,
- ત્યાર બાદ તૈયાર કરેલ વઘાર ને મિક્સ કરેલ ગાજર નારિયળ ના મિશ્રણ માં નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં લીંબુનો રસ નાખો અને મિક્સ કરી ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગાજર નારિયળ ની ચટણી.
Gajar nariyal ni chatni NOTES
- આ ચટણી ને તમે વઘાર સાથે અથવા વઘાર વગર પણ ખાઈ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Bataka roasti recipe | બટાકા રોસ્ટી બનાવવાની રીત
ભાખરી બનાવવાની રીત | bhakhri banavani rit | gujarati bhakri recipe