બજાર માં જ્યારે પણ ફરસાણ વાળા ની દુકાન પાસેથી નીકળી એ ત્યારે દુકાન માં પડેલા ખમણ પર તો એક વખત ચોક્કસ નજર પડે જે ખૂબ ફૂલેલા સોફ્ટ અને જ્યુસી હોવાથી મોઢામાં મૂકતા જ ખવાઈ જાય છે પણ ઘરે એવા જ સોફ્ટ ફૂલેલા અને જયુસી ખમણ નથી બનતા તો આજ આપણે બજાર કરતા પણ ટેસ્ટી સોફ્ટ અને જ્યૂસી nylon khaman recipe બનાવતા શીખીશું તો ચાલો નાયલોન ખમણ બનાવવાની રીત શીખીએ.
નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી
- બેસન 2 કપ
- લીંબુના ફૂલ 1 ચમચી
- ખાંડ 3 ચમચી
- બેકિંગ સોડા 1 ચમચી
- તેલ જરૂર પ્રમાણે
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- વઘાર માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- મીઠા લીમડા ના પાંદ 8-10
- હિંગ ¼ ચમચી
- ખાંડ 2-3 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- નારિયળ નું છીણ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 કપ
nylon khaman recipe
નાયલોન ખમણ બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં એક કપ પાણી લ્યો એમાં ખાંડ, લીંબુના ફૂલ, અડધી ચમચી મીઠું, દોઢ થી બે ચમચી તેલ નાખી ને ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો. ખાંડ ઓગળી જાય એટલે તૈયાર પાણી ને એક બાજુ મૂકો.
હવે એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લ્યો અને ચાળી રાખેલ બેસન માં તૈયાર કરેલ પાણી ને થોડું થોડું નાખી ને બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ઢોકરિયાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ને એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી બેસન માં મિશ્રણ માં ઈનો નાખો અને ઉપર એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને થાળી ને ઢોકરિયા મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.
ખમણ ચડે છે ત્યાં સુંધી એનો વઘાર તૈયાર કરી લઈએ. વઘાર માટે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી પાણી ને થોડું ઠંડું થવા દયો.
વીસ મિનિટ પછી ગેસ બંધ કરી થાળી ને બહાર કાઢી ને એક બાજુ ઠંડા થવા દયો. ખમણ ઠંડા થાય એટલે ડીમોલ્ડ કરી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો. કાપેલા કટકા પર તૈયાર કરેલ વઘાર એક સરખો ચમચા થી નાખો અને ઉપર થી લીલા ધાણા સુધારેલા અને નારિયળ છીણ ભભરાવી મજા લ્યો નાયલોન ખમણ.
Khaman recipe notes
- લીંબુના ફૂલ ના હોય અથવા ના વાપરતા હો તો એની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો.
- બેકિંગ સોડા ની જગ્યાએ તમે ઈનો પણ વાપરી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
નાયલોન ખમણ બનાવવાની રીત
nylon khaman recipe
Equipment
- 1 ઢોકરિયુ
Ingredients
નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ બેસન
- 1 ચમચી લીંબુના ફૂલ
- 3 ચમચી ખાંડ
- 1 ચમચી બેકિંગ સોડા
- તેલ જરૂર પ્રમાણે
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- 2-3 લીલા મરચા સુધારેલા
- 8-10 મીઠા લીમડા ના પાંદ
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચી ખાંડ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 3-4 ચમચી નારિયળ નું છીણ
- મીઠું સ્વાદ મુજબ
- 1 કપ પાણી
Instructions
nylon khaman recipe
- નાયલોન ખમણ બનાવવા સૌપ્રથમ એક તપેલીમાં એક કપ પાણી લ્યો એમાં ખાંડ, લીંબુના ફૂલ, અડધી ચમચી મીઠું, દોઢ થી બે ચમચી તેલ નાખી ને ખાંડ પાણીમાં ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો. ખાંડ ઓગળી જાય એટલે તૈયાર પાણી ને એક બાજુ મૂકો.
- હવે એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લ્યો અને ચાળી રાખેલ બેસન માં તૈયાર કરેલ પાણી ને થોડું થોડું નાખી ને બરોબર ગાંઠા ન રહે એમ મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી ને એક બાજુ મૂકો.
- હવે ઢોકરિયાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી એમાં કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળી લ્યો. હવે એક થાળી માં તેલ લગાવી ને એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી બેસન માં મિશ્રણ માં ઈનો નાખો અને ઉપર એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી માં નાખો અને થાળી ને ઢોકરિયા મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.
- ખમણ ચડે છે ત્યાં સુંધી એનો વઘાર તૈયાર કરી લઈએ. વઘાર માટે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, હિંગ, લીલા મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી પાણી ને થોડું ઠંડું થવા દયો.
- વીસ મિનિટ પછી ગેસ બંધ કરી થાળી ને બહાર કાઢી ને એક બાજુ ઠંડા થવા દયો. ખમણ ઠંડા થાય એટલે ડીમોલ્ડ કરી ચાકુથી કાપી ને કટકા કરી લ્યો. કાપેલા કટકા પર તૈયાર કરેલ વઘાર એક સરખો ચમચા થી નાખો અને ઉપર થી લીલા ધાણા સુધારેલા અને નારિયળ છીણ ભભરાવી મજા લ્યો નાયલોન ખમણ.
Khaman recipe notes
- લીંબુના ફૂલ ના હોય અથવા ના વાપરતા હો તો એની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકો છો.
- બેકિંગ સોડા ની જગ્યાએ તમે ઈનો પણ વાપરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ડુંગળી ના પરોઠા | dungri na paratha
ખીચડી બનાવવાની રીત | gujarati khichdi recipe | khichdi banavani rit