આજે આપણે ઘઉં ના લોટ અને ગોળ માંથી એક દમ સોફ્ટ અને સાથે ક્રિસ્પી એવી ગોળ ની ભાખરી બનાવાતા શીખીશું . જે લોકો ને મીઠું ખાવાનું પસંદ હોય ઈ લોકો ના ઘર માટે આ ભાખરી ની રેસીપી એકદમ સરળ અને મસ્ત છે . તો ચાલો Mithi bhakhri – મીઠી ભાખરી બનાવવાની રીત શીખીશું.
INGREDIENTS
- ઘઉં નો લોટ 2 કપ
- ગોળ ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- સફેદ તલ 1 મોટી ચમચી
- ઘી ભાખરી માં લગાવવા માટે
- તેલ મોણ માટે
- પાણી જરૂર મુજબ
Mithi bhakhri banavani recipe
મીઠી ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ ગોળ ને આપણે એક તપેલી માં લેશું ત્યાર બાદ ગોળ ઓગળે એટલું પાણી નાખી અને ગેસ પર તપેલી મૂકી દેશું ગોળ ઓગળી જાય એટલે આપણે ગોળ વાળા પાણી ને ગરણી માં ગાળી લેશું જેથી ગોળ માં કઈ કચરો હોય તો તે નીકળી જાય . અને ત્યાર બાદ એક બાઉલ માં ગોળ વાળુ પાણી કાઢી લેશું .
હવે ભાખરી નો લોટ બાંધવા માટે સૌ પ્રથમ કથરોટ માં લોટ ને ચાળી લેશું ત્યાર બાદ તેમાં થોડું મીઠું , સફેદ તલ અને 2-3 ચમચી જેટલું તેલ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણી મુઠી વળાય એટલું મોણ નાખવું જો લોટ થોડો છૂટો પડી જતો હોય તો પાછળ થી ફરી 1 ચમચી જેટલું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું
ત્યાર બાદ તેમાં ગોળ નું થોડું થોડું કરી ને પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું 1 કપ ગોળ નું પાણી નાખી દીધા બાદ જો પાણી ની જરૂર પડે તો સાદુ પાણી થોડું નાખી અને ભાખરી નો લોટ તૈયાર કરી લેશું . આટલો લોટ બાંધવામાં ટોટલ ½ કપ જેટલા પાણી ની જરૂર પડે છે . લોટ આપણે એકદમ સારો એવો કઠણ બાંધવો તેનું ખાસ ધ્યાન રાખવું. લોટ બાંધી લીધા બાદ લોટ ને 5 મિનિટ ઢાંકી ને મૂકી દેશું .
હવે 5 મિનિટ બાદ ફરીથી લોટ મસળી અને આપણે ભાખરી બનાવવાની તૈયારી કરીશું તેના માટે ગેસ પર તવી મૂકીશું સાવ ધીમા તાપે હવે પાટલા અને વેલણ પર થોડું થોડું તેલ લગાવી લેશું અને તમારા ઘરમાં જે સાઇઝ ની ભાખરી ખવાતી હોય ઈ સાઇઝ નો લુઓ લઈ અને ભાખરી ને વધારે જાડી પણ નઈ અને નઈ વધારે પાતળી મિડયમ સાઇઝ ની ભાખરી વણી લેશું .
ત્યાર બાદ હવે ભાખરી ને તવી પર રાખી અને બધી બાજુ થી સાવ ધીમા તાપે સેકી લેશું થોડી શેકાઈ ગયા બાદ બને બાજુ પર થોડું તેલ / ઘી નાખી ને સારી રીતે સેકી લેશું . આવીજ રીતે આપણે બધી ભાખરી ને તૈયાર કરી લેશું.
તો તૈયાર છે આપણી મસ્ત ગોડ વાળી ભાખરી . ઉપર થી થોડું ઘી લગાવી અને ગરમ ગરમ સર્વ કરીશું.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
મીઠી ભાખરી બનાવવાની રેસીપી

Mithi bhakhri banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 પાટલો – વેલણ
- 1 તવી
Ingredients
- 2 કપ ઘઉં નો લોટ
- ½ કપ ગોળ
- સ્વાદ મુજબ મીઠું
- 1 મોટી ચમચી સફેદ તલ
- ઘી ભાખરી માં લગાવવા માટે
- તેલ મોણ માટે
- પાણી જરૂર મુજબ
Instructions
Mithi bhakhri banavani recipe
- મીઠી ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ ગોળ ને આપણે એક તપેલી માં લેશું ત્યાર બાદ ગોળ ઓગળે એટલું પાણી નાખી અને ગેસ પર તપેલી મૂકી દેશું ગોળ ઓગળી જાય એટલે આપણે ગોળ વાળા પાણી ને ગરણી માં ગાળી લેશું જેથી ગોળ માં કઈ કચરો હોય તો તે નીકળી જાય . અને ત્યાર બાદ એક બાઉલ માં ગોળ વાળુ પાણી કાઢી લેશું .
- હવે ભાખરી નો લોટ બાંધવા માટે સૌ પ્રથમ કથરોટ માં લોટ ને ચાળી લેશું ત્યાર બાદ તેમાં થોડું મીઠું , સફેદ તલ અને 2-3 ચમચી જેટલું તેલ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણી મુઠી વળાય એટલું મોણ નાખવું જો લોટ થોડો છૂટો પડી જતો હોય તો પાછળ થી ફરી 1 ચમચી જેટલું તેલ નાખી અને ફરીથી બધું મિક્સ કરી લેશું
- ત્યાર બાદ તેમાં ગોળ નું થોડું થોડું કરી ને પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું 1 કપ ગોળ નું પાણી નાખી દીધા બાદ જો પાણી ની જરૂર પડે તો સાદુ પાણી થોડું નાખી અને ભાખરી નો લોટ તૈયાર કરી લેશું . આટલો લોટ બાંધવામાં ટોટલ ½ કપ જેટલા પાણી ની જરૂર પડે છે . લોટ આપણે એકદમ સારો એવો કઠણ બાંધવો તેનું ખાસ ધ્યાન રાખવું. લોટ બાંધી લીધા બાદ લોટ ને 5 મિનિટ ઢાંકી ને મૂકી દેશું .
- હવે 5 મિનિટ બાદ ફરીથી લોટ મસળી અને આપણે ભાખરી બનાવવાની તૈયારી કરીશું તેના માટે ગેસ પર તવી મૂકીશું સાવ ધીમા તાપે હવે પાટલા અને વેલણ પર થોડું થોડું તેલ લગાવી લેશું અને તમારા ઘરમાં જે સાઇઝ ની ભાખરી ખવાતી હોય ઈ સાઇઝ નો લુઓ લઈ અને ભાખરી ને વધારે જાડી પણ નઈ અને નઈ વધારે પાતળી મિડયમ સાઇઝ ની ભાખરી વણી લેશું .
- ત્યાર બાદ હવે ભાખરી ને તવી પર રાખી અને બધી બાજુ થી સાવ ધીમા તાપે સેકી લેશું થોડી શેકાઈ ગયા બાદ બને બાજુ પર થોડું તેલ / ઘી નાખી ને સારી રીતે સેકી લેશું . આવીજ રીતે આપણે બધી ભાખરી ને તૈયાર કરી લેશું.
- તો તૈયાર છે આપણી મસ્ત ગોડ વાળી ભાખરી . ઉપર થી થોડું ઘી લગાવી અને ગરમ ગરમ સર્વ કરીશું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tameta nu shaak banavani rit | ટમેટા નું શાક બનાવવાની રીત
Chole banavani rit | છોલે બનાવવાની રીત
