HomeLunch & DinnerKodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી

Kodari no pulav banavani recipe | કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી

કોદરી ને કોડો મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક પ્રકારનું અનાજ  છે જે પહેલા ન સમય માં ખવાતું હતું પણ હાલ ખૂબ ઓછા લોકો એના વિશે જાણે છે આ કોદરીમાં  કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર ઓછું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું માનવામાં આવે છે કોદરીમાંથી ભાત, પુલાવ, ખીચડી ,ઉપમા ,રોટલી જેવી વાનગીઓ બનાવી શકાય છે તો આજ આપણે Kodari no pulav – કોદરી નો પુલાવ બનાવતા શીખીશું જેમાં કોદરી ઉપરક સારા એવા શાક નો ઉપયોગ પણ કરીશું.

Ingredients list

  • કોદરી 1 કપ
  • ઝીણા સમારેલા ગાજર ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2- 3
  • બિન્સ ઝીણી સુધારેલી 4- 5 ચમચી
  • ઝીણા સમારેલી બ્રોકલી ¼ કપ
  • ઝીણી સુધારેલી પાલક 1 કપ
  • અડદ દાળ 1 ચમચી
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • વટાણા ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3- 4 ચમચી
  • ઝીણી અને લાંબી સમારેલી પાનકોબી ½ કપ
  • તેલ / ઘી 2- 3 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10
  • સૂકા લાલ મરચા 1- 2
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ગરમ મસાલો / બિરિયાની મસાલો ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Kodari no pulav banavani recipe

કોદરી નો પુલાવ બનાવવા સૌપ્રથમ કોદરી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કોદરી ડૂબે એટલું પાણી નાખી ત્રણ થી ચાર કલાક પલાળી મુકો. ચાર કલાક પછી ગેસ પર એક વાસણમાં ત્રણ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં પલાળેલી કોદરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. અને કોદરી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.

હવે ગેસ પર કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો. તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચણા દાળ, અડદ ની દાળ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો અને મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લેવા હવે એમાં સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકો.

ડુંગળી શેકી લીધા બાદ એમાં સુધારેલ બીન્સ, વટાણા,ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો હવે સુધારેલ પાનકોબી, બ્રોકલી, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાલક નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો / બિરિયાની મસાલો નાખી મિક્સ કરી લ્યો.

મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ કોદરી નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોદરી નો પુલાવ.

કોદરી નો પુલાવ બનાવવાની રેસીપી

Kodari no pulav - કોદરી નો પુલાવ

Kodari no pulav banavani recipe

કોદરી ને કોડો મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક પ્રકારનુંઅનાજ  છે જે પહેલા ન સમય માં ખવાતું હતુંપણ હાલ ખૂબ ઓછા લોકો એના વિશે જાણે છે આ કોદરીમાં  કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર ઓછુંહોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારું માનવામાં આવે છે કોદરીમાંથી ભાત,પુલાવ, ખીચડી ,ઉપમા,રોટલી જેવી વાનગીઓ બનાવી શકાય છે તો આજ આપણે Kodari no pulav – કોદરી નો પુલાવ બનાવતા શીખીશું જેમાં કોદરી ઉપરક સારા એવા શાક નો ઉપયોગ પણ કરીશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
shocking time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 1 કપ કોદરી
  • ¼ કપ ઝીણા સમારેલા ગાજર
  • 2- 3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 4- 5 ચમચી બિન્સ ઝીણી સુધારેલી
  • ¼ કપ ઝીણા સમારેલી બ્રોકલી
  • 1 કપ ઝીણી સુધારેલી પાલક
  • 1 ચમચી અડદ દાળ
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • ¼ કપ વટાણા
  • 3- 4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • ½ કપ ઝીણી અને લાંબી સમારેલી પાનકોબી
  • 2- 3 ચમચી તેલ / ઘી
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી જીરું
  • 8- 10 મીઠા લીમડા ના પાંદ
  • 1- 2 સૂકા લાલ મરચા
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી ગરમ મસાલો / બિરિયાની મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Kodari no pulav banavani recipe

  • કોદરી નો પુલાવ બનાવવા સૌપ્રથમ કોદરી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કોદરી ડૂબે એટલું પાણી નાખી ત્રણ થી ચાર કલાક પલાળી મુકો. ચાર કલાક પછી ગેસ પર એક વાસણમાં ત્રણ કપ જેટલું પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકાળવા લાગે એટલે એમાં પલાળેલી કોદરી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ધીમા તાપે દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. અને કોદરી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો. તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચણા દાળ, અડદ ની દાળ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં જીરું નાખી તતડાવી લ્યો અને મીઠા લીમડા ના પાંદ, સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લેવા હવે એમાં સુધારેલ લીલા મરચા નાખી શેકી લ્યો. મરચા શેકાઈ જાય એટલે એમાં સુધારેલ ડુંગળી નાખી બે મિનિટ શેકો.
  • ડુંગળી શેકી લીધા બાદ એમાં સુધારેલ બીન્સ, વટાણા,ગાજર નાખી બે મિનિટ શેકી લ્યો હવે સુધારેલ પાનકોબી, બ્રોકલી, કેપ્સીકમ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ પાલક નાખી મિક્સ કરી લ્યો અને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ અને ગરમ મસાલો / બિરિયાની મસાલો નાખી મિક્સ કરી લ્યો.
  • મસાલા શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ કોદરી નાખી મિક્સ કરી લ્યો અને પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે કોદરી નો પુલાવ.

Notes

  1. અહીં તમને શાક જે પસંદ હોય એ નાખવા.
  2. કોદરી ને ઓછામાં ઓછી 3- 4 કલાક અથવા આખી રાત પલાડી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular